બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / પતિ કે પત્ની, છૂટાછેડા કોણ માગી શકે? જાણો ધર્મ પ્રમાણે શું છે છૂટાછેડાને લગતા કાયદા
Last Updated: 03:30 PM, 24 August 2025
Indian Law: ભારતમાં લગ્ન માત્ર સામાજિક વિધિ નથી, પરંતુ કાયદાકીય રીતે એક બાંયધરી સંબંધ છે. વિવિધ ધર્મો મુજબ લગ્નના કાયદા અલગ છે, અને તે કાયદાઓમાં છૂટાછેડાની પ્રક્રિયા તથા શરતો સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી છે. દેશના બંધારણે દરેક વ્યક્તિને પોતાનાં ધર્મ અને પરંપરા મુજબ લગ્ન કરવાનો અધિકાર આપ્યો છે. આ કારણે લગ્ન કાયદા વ્યક્તિગત કાયદાઓ (પર્સનલ લૉઝ) દ્વારા સંચાલિત થાય છે. ભારતમાં લગ્ન ધર્મ અનુસાર અલગ અલગ કાયદાઓ હેઠળ થાય છે.
ADVERTISEMENT
હિંદુ લગ્ન
હિંદુ, બુદ્ધ, જૈન અને શીખ સમુદાય માટે લગ્ન હિંદુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ થાય છે. આ કાયદા મુજબ લગ્ન એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે અને તેમાં નક્કી કરેલી વિધિ, સંમતિ અને કાયદેસર ઉંમર આવશ્યક છે.
ADVERTISEMENT
મુસ્લિમ લગ્ન
મુસ્લિમ ધર્મમાં લગ્નને ધાર્મિક કરાર (નિકાહ) તરીકે માનવામાં આવે છે. કુરાન અને સુન્નતના સિદ્ધાંતો સાથે, મુસ્લિમ લગ્ન કાયદા મુજબ નિકાહ માટે બંને પક્ષની સંમતિ અને મહેર ફરજિયાત છે.
ADVERTISEMENT
વિશેષ લગ્ન
જો વર અને કન્યા અલગ અલગ ધર્મના હોય અથવા કોઈ ધાર્મિક વિધિ વગર લગ્ન કરવા ઈચ્છે, તો લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ, 1954 હેઠળ થાય છે. આ કાયદામાં નોટિસ, નોંધણી અને જાહેર જાહેરાતની પ્રક્રિયા ફરજિયાત છે.
ADVERTISEMENT
છૂટાછેડા શું છે?
છૂટાછેડા એ લગ્ન અથવા વૈવાહિક સંબંધને સમાપ્ત કરવાની પ્રક્રિયા છે. છૂટાછેડા સામાન્ય રીતે લગ્નની કાનૂની ફરજો અને જવાબદારીઓને રદ કરવા અથવા પુનઃસંગઠિત કરવાનો સમાવેશ કરે છે, આમ ચોક્કસ દેશ અથવા રાજ્યના કાયદાના નિયમ હેઠળ વિવાહિત યુગલ વચ્ચેના લગ્નના બંધનમાંથી મુક્ત કરે છે. બીજી રીતે સમજીએ તો છૂટાછેડા એટલે પતિ-પત્ની વચ્ચે થયેલું કાયદેસર વિચ્છેદન. તે લગ્નના બંધનને કાયદાકીય રીતે સમાપ્ત કરે છે અને બંને પક્ષોને ફરીથી અન્ય પાત્ર સાથે લગ્ન કરવાની છૂટ આપે છે. તલાક અથવા તો છુટાછેડાનો હક કાયદા પ્રમાણે પતિ અથવા પત્ની બંનેને છે.
ADVERTISEMENT
હિંદુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડા
હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકો માટે હિંદુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ લગ્ન અને છૂટાછેડા સંબંધિત નિયમો લાગુ પડે છે.
ADVERTISEMENT
(1) પરસ્પર સંમતિથી છૂટાછેડા
(2) એકતરફી છૂટાછેડા
એક પક્ષ બીજા પક્ષની સંમતિ વગર પણ છૂટાછેડાની અરજી કરી શકે છે, જો નીચે મુજબના કારણો સાબિત થાય
ભરણપોષણ અને સ્ત્રીધનના હક્ક
કાયમી ભરણપોષણ
છૂટાછેડા પછી કાયમી ભરણપોષણનો હક કાયદા મુજબ પત્ની અને સંતાનને છે. પતિને કાયમી ભરણપોષણ મળતું નથી.

અંતરિમ (અસ્થાયી) ભરણપોષણ
છૂટાછેડાની અરજી દાખલ થયા બાદ અને કાયમી ભરણપોષણ નક્કી થાય તે પહેલાં, પત્ની અને સંતાન માટે અંતરિમ ભરણપોષણ (Temporary Maintenance) આપવામાં આવે છે, જેથી કેસ ચાલું હોય તે દરમ્યાન તેમનું જીવનયાપન સુનિશ્ચિત રહી શકે.
સ્ત્રીધન
લગ્ન દરમિયાન સ્ત્રીને મળેલી ભેટો, આભૂષણ, રોકડ કે અન્ય મિલકત, જેને કાયદામાં સ્ત્રીધન કહે છે, તેના પર સ્ત્રીનો સંપૂર્ણ હક છે. છૂટાછેડા પછી પણ પતિ કે તેના પરિવારજનોનો તે પર કોઈ અધિકાર નથી.
મુસ્લિમ લગ્ન કાયદાની ખાસિયત
મુસ્લિમ કાયદા હેઠળ લગ્ન એક ધાર્મિક વિધિ હોવા છતાં કાયદાકીય રીતે એક કરાર (Contract) માનવામાં આવે છે. લગ્ન સમયે “મહેર” (દહેજ નહીં) ફરજિયાત છે, અને છૂટાછેડાની પ્રકિયા “તલાક”, “ખુલા” અથવા “ફસખ” રીતે થઈ શકે છે. મુસ્લિમ પત્નીને પણ કાયદાની જોગવાઈ મુજબ અંતરિમ અને કાયમી ભરણપોષણનો હક છે, જો કે તેનું પરિમાણ અને સમયગાળો તેમના પર્સનલ લૉ મુજબ નક્કી થાય છે.
વધુ વાંચો : પોલીસ FIR ન લે તો શું કરવાનું? જાણો એક્સપર્ટ પાસેથી
વિશેષ લગ્ન અધિનિયમ, 1954 હેઠળ છૂટાછેડા
આ કાયદો તેઓ માટે છે, જેઓ અલગ અલગ ધર્મના હોવા છતાં લગ્ન કરવા ઇચ્છે છે અથવા કોઈ ધાર્મિક વિધિ વિના કાયદાકીય લગ્ન કરવા માગે છે. લગ્ન માટે અદાલતમાં નોટિસ આપવી, જાહેર જાહેરાત, અને નોંધણી ફરજિયાત છે.
વધુ વાંચો : ઓફિસના સાથી કર્મચારી જેવા તેવા મેસેજ કરે, ખરાબ નજરે જુએ તો અહીં કરો ફરિયાદ, કાયદો આપશે સજા
છૂટાછેડાની જોગવાઈઓ
પતિ–પત્ની બંને મળીને છૂટાછેડાની અરજી કરી શકે છે, જો તેઓ ઓછામાં ઓછા 1 વર્ષ સુધી લગ્નમાં રહ્યા હોય અને છેલ્લા 1 વર્ષથી અલગ રહેતા હોય.
વ્યભિચાર, અમાનવીય વર્તન, ત્યાગ, માનસિક અસ્વસ્થતા, અથવા અન્ય ગંભીર કારણો હોય ત્યારે એક પક્ષ અદાલતમાં અરજી કરી શકે છે.
બંને પક્ષો પોતાના જીવનમાં નવો પ્રારંભ કરી શકે
વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ પણ પત્ની અને સંતાનને અંતરિમ અને કાયમી ભરણપોષણનો હક છે. પતિને આ હક મળતો નથી. સગીર સંતાનનો પિતાની વંશપરંપરાગત મિલકત પરનો હક યથાવત રહે છે. લગ્ન જીવનનો પવિત્ર સંબંધ છે, પરંતુ જ્યારે આ સંબંધમાં પરસ્પર સન્માન, વિશ્વાસ અને સમજૂતી પૂરો થઈ જાય, ત્યારે કાયદો એક રસ્તો આપે છે, જેથી બંને પક્ષો પોતાના જીવનમાં નવો પ્રારંભ કરી શકે. છૂટાછેડા કદીપણ પ્રથમ વિકલ્પ ન હોવો જોઈએ, પરંતુ જ્યારે તે જરૂરી બને, ત્યારે કાનૂની પ્રક્રિયાનો યોગ્ય માર્ગ અપનાવવો જરૂરી છે.
વધુ વાંચો : ડિવોર્સના કેસમાં બાળકની કસ્ટડી કોને આપવામાં આવે છે? શું કહે છે કાયદો? એક્સપર્ટ પાસેથી જાણો
કાયદો માત્ર છુટા પડવા માટે નથી
સ્ત્રીઓ અને સંતાનના હક્કોની રક્ષા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈઓ છે, ભલે તે ભરણપોષણ, સ્ત્રીધન કે સંતાનનો વંશપરંપરાગત મિલકત પરનો હક હોય. સાથે સાથે, દરેક ધર્મના કાયદા પોતપોતાની પદ્ધતિઓ અને શરતો નક્કી કરે છે, પરંતુ અંતિમ હેતુ એક જ છે, ન્યાય, સુરક્ષા અને ગૌરવ. છૂટાછેડાની પ્રક્રિયા દરમિયાન યોગ્ય કાનૂની સલાહ, ધીરજ અને પરસ્પર સન્માન જાળવવાથી વિવાદો ઓછા થઈ શકે છે અને એક નવું જીવન સુખદ રીતે શરૂ થઈ શકે છે. કાયદો માત્ર છુટા પડવા માટે નહીં, પરંતુ ન્યાયસંગત સમાધાન માટે છે, અને તે દરેક વ્યક્તિના સન્માન, સુરક્ષા અને ભવિષ્ય માટે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dhwani Lakhani is practicing lawyer at Gujarat High Court and state courts, and author of this article, passionately promoting legal awareness through media and platforms.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.