બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / Did UPI transfer money to wrong account by mistake? So don't worry, just follow these steps

તમારા કામનું / શું ભૂલમાં UPIથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા? તો ચિંતા ના કરો, બસ ફૉલો કરો આ સ્ટેપ્સ

Vishal Khamar

Last Updated: 02:43 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં દરેક વ્યક્તિએ પૈસા ટ્રાન્સફર કરવા માટે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જેમાં UPI પેમેન્ટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

  • આજના સમયમાં લોકો પૈસા ટ્રાન્સફર કરવા ડિજિટલ માધ્મનો ઉપયોગ કરે છે
  • UPI નો ઉપયોગ કરનારની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે
  • UPI થી પૈસા ટ્રાન્સફર અમુક વખત અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા જતા રહે છે

 યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPI થી આજકાલ નાણાં ટ્રાન્સફર કરવાની ખૂબ જ લોકપ્રિય રીત બની ગઈ છે. વધતા જતા ડિજિટલાઈઝેશન સાથે આજકાલ એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું ખૂબ જ  સરળ બની ગયું છે.UPI દ્વારા કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવા માટે તમારે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની પણ જરૂર નહીં પડે.આ કામ તમે ઘરે બેઠા બેઠા તમારા મોબાઈલ નંબરથી પણ કરી શકો છો. આજકાલ લોકો UPI એપ્સ જેમ કે Google Pay, Phone Pe, Paytm વગેરે દ્વારા સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ ઘણી વખત UPI થી પૈસા ટ્રાન્સફર કરતી વખતે પૈસા ખોટા ખાતામાં જાય છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કેટલાક સરળ પગલાંઓ અનુસરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો.

BHIM નો નિયમ શું કહે છે?
BHIM નાં નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ BHIM UPI એપથી કોઈ અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તો તે બીજી વખત તમે તેને પૈસા મોકલી શકશો નહિ. આ માટે તમારે રિસીવરને જ વિનંતી કરવી પડશે કેતે તમારા પૈસાને બીજી વખત ટ્રાન્સફર કરે. ત્યારે તમે BHIM એપથી પૈસા ટ્રાન્સફર કરો છો તો તમારે તમામ વિગતો ચેક કરવી ખૂબ જ જરૂરી છે. પૈસા જેને મોકલવાના છે તે વ્યક્તિની તમામ ડિટેઈલ ચેક કર્યા બાદ જ પૈસા ટ્રાન્સફર કરો અને તમને થનાર નુકશાનથી બચો.

બેંકને પણ જાણ કરી દેવી જરૂરી છે
જો તમારા પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો તમારે તરત જ તે એકાઉન્ટ નંબરનો સ્ક્રીન શોટ લઈ લેવો જોઈએ. જે બાદ તમારે બેંકનો સંપર્ક કરીને જે વ્યક્તિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તેનો સંપર્ક કરો. ત્યાર બાદ તમે જો ઈચ્છો તો બેંક મેનેજરને પણ આ અંગે જાણ કરી શકો છો. જે બાદ બેંક તમને મદદ કરી શકે છે અને તમને તમારે પૈસા પરત મળી શકશે. ધ્યાનમાં રાખો કે તમે બેંકને જેટલી જલ્દી તમામ માહિતી આપશો એટલી જલ્દી જ તમારા પૈસા પરત મળવાની સંભાવના વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ