ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / સુરતના સમાચાર / પ્રેમલગ્ન કરીને કંઈ ખોટું કર્યું? તબલાં ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન પર સંભળાવી ગઈ સિંગર આરતી સાંગાણી
Last Updated: 04:59 PM, 26 December 2025
ADVERTISEMENT
Aarti Sangani-Devang Gohel Controversy : સોશિયલ મીડિયામાં હાલ જાણીતા સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈના ફોટો-વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જોકે અગાઉ કિંજલ દવે અને ધ્રુવીન શાહના સંબંધને લઈ વિવાદ વચ્ચે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજના આગેવાનોએ કિંજલ દવેનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. જોકે બાદમાં સિંગર કિંજલ દવે પણ સમાજ સામે બળાપો ઠાલવ્યો હતો. જોકે હવે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. વાસ્વતમાં સુરતની જાણીતી સિંગર પાટીદાર સમાજની કલાકાર આરતી સાંગાણી પોતાના પ્રેમલગ્નને લઈને ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આરતીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે પ્રેમલગ્ન કરીને પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. પરંતુ આ નિર્ણયને લઈને સમાજના અમુક વર્ગોમાં અસંતોષ અને વિવાદ જોવા મળ્યો.
ADVERTISEMENT
સુરતની પાટીદાર સમાજની જાણીતી સિંગર આરતી સાંગાણીએ તાજેતરમાં જ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે તેમના આ નિર્ણયથી સોશિયલ મીડિયામાં કેટલાક લોકો તેમનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સિંગર આરતી સાંગાણીનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ પોતાના પ્રેમલગ્નને લઈ વાત કરી રહ્યા છે. આવો જાણીએ તેમને પોતાના પ્રેમલગ્નના વિવાદને લઈ શું કહ્યું અને આખરે આ સમગ્ર મામલો શું છે ?
ADVERTISEMENT
સિંગર આરતી સાંગાણીએ શું કહ્યું ? જુઓ Videoમાં
આરતી સાંગાણીએ સમગ્ર મામલે એક વિડીયોમાં મોટું નિવેદન આપ્યું છે. તેમના વિડીયોમાં તેમણે કહ્યું કે, જય માતાજી જય ખોડિયારમાં હું આરતી સાંગાણી અને મારા જીવન સાથી દેવાંગ ગોહેલ આ વિડીયો દ્વારા આપ સૌને અપીલ અને નમ્ર વિનંતી કરીએ છીએ કે, હાલ સોશિયલ મીડિયાની અંદર જે રીલ્સ કોમેન્ટ્સ અને પોસ્ટ ચાલી રહ્યા છે, એનાથી અમને તો કોઈ વિરોધ નથી પણ અમે બંને એકબીજાને સમજીએ છીએ ખુશ છીએ અને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને પ્રેમ કરવો એ શું કઈ ગુનો છે ? આ પટેલ સમાજના અમુક અગ્રણીઓ યુવા પેઢી ખાસ જણાવવાનું કે તમે જ્યાં બેટી બચાવો બેટી બઢાવના નારા લગાવો છો ત્યાં જ પોતાની એક દીકરીને જીવન સાથી પસંદ કરવાનો કોઈ હક નથી. આજ સુધી મને 18એ વર્ણનો સપોર્ટ મળ્યો છે આ સિંગિંગ જર્નીની અંદર અને આશા રાખું છું કે, મળતો રહેશે. પણ અમે જે આ કાર્ય કર્યું છે એનાથી ઘણા લોકોને દુઃખ થયું છે અને લાગણી દુભાણી છે તો એનાથી હું દિલથી માફી ચાહું છું અને આશા રાખું છું કે, અમારા આ આઝાદી જીવવાના હક અને અધિકારને આપ લોકો સમજશો. જય માતાજી...
ADVERTISEMENT

આ પણ વાંચો : અમદાવાદમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહનો ગોળધાણાનો કાર્યક્રમ, સેલેબ્સનો મેળાવડો જામ્યો
ADVERTISEMENT
કિંજલ દવેનો મામલો પણ કંઈક આવો જ
આ ઘટના પહેલી નથી. થોડા સમય પહેલા જાણીતી લોકગાયિકા કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ બાદ પણ આવો જ વિવાદ સર્જાયો હતો. સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેનાથી તેઓ માનસિક રીતે ખૂબ દુઃખી થયા. અંતે કિંજલ દવેએ પણ વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, એક કલાકાર હોવા છતાં તેઓ પણ એક સામાન્ય દીકરી છે, જેને ખુશ રહેવાનો હક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ