બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / District wise toll free number announced for any election related complaints

માહિતી / ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદો માટે જિલ્લાવાર ટોલ ફ્રી નંબર જાહેર, સેવ કરી લો તમારા ડિસ્ટ્રિક્ટનો નંબર

Kishor

Last Updated: 10:56 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદો માટે જિલ્લાવાર ટોલ ફ્રી નંબરની યાદી જાહેર કરાઇ છે.

  • ગુજરાત ચૂંટણીને લઇને ટોલ ફ્રી નંબરની યાદી જાહેર 
  • ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા દ્વારા જાહેર કરાઇ યાદી
  • 1 અને 5 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી, 8 ડિસેમ્બરે મતગણતરી 

ગુજરાતમાં ચુંટણીનો જોરદાર માહોલ જામ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ હાલ રાજ્યમાં આંચારસહીતાની અમલવારી ચાલી રહી છે.  ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે આ ચુંટણીને લઇને ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદો હોય તો નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લાવાર ટોલ ફ્રી નંબરની યાદી જાહેર કરવામાં આવી છે. 

જુઑ જિલ્લાવાર  ટોલ ફ્રી નંબરની યાદી 

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે ચુંટણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. 

 
કોઈપણ મતદાર માત્ર ફોન દ્વારા જ ફરિયાદ કરી શકશે
મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની 60 મિનિટમાં એક ટીમ બનાવીને 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

  • ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ મતદાતાઓ કરશે મતદાન
  • ગુજરાતમાં આ વખતે 51,782 મતદાન કેન્દ્રો
  • 4.6 લાખ લોકો કરશે પ્રથમ વાર મતદાન
  • મહિલાઓ માટે 1274 મતદાન કેન્દ્રો હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન કેન્દ્રો હશે
  • 50 ટકા મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ વ્યવસ્થા હશે
  • જનરલ કેટેગરીમાં આ વખતે હશે 142 બેઠકો
  • અનુસૂચિત જાતિની કેટેગરીમાં હશે 13 બેઠક
  • અનુસૂચિત જનજાતિની કેટેગરીમાં હશે 27 બેઠક
  • દારૂની હેરાફેરી પર બાજ નજર રખાશે - કેન્દ્રિય ચૂંટણી પંચ

 
2017ની તુલનાએ આ વખતે ટ્રાન્સ ઝેન્ડરની સંખ્યા બમણી - કેન્દ્રિય ચૂંટણી પંચ 
રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ચૂંટણીને પગલે આજથી 3 દિવસ સુધી ભાજપની મહત્વની બેઠક મળવાની છે. ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા થશે. આ સાથે જિલ્લા અને શહેરી વિસ્તારના નામના મંથન માટે બેઠકનું આયોજન કરાયું છે.  મહત્વનું છે કે, 3થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં પ્રભારીની બેઠકોનો દોર જોવા મળશે. જેમાં સંગઠનના હોદ્દેદારો સાથે પણ પ્રભારી બેઠક કરશે. આ સાથે સંકલન સમિતિમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા થશે. તો દાવેદારોની યાદી ચર્ચા બાદ પ્રદેશ પાર્લામેન્ટ્રીને મોકલાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ