બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Diwali-like atmosphere in Dwarka, next 4 days Megharaja will shake Gujarat, Mahant Dilipadasji got a big responsibility samachar supar fast news

2 મિનિટ 12 ખબર / દ્વારકામાં દિવાળી જેવો માહોલ, આગામી 4 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા, મહંત દિલીપદાસજીને મળી મોટી જવાબદારી

Dinesh

Last Updated: 10:54 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news :  જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે, આ સાથે કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે. હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઇ છે. 

Megharaja is coming to shake Gujarat for the next 5 days

રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મહેમાન બન્યા છે. વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જો કે, હજુ સુધી પુરતો વરસાદ વરસ્યો નથી પરંતુ અમી છાંટણા શરૂ થતાં ખેડૂતોએ વધુ વરસાદની મીટ માંડી છે. વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજવા રોડ, સમા, સાવલી રોડ અને હરણી, નિઝામપુરા, ફતેગંજ, રાવપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદની રાહ જોતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

Moderate rain in some areas of Vadodara, Aravalli, Dahod, Mahisagar and Dwarka.

જગતમંદિર દ્વારકામાં કૃષ્ણજન્મને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જગત મંદિરમાં કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કૃષ્ણ જન્મોત્સવમાં જોડાશે. જેને લઈ હવે દ્વારકામાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કૃષ્ણજન્મને લઈ દ્વારિકાધીશના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ઠાકોરજીને કેસરિયા વાઘા પહેરાવવામાં આવશે. આ સાથે કાળીયા ઠાકરને રત્નજડિત આભૂષણ ચઢાવાશે. મહત્વનું છે કે, સોના-ચાંદીના તારથી ભરતકામ કરાયેલા વસ્ત્રો પણ કાળિયા ઠાકરને અર્પણ કરાશે. નોંધનીય છે કે, વસ્ત્રનું ભરતકામ કોલકાતા, સુરત અને રાજકોટમાં કરવામાં આવ્યું છે. 

Preparations in full swing in Dwarkadhish for Krishna Janmashtami: Kaliya Thakar will be decorated with gold and silver...

મહંત દિલીપદાસજી મહારાજ : સનાતની સાધુ-સંતો સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકેની જવાબદારી મહંત દિલીપદાસજી મહારાજને મળી છે. નોંધનીય છે કે, આ પહેલા અખિલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ AMCએ સફારી પાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. પાપ્ત માહિતી મુજબ આ સફારી પાર્ક માટે અંદાજે રૂપિયા 200થી 250 કરોડના ખર્ચે થશે. આ જંગલ સફારી પાર્કમાં ગીરના સિંહ, દીપડા, જિરાફ, વાઘ સહિતના પ્રાણી જોવા મળશે. વધુમાં સાબરમતીનો તટ હોવાથી જુદી જુદી પ્રજાતિના યાયાવર સહિતના પક્ષી પણ અહીં વસવાટ કરશે. ખાસ વાત એ છે કે, સફારી પાર્ક જોવાના સોખીનોને કેવડિયા કે, ગીર સુધી ધક્કો નહી ખાવો પડે અને વિવિધ જંગલી પ્રાણીઓ સહિત વિદેશી પક્ષીઓ અમદાવાદના આંગણે જ જોઈ શકશે.

Gir-like jungle safari will take place in Ahmedabad's Gyaspur, AMC has decided

Rajkot International Airport : સૌરાષ્ટ્રવાસીઓને મળેલી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં ધમ ધોકાર રીતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થઈ જશે. 10મી સપ્ટેમ્બરથી એરપોર્ટ શરૂ થશે તેને લઈ એરપોર્ટ ઓથોરિટીએ એક નોટિસ બહાર પાડી છે. અત્રે જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ PM મોદીએ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલ્લુ મુક્યુ હતું. એરેપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નોટિસમાં લખ્યું છે કે, 9મી સપ્ટેમ્બર 2023થી રાજકોટ એરપોર્ટ સ્થાયીરૂપે ફ્લાઈટ ઓપરેશન્સ માટે બંધ કરી દેવામાં આવશે. 10મી સપ્ટેમ્બર 2023થી રાજકોટથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સંચાલિત થશે, જે રાજકોટ શહેરથી 30 કિમીના અંતરે સ્થિત છે. એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આપનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સ્વાગત કરે છે. 

Notice issued for Rajkot International Airport to start from 10th September

નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી 12 વર્ષની છોકરીના 27 અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી છે. હાઈકોર્ટના જસ્ટીસ સમીર દવેએ વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટની નોંધ લઈને ગર્ભપાતનો આદેશ આપ્યો હતો. ગર્ભપાતની અરજીને આધારે હાઈકોર્ટે 4 સપ્ટેમ્બરે પીડિતાની તબીબી તપાસ કરવા ડૉક્ટરોની પેનલને નિર્દેશ આપ્યો હતો જે પછી આજે કોર્ટને મેડિકલ રિપોર્ટ મળી જતા આવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. 

Gujarat High Court allowed 27-week abortion for 12-year-old victim

વિશ્વના 18 દેશો ગુરુવારે ઈન્ડોનેશિયામાં આસિયાન અને ઈસ્ટ એશિયા સમિટ કરવા ગયા છે. આ બંને વૈશ્વિક પરિષદોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેવાના છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે પીએમ મોદી માટે 18 દેશોએ પોતાની યોજના બદલી છે. સમિટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોન્ફરન્સનો પ્રારંભ અગાઉ સવારે 8.30 કલાકે થવાનો હતો, પરંતુ હવે 1 કલાક વહેલો કરવામાં આવ્યો છે. હવે તે સવારે 7.30 વાગ્યે શરૂ થશે અને આ બધું પીએમ મોદીના કારણે થયું છે. એ જ રીતે ઈસ્ટ એશિયા સમિટ પણ 7મી સપ્ટેમ્બરે યોજાવાની છે. આમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે, પરંતુ પહેલા આ કોન્ફરન્સ સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ હવે તે નિર્ધારિત સમય કરતાં લગભગ 1.30 કલાક પહેલા શરૂ થશે. આ ફેરફાર પણ પીએમ મોદી માટે જ કરવામાં આવ્યો છે.

ASEAN and East Asia Summit is going to be held in Indonesia. 18 countries have changed their plans for PM Modi.

ભારતમાં સરકાર પંચાયતથી લઈને સંસદ સુધીની ચૂંટણીઓ એકસાથે કરાવવાની દિશામાં સતત આગળ વધી રહી છે. હાલમાં જ આ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ સમિતિમાં ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી સહિત સાત લોકોના નામ સામેલ છે. જો કે અધીર રંજને તેમાં જોડાવાની ના પાડી દીધી છે. હવે સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે આજે તેની પ્રથમ બેઠક રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને યોજાવા જઈ રહી છે.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અભિયાનની ટીકા કરી છે. રાહુલે તેને ભારતીય સંઘ અને તેના તમામ રાજ્યો પર હુમલો ગણાવ્યો છે.

India or bharat : Supreme Court said we will not intervene, Kovind has called a meeting today, Home Minister Shah will be...

દેશની રાજધાની નવી દિલ્હી જી-20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. મહેમાનોની સુરક્ષા અને ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદેશી મહેમાનોની સુરક્ષા માટે અમેરિકાની સીઆઈએ, બ્રિટનની એમઆઈ-6 અને ચીનની એમએસએસની ટીમો ભારતીય એજન્સીઓ સાથે દિલ્હીમાં કેમ્પ કરી રહી છે. ભારતની સુરક્ષા એજન્સીઓની સાથે 'અમેરિકન સિક્રેટ સર્વિસ'ના લગભગ ત્રણસો વિશેષ કમાન્ડો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની સુરક્ષામાં તૈનાત રહેશે. એવું માનવામાં આવે છે કે દિલ્હીના રસ્તાઓ પર વાહનોનો સૌથી મોટો કાફલો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો હશે.બાઈડનના કારકેડમાં 50 થી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવશે. ચીન, બ્રિટન અને રશિયાની સુરક્ષા એજન્સીઓ ચીન, બ્રિટન અને રશિયાના વડાપ્રધાનોના આંતરિક વર્તુળની સુરક્ષાની જવાબદારી ભારતીય સુરક્ષા એજન્સી સાથે ખભે ખભા મિલાવીને નિભાવશે. આ દેશોમાંથી સુરક્ષા સંબંધિત સાધનો દિલ્હી લાવવામાં આવ્યા છે.

America's President moves with a mini army: CIA commandos, The Beast and a fleet of 50 cars, know how Biden's security will...

ભારતના ચંદ્રયાન-3 મિશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ, ચંદ્રયાન-3એ તેનું કામ પુરુ કરી લીધું છે. હાલમાં ચંદ્રમા પર રાત છે અને લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં ગયા છે. આ દરમિયાન નાસાએ લેન્ડરની એક નવી તસવીર શેર કરી છે.  23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, તેના ચાર દિવસ એટલે 27 ઓગસ્ટના રોજ નાસાએ ચંદ્રયાનની તસવીર ઝડપી હતી જેને આજે તેના દ્વારા શેર કરવામાં આવી છે.  અ મેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ એક ખાસ તસવીર શેર કરી છે. તે જગ્યાની તસવીર શેર કરી છે. આ ફોટો ચંદ્ર પર ઐતિહાસિક ઉતરાણના ચાર દિવસ બાદ 27 ઓગસ્ટે ચંદ્રની પરિક્રમા કરી રહેલા નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવામાં આવ્યો હતો. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ અવકાશયાન છે.

Chandrayaan-3 Lander Spotted On The Moon By NASA Satellite

14 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે પરંતુ તેને માટે બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ભારત-પાક.મેચની ટિકિટનો ભાવ 56 લાખ રુપિયા છે તેમ છતાં પણ બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. 14 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, આમ તો તેની બધી ટિકિટો વેચાઈ ગઈ છે પરંતુ વધારેમાં વધારે લોકો મેચ જોઈ શકે તે માટે બીસીસીઆઈએ એક મહત્વનું એલાન કર્યું છે. બીસીસીઆઈએ ભારત-પાકિસ્તાન મેચ માટે આશરે 4 લાખ વધારાની ટિકિટોની જાહેરાત કરી છે જેથી કરીને વધુને વધુ લોકો મેચ જોઈ શકે.  

Worried About Rs 57 Lakh Cricket World Cup Tickets? Here's Good News From BCCI

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ