બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Dirty Lies' DWC's Swati Maliwal Slams BJP's Allegation Of Staging Her Harassment

દિલ્હી હોરર / માલિવાલને કારથી ઢસડવાના મામલે મોટો ટ્વિસ્ટ, ભાજપે નકલી ગણાવ્યો વીડિયો, બન્ને વચ્ચે તનાતની

Hiralal

Last Updated: 05:31 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલિવાલને કાર સાથે ઘસડવાના વીડિયોને ભાજપે ફેક ગણાવ્યો છે.

  • સ્વાતિ માલિવાલ અને ભાજપ વચ્ચે જામ્યુ યુદ્ધ
  • માલિવાલના કારના વીડિયોને ભાજપે નકલી ગણાવ્યો
  • ગુરુવારે માલિવાલને કાર સાથે ઘસડી હતી કાર ચાલકે 

ભાજપે દિલ્હી મહિલા આયોગ (ડીસીડબ્લ્યુ) અધ્યક્ષ સ્વાતિ માલીવાલની છેડતીના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને નાટક અને કાવતરું ગણાવ્યું હતું. હવે સ્વાતિ માલીવાલે આ પ્રકારના નિવેદનો આપનારા નેતાઓને આકરી ફટકાર લગાવતાં જવાબ આપ્યો છે. 

માલિવાલે આપી પ્રતિક્રિયા 
ભાજપ નેતાઓના આરોપ પર પ્રતિક્રિયા આપતા સ્વાતિ માલિવાલે કહ્યું, 'જે લોકો એવું વિચારે છે કે તેઓ મારા વિશે ખોટી અને ગંદી વાતો કરીને મને ડરાવી દેશે, તો હું કહેવા  માગું છે કે મેં માથા પર કફન બાંધીને આ નાની જિંદગીમાં ઘણા મોટા કામ કર્યાં છે. મારી પર ઘણા એટેક કરાયા તેમ છતા હું અટકી નથી. દરેક અત્યાચારથી મારી અંદરની આગ આગળ વધી. જ્યાં સુધી જીવતી છું ત્યાં સુધી મારો અવાજ કોઈ નહીં દબાવી શકે. 

શું છે આખો કેસ?
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે એવો આરોપ લગાવ્યો હતો કે  રાતના નિરીક્ષણ દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ તેમની છેડતી કરી હતી અને એઈમ્સની બહાર 10-15 મીટર સુધી કારમાંથી ખેંચીને લઈ ગયો હતો. માલિવાલે દાવો કર્યો કે તેમનો હાથ વાહનની બારીમાં અટવાયો હતો. ત્યારે ડ્રાઇવરે કારને આગળ ધકેલી દીધી હતી. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપે માલિવાલના દાવને નાટક ગણાવ્યો 
ભાજપના નેતા શાઝિયા ઈલ્મીએ ટ્વિટ કર્યું હતું કે માલીવાલનું 'નાટક' ખુલ્લું પડી ગયું છે. "આમ આદમી પાર્ટીએ દિલ્હી પોલીસને બદનામ કરવા માટે નાટક કર્યું હતું અને તેની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. શું મહિલાઓની સુરક્ષાના ગંભીર મુદ્દા પર સસ્તી રાજનીતિ વાજબી છે?"

મનોજ તિવારીએ ગણાવ્યું 'ફેક સ્ટિંગ' 

ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ આ મામલે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હરીશ ચંદ્ર સૂર્યવંશી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સાથે પોઝ આપતા જોઈ શકાય છે. તેમણે આ કેસમાં આરોપીની ધરપકડ કરવા બદલ દિલ્હી પોલીસની પ્રશંસા કરી હતી, પરંતુ આ કેસને "બનાવટી સ્ટિંગ" ગણાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ