ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / દીકરી સ્વતંત્રતા અને સ્વસ્છંદતાનો ભેદ પારખે' આરતી સાંગાણીના પ્રેમલગ્ન પર બોલ્યાં દિનેશ બાંભણિયા

વિવાદ / દીકરી સ્વતંત્રતા અને સ્વસ્છંદતાનો ભેદ પારખે' આરતી સાંગાણીના પ્રેમલગ્ન પર બોલ્યાં દિનેશ બાંભણિયા

Published By: Nirav Kumar

Last Updated: 05:44 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની પાટીદાર કોમ્યુનીટીની સિંગર આરતી સાંગાણી તેના લવ મેરેજને લઇ વિવાદમાં છે. તેને ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા હતા જેથી સમાજમાં તેને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ અંગે દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપીને કહ્યું છે કે, તેને આ રીતે સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડવી ન જોઈએ.

ADVERTISEMENT

સુરતની પાટીદાર સમાજની સિંગર આરતી સાંગાણી પોતાના પ્રેમલગ્નને લઈને ચર્ચામાં છે. આરતીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરીને પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. પરંતુ આ નિર્ણયને લઈને પાટીદારોના અમુક વર્ગોમાં અસંતોષ અને વિવાદ જોવા મળ્યો છે.  જેમાં તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો અને પોસ્ટ મૂકીને ખુદનો બચાવ પણ કર્યો હતો. હવે અંગે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ પ્રતિક્રિયા આપતા સામાજિક મર્યાદાઓ અને સંસ્કારો અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

બાંભણિયાએ આ અંગે જણાવ્યું હતું કે, બધાને પોતાનું જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે પરંતુ જ્યારે તમે અમુક સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોવ અને સમાજે તમને પ્રેમ તથા સન્માન આપ્યું હોય તો તેમની સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી. તેમને એમ પણ કહ્યું કે, દીકરીએ તેના માતા-પિતા અને સમાજની આબરૂનો લિહાજ કરવો જોઈએ.

બાંભણિયાએ આરતી મામલે કહ્યું હતું કે, અત્યારના યુગમાં યુવા પેઢી સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની રહી છે અને તે પોતાના અસલી સંસ્કારો ભૂલી રહી છે. તેમને કહ્યું કે, દીકરીના આવા (લવ મેરેજના) નિર્ણયોથી તેમના માતા-પિતા જે માનસિક પીડાથી પસાર થાય છે તેની કોઈ ભરપાઈ કરી શકતું નથી. બાંભણિયાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈ જ્ઞાતિના વિરોધી નથી પરંતુ સામાજિક વ્યવસ્થા અને દીકરીઓની સુરક્ષા માટે ચિંતિત છે.

સુરતની પાટીદાર સમાજની આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યા હતા જેનો વિરોધ થઇ રહ્યો હતો. પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં તેમનું સમર્થન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સિંગર આરતી સાંગાણીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેને કહ્યું હતું કે,  "હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કઈ ગુનો છે ? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું કે તમે જ્યાં બેટી બચાવો બેટી બઢાવના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવન સાથી પસંદ કરવાનો કોઈ હક નથી. અમારા આ આઝાદી સાથે જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો".

આ સિવાય આરતીએ સોશિયલ મીડિયાનો સહારો લઈને તેણે પાટીદારોને ટાંકીને લખ્યું હતું કે, " હજારો દુષ્કર્મ સહન કરવાવાળો સમાજ એક પ્રેમલગ્ન સહન કરી શકતો નથી." આ સિવાય તેને સ્ટોરીના ટાઈટલમાં "રિયાલિટી ઓફ સોસાયટી" (Reality of Society) લખ્યું હતું. આ પોસ્ટને લઈને વિવાદ થયો છે.

vtv app promotion

વધુ વાંચો : પ્રેમલગ્ન કરીને કંઈ ખોટું કર્યું? તબલાં ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન પર સંભળાવી ગઈ સિંગર આરતી સાંગાણી

દિનેશ બાંભણિયાએ પોતાના ટ્વિટ્ટર પર લખ્યું હતું કે, "આરતી સાંગાણીની સલાહ ની સમાજ ને કોઈ જરૂર નથી પોતાના માતાપિતા  પરિવાર નું વિચારે  મહેનત મજૂરી કરી ને આજે બોલવા માટે લાયક બનાવી .એ માતા પિતા એ સિંગર બનવા જ પરમિશન ના આપી હોત તો શું થતું ..માં પિતા ના પ્રેમ શું પ્રેમ નથી ? તમારા લીધે આજે ઘણા માબાપ દીકરીને બંધન માં રાખવાનું પસંદ કરશે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Bambhaniya Aarti Sangani Love Marriage

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ