Team VTV06:42 PM, 16 Nov 19
| Updated: 07:40 PM, 16 Nov 19
હિન્દી સીને જગતની કોકિલા લતા મંગેશકરની તબિયત ખરાબ થયા બાદ હવે અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોલીવુડના પીઢ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની નાદુરસ્ત તબિયતના પગલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડિમ્પલ કાપડિયાની માંદગીના પગલે તેની દીકરી અને અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્ના પણ તેમના ખબર જાણવા હોસ્પિટલ પહોંચી હતી.
ક્યાં કરવામાં આવ્યા છે દાખલ?
ડિમ્પલ કાપડિયાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ટ્વિંન્ક ખન્ના તેમને મળવા પહોંચ્યા હતા. આ વચ્ચે હોસ્પિટલથી બહાર આવતા ફોટોગ્રાફર્સે તેમને જોયા હતા.
નોંધનીય છે કે આ પહેલા બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર પણ ડિમ્પલ કાપડિયાની ખબર પૂછવા પહોંચ્યો હતો. ડિમ્પલ કાપડિયા અક્ષય કુમારના સાસુ છે.
ડિમ્પલની નવી હોલીવુડ મૂવી
હાલમાં ડિમ્પલે તેમની હોલીવુડ મૂવી 'ટેનેટ'ને લઇને ચર્ચામાં છે. મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે ડિમ્પલ શૂટિંગ કરતા જોવા મળ્યા હતા.
આ ફિલ્મ હોલિવુડના ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન વડે લિખિત અને નિર્દેશિત છે. આ ફિલ્મ જુલાઈ 2020માં રીલીઝ થશે.
ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ તથા પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે રૂ.2.40 કરોડની નાણાંકીય ઉચાપત કરવા મામલે ગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.