બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / DILIP KUMAR IS ON OXGYGEN SUPPORT

બોલિવૂડ / 'ટ્રેજડી કિંગ' દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર

ParthB

Last Updated: 05:38 PM, 7 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

98 વર્ષીય દિલીપ કુમારને ખારની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ડોકટરોના જણાવ્યા અનુસાર તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.

  • દિલીપ કુમારજીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
  • રવિવારે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • ફેફસાના નિષ્ણાત ડૉક્ટર જલીલ પાર્કર કરી રહ્યા છે સારવાર 

દિલીપ કુમારજીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
હિન્દુજા હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર, દિલીપ કુમારજીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. અભિનેતાને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાનીઓ થતાં તેમને રવિવારે મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલ લવાયા છે. અહીં ડોક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. ડોક્ટર જલીલ પારકર 98 વર્ષીય એક્ટરનો ઈલાજ કરી રહ્યાં છે. આ પહેલાં પણ મેમાં દિલીપ કુમારને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

રવિવારે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
દિલીપ કુમારની પત્ની સાયરા બાનો તેમના ફેન્સને એક્ટરના હેલ્થ વિશે અપડેટ આપતી રહે છે. આ પહેલાં પણ જ્યારે દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા તો તેની જાણકારી સાયરાએ મીડિયાને આપી હતી. ગયા વર્ષે જ દિલીપ કુમારના બંને નાના ભાઈઓ અસલમ ખાન અને એહસાન ખાનનું કોરોનાને કારણે નિધન થયું હતું. જે બાદ તેમણે પોતાનો જન્મદિવસ અને મેરેજ એનિવર્સિરી સેલિબ્રેટ કરી નહોતી. સાયરા બાનો અને દિલીપ કુમાર બોલીવૂડના તે કપલ્સમાંથી એક છે ક જેમના પ્રેમને ઉદાહરણ તરીકે બતાવવામાં આવે છે. અભિનેતાના સ્વાસ્થ્યને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યુ છે. 

ફેફસાના નિષ્ણાત ડૉક્ટર જલીલ પાર્કર કરી રહ્યા છે સારવાર 
હમણાં જ ટ્વિટર પર મહિતી આપતા લખવામાં આવ્યું છે કે, "દિલીપ સાહેબ હાલ ઑક્સીજન સપોર્ટ પર છે, વેન્ટિલેટર પર નહીં, તેમની તબિયત હાલ સ્થિર છે. પ્યુરલ એસ્પીરેશન (ફેફસામાંથી પાણી કાઢવું) કરવા માટે થોડાક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ફેફસાના નિષ્ણાત ડૉક્ટર જલીલ પાર્કર તેમની સારસંભાળ લઈ રહ્યા છે. રવિવારે કરવામાં આવેલ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે દિલીપ કુમારને બે -ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરવામાં આવશે. (ફોટો: ટ્વિટર) 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Dilip Kumar sayra bano દિલીપ કુમાર સાયરા બાનુ DILIPKUMAR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ