બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહનો ગોળધાણાનો કાર્યક્રમ, સેલેબ્સનો મેળાવડો જામ્યો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / અમદાવાદમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહનો ગોળધાણાનો કાર્યક્રમ, સેલેબ્સનો મેળાવડો જામ્યો

Last Updated: 02:28 PM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતની સુપરસ્ટાર સિંગર અને 'ચાર ચાર બંગડીવાળી' ફેમ કિંજલ દવેએ જાણીતા એક્ટર કમ બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે અને આ બંનેનો ગોળધાણા' નો રિસેપ્સન કાર્યક્રમ અત્યંત ધામધૂમ પૂર્વક યોજાયો હતો.

1/6

photoStories-logo

1. સોશિયલ મીડિયા પર ખુશખબરી આપી

કિંજલ દવેએ પોતાની સગાઈની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કરીને કરી હતી. જેના કેપ્શનમાં તેણે "God's Plan" લખ્યું હતું. આ સમાચાર બહાર આવતા જ લાખો ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અગાઉ પવન જોષી સાથેની સગાઈ તૂટ્યાના આશરે બે વર્ષ બાદ કિંજલે ધ્રુવિન શાહના રૂપમાં પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. YMCA ક્લબ ખાતે ભવ્ય ઉજવણી

અમદાવાદની YMCA ક્લબમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય ડેકોરેશન અને શાહી ઠાઠ જોવા મળ્યો હતો.જેમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા, મોના થીબા, ભક્તિ કુબાવત, રોનક કામદાર, આરોહી-તત્સત મુન્શી, લાલો ફિલ્મની સ્ટાર કાસ્ટ, કોમેડિયન નિતીન જાની, તરુણ જાની, કુશલ મિસ્ત્રી, ગીતા રબારી, કાજલ મહેરીયા, ગાયક પ્રફુલ દવે, વિક્રમ ઠાકોર, જીગ્નેશ કવિરાજ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કોણ છે ધ્રુવિન શાહ?

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન હોવાની સાથે અભિનેતા પણ છે. તેઓ ગુજરાતી કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo App ના ફાઉન્ડર છે. વર્ષ 2017માં તેમણે રશ્મિ દેસાઈ સાથે ફિલ્મ 'સુપરસ્ટાર' થી એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે અને લાંબા સમયથી કિંજલ સાથે રિલેશનશિપમાં હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આકર્ષક લુક અને ટ્રેડિશનલ અંદાજ

ધ્રુવિન શાહએ કિંજલ દવેને ટેગ કરીને અદભુત ગોળધાણા સેરેમનીના ફોટોઝ શેર કર્યા છે, જેમાં કિંજલ દવે લાલ કલરની ગોલ્ડન બોર્ડર વાળી સાબ્યસાચીની સાડી પહેરી છે અને અને લોન્ગ સ્લીવ બ્લાઉઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે, તેણે ઇમિટેશન જવેલરીમાં હેવી ચોકર નેકલેસ પસંદ કર્યો છે જેને હેવી લોન્ગ ઝુમખા અને ગોલ્ડન બેન્ગલ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે, તેણે આ લુક માટે ખાસ ઓપન હેર રાખ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રૂટેડ વિથ રૂટ્સ

જયારે ધ્રુવિન શાહ ઓલિવ ગ્રીન કલરનો યોગ વર્ક વાળો ઝબ્બો અને વાઈટ લહેંગા સાથે લુક કંપ્લીટ કર્યો છે. આ સિમ્પલ યત એલિગેંટ લુકમાં ધ્રુવિન ખૂબ જ સોહામણો લાગી રહ્યો હતો. આ બંને કપલ ઘણા સમયથી રિલેશનમાં હતા અને હવે સગાઈ કરીને તેમણે તેમના સંબંધ વિશે સત્તાવાર જાહેરાત કરીને તેની ભવ્યતિ ભવ્ય ઉજવણી કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મહેમાનોની હાજરી

આ પ્રસંગે રાજકીય મહાનુભાવો, ફિલ્મ અને સંગીત જગતના સિતારાઓ, સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આશીર્વાદ પાઠવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kinjal Dave Dhruvin Shah Goldhana Reception
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ