ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / 'આત્મા તે છોડી દીધો, શરીર અમે છોડાવીશું', દિલજીત દોસાંઝને ધમકી, મેનેજરના ઘર પર ફાયરિંગ
Last Updated: 06:17 PM, 13 May 2026
ADVERTISEMENT
ફેમસ સિંગર દિલજીત દોસાંઝના મેનેજર ગુરપ્રતાપ સિંહ કાંગના ઘરે ગોળીબારનો મામલો સામે આવ્યો છે. જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોળીબારની જવાબદારી સ્વીકારી છે. આ ગોળીબાર હરિયાણાના ગોંડર ગામમાં થયો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું પ્રતિનિધિત્વ કરતા ટાયસન બિશ્નોઈ અને અર્જુ બિશ્નોઈ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે.
ADVERTISEMENT
આ પોસ્ટમાં લખ્યું છે: "બધા ભાઈઓને રામ રામ, આજે દિલજીત દોસાંઝના મેનેજર ગુરપ્રતાપ કાંગ (ગોંડર ગામ, હરિયાણા) ના ઘરે ઓસ્ટ્રિયન-નિર્મિત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. હું ટાયસન બિશ્નોઈ, મારો ભાઈ અર્જુ બિશ્નોઈ અને હરિ બોક્સર (લોરેન્સ બિશ્નોઈ ગેંગ). અમે આ સિંગર દિલજીત અને તેના મેનેજરો સોનાલી અને ગુરપ્રતાપને મેસેજ મોકલ્યો છે. અમે ક્યારેય તમારી પાસેથી કોઈ ખંડણી માંગી નથી ન તો અમે કોઈ પ્રકારનો નાણાકીય લાભ લીધો છે ન તો અમે ક્યારેય તમને કોઈ કામ માટે હેરાન કર્યા છે."
ADVERTISEMENT

"એક મેસે મોકલવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તમારા કર્મચારી તમારા શો દરમિયાન છોકરીઓનું શોષણ કરે છે અને તેમનો ફાયદો ઉઠાવે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન, તેને આપણા પંજાબની એક પુત્રીને ખોટા સપના બતાવીને છેતર્યા, તેને ગર્ભવતી બનાવી અને પછી તેને બ્લોક કરી હતી".
ADVERTISEMENT

"આ જ પ્રવાસ દરમિયાન અમને અન્ય મહિલાઓ તરફથી ફરિયાદો મળી કે તેને દિલજીતના નામે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું છે. અમે તમને દિલજીતને અને તમારી ટીમને એક મોકો આપી રહ્યા છીએ. કદાચ તમને આ વાતની જાણ નથી. તેથી જ અમે દિલજીત અને તેની ટીમને અનેક મેસેજ મોકલ્યા છે, આ માણસને તેમની ટીમમાંથી દૂર કરવા વિનંતી કરી. પરંતુ તેઓ પૈસા અને ખ્યાતિ કમાવવામાં એટલા વ્યસ્ત છે કે તેઓ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. તેઓ કદાચ માનવતા ભૂલી ગયા છે. તમે ગ્લોબલ લેવલે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરો છો આથી જ તમે આટલી નરમી બતાવી રહ્યા છો."
ADVERTISEMENT
"અમે તમને પહેલાથી જ બે મેસેજ મોકલી ચૂક્યા છીએ અને હવે આ ત્રીજી ચેતવણી છે. ત્યાર બાદ અમે તમને નુકસાન પહોંચાડીશું. અમારું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે; તમે કોઈપણ દેશમાં જસો અને અમે તમને ત્યાં મળીશું. માત્ર એક વાર રેકોર્ડ ચેક કરી લો. અમને મજબુર ન કરો તમારી જાતને સુધારો આત્મા તો છોડી દીધો છે શરીર અમે છોડાવીશું. આ વખતે, આગલી વખત વાત નહીં માનવાની ભૂલ કરીને જુઓ અને અમે તે વ્યક્તિનું નામ જાહેર કરીશું. અમે તમારા ઘરોમાં ઘૂસીને તમને જણાવીશું કે બળાત્કારીને સાથ આપવાના પરિણામો શું આવે છે."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દિલજીત અને તેની ટીમે આ ધમકીનો કોઈ જવાબ આપ્યો નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT