બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / do a special remedy on Tuesday to remove all the troubles and crises, hanumanji will solve your all problems

મંગળવારના ઉપાય / દરેક પરેશાની અને સંકટોને દૂર કરવા ખાસ કરી લો આ નાનો ઉપાય, હનુમાનજી થઇ જશે પ્રસન્ન..

Published By: Megha

Last Updated: 11:05 AM, 21 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે મહાબલી હનુમાનની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.

  • હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ ખાસ 
  • મંગળવારે હનુમાનજીના મંદિરે જાઓ છો તો ખાસ ત્યાં રામનામનો જાપ કરો
  • મંગળવારે અને શનિવારે ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે

આપણા હિંદુ ધર્મમાં દરેક દેવી-દેવતાનું વિશેષ મહત્વ છે પણ એમાંથી સૌથી વધુ ભક્ત હનુમાનજીના છે. એમ માનવામાં આવે છે કે જે લોકો સાચા દિલથી હનુમાનજીની પૂજા કરે છે એમને બજરંગબલીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સાથે જ જીવનમાં આવેલ દરેક સમસ્યાથી મુક્તિ મળે છે. 

હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે મહાબલી હનુમાનની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. આજે અમે તમને એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે મંગળવારે કરવાથી હનુમાનજી ચોક્કસપણે પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામના જરુથી પૂર્ણ કરશે. 

હનુમાનજીને પ્રસન્ન કરવાના ઉપાયો 
- મંગળવારે હનુમાનજીને કેસર અને ઘી વાળો ભોગ લગાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને બધી મનોકામના પૂર્ણ કરે છે. 
- જો તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જાઓ છો તો ખાસ ત્યાં રામનામનો જાપ કરો. આવું કરવાથી બજરંગબલી તમારા જીવનમાં આવનાર દરેક સંકટો ને દૂર કરશે. 
-જો શક્ય હોય તો મંગળવારના દિવસે ગરીબોને ભોજન કરાવો અને થોડું દાન કરો. આવું કરવાથી હનુમાનજી તમારા જીવનમાં આવેલ દરેક આર્થીક સંકટોને દૂર કરે છે. 

આવા બીજા ઘણા ઉપાયોથી હનુમાનજી પ્રસન્ન થાય છે પણ મંગળવારે અને શનિવારે ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. ચાલો જાણીએ શું છે હનુમાન ચાલીસાનો પાઠ કરવાના ફાયદા....

હનુમાન ચાલીસાના ફાયદા - 
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 
-શત્રુઓ પર વિજય મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 
-જીવનમાં સંકટોના વાદળ છવાયેલ રહે છે તો એમને હટાવવા માટે નિયમિત રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરો. 
-નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પરિવારીક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Bajarangbali Hanuman Lord Hanuman કષ્ટભંજન હનુમાન હનુમાનજી Religion

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ