ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ધુરંધર માત્ર 42 દિવસ ચાલી તો તેને હીટ માની રહ્યા છે, શોલે 5 વર્ષ સુધી ચાલી હતી - રાકેશ બેદી

મનોરંજન / ધુરંધર માત્ર 42 દિવસ ચાલી તો તેને હીટ માની રહ્યા છે, શોલે 5 વર્ષ સુધી ચાલી હતી - રાકેશ બેદી

Published By: Nirav Kumar

Last Updated: 03:05 PM, 13 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધુરંધર ફિલ્મમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદીએ,શોલેની અને ધુરંધરની સફળતા વચ્ચે કમ્પેર કરતા મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમને કહ્યું કે શોલે પાંચ વર્ષ સુધી ચાલી હતી.

ADVERTISEMENT

ધુરંધર અને ધુરંધર: ધ રીવેન્જ ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મોના લીસ્ટમાં સામેલ થઇ ગઈ છે. આ ફિલ્મો અને તેના એક્ટરોની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. બોલીવુડમાં 1975માં રિલીઝ થયેલી શોલે સહિતની અમુક બીજી આઇકોનિક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. એવામાં ધુરંધરમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદીએ શોલે અને ધુરંધરની સફળતા વિશે વાત કરી છે.

એક જગ્યાએ આપેલા ઇન્ટરવ્યુમાં રાકેશ બેદીએ આ બંને ફિલ્મોની સફળતા વિશે ચર્ચા કરી હતી. જેમાં તેમને FTII તરફથી કોલેજ પ્લેસમેન્ટ મળ્યા હોવાના તેમના દાવા વિશે પૂછવામાં આવ્યું. આ પ્રશ્નના જવાબમાં રાકેશ બેદીએ શોલે વિશે વાત કરી હતી. તેમને કહ્યું હતું કે પ્લેસમેન્ટ 1976 માં થયું હતું, અને શોલે 1975 માં રિલીઝ થઈ હતી.

VTV DIGITAL
  • શોલે અને ધુરંધરની કમ્પૅરિઝન

આ રાકેશ બેદીએ જણાવ્યું કે શોલે ખૂબ જ હિટ ફિલ્મ હતી. તેમને કહ્યું કે, "શોલે દેશભરમાં ખૂબ જ સફળ રહી હતી. આજે ધુરંધરના કેટલા દિવસ થયા? 40 દિવસ. એક્જેક્ટ કહીએ તો 42 દિવસ. ધુરંધરે 42 દિવસમાં વિશ્વભરમાં કેટલો બીઝનેસ કર્યો? જો કોઈ ફિલ્મ 42 દિવસ સુધી ચાલે તો આપણે માનીએ છીએ કે તે ખૂબ જ સફળ છે. પરંતુ શોલે 5 વર્ષ સુધી ચાલી હતી."

આ શોના હોસ્ટે કહ્યું હતું કે લોકોએ શોલે  જોઈ પણ 5-5,10-10, 15-15 વખત જ હતી ને?ત્યારે રાકેશ બેદીએ જવાબ આપ્યો હતી કે, "તે સમયે વાત અલગ હતી. તે સમયે એટલા બધા થિયેટરો નહોતા. આજે ઘણા થિયેટરો છે. તે સમયે દેશભરમાં 500 -600 થિયેટરો હતા. આજે, 1000 થિયેટરો છે."

વધુ વાંચો : 'ધુરંધર'થી કર્તવ્ય સુધી...! આ સપ્તાહ OTT પર રિલીઝ થઇ રહી છે મોસ્ટ એવેટેડ ફિલ્મ-સિરીઝ

  • બ્લોકબસ્ટર ફિલ્મ શોલે

શોલે 15 ઓગસ્ટ 1975 ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, હેમા માલિની, જયા ભાદુરી, સંજીવ કુમાર અને અમજદ ખાન હતા. તે સમયે આ ફિલ્મે આશરે 15 કરોડની કમાણી કરી હતી અને ભારતીય સિનેમામાં પહેલી સિલ્વર જ્યુબલી મનાવનાર ફિલ્મ બની હતી. રમેશ સિપ્પીએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું જેની સ્ક્રિપ્ટ સલીમ-જાવેદ દ્વારા લખવામાં આવી હતી. આરડી બર્મને આ ફિલ્મમાં મ્યુઝીક આપ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar Sholay Rakesh Bedi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ