બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / did sunil grover hint about coming back to kapil sharma show know what he said

મનોરંજન / શું સુનિલ ગ્રોવરે ધ કપિલ શર્મા શોમાં પરત આવવાના સંકેત આપ્યા છે? જુઓ શું કહ્યું ‘જવાન’ એક્ટરે

Manisha Jogi

Last Updated: 10:49 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુનિલ ગ્રોવર ફિલ્મ અને વેબ સીરિઝમાં જોવા મળે છે, પરંતુ તેમના ફેન્સ તેમને ટીવી શોઝમાં ખૂબ જ મિસ કરી રહ્યા છે. કપિલ શર્માના શોમાં સુનિલ ગ્રોવરની મસ્તી લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી.

  • સુનિલ ગ્રોવર તેમની ફિલ્મ ‘જવાન’ને લઈને ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે
  • સુનિલ ગ્રોવર ફિલ્મ અને વેબ સીરિઝમાં જોવા મળે છે
  • સુનિલ ગ્રોવરે કપિલ શર્મા શોમાં વાપસી માટેની હિંટ આપી

સુનિલ ગ્રોવર તેમની ફિલ્મ ‘જવાન’ને લઈને ખૂબ જ ફેમસ છે. શાહરૂખ ખાનની ફિલ્મમાં સુનિલ ગ્રોવરના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સુનિલ ગ્રોવર ફિલ્મ અને વેબ સીરિઝમાં જોવા મળે છે, પરંતુ તેમના ફેન્સ તેમને ટીવી શોઝમાં ખૂબ જ મિસ કરી રહ્યા છે. કપિલ શર્માના શોમાં સુનિલ ગ્રોવરની મસ્તી લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. સુનિલ ગ્રોવરે એક નિવેદન આપ્યું છે, જેના પરથી કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે કપિલ શર્મા શોમાં વાપસી માટેની હિંટ આપી છે. 

સુનિલ ગ્રોવર
મીડિયા રિપોર્ટ અનુસાર સુનિલ ગ્રોવરે જણાવ્યું છે કે, ‘હું અત્યાર સુધી વેબ શોઝ અને ફિલ્મોમાં બિઝી હતો, પરંતુ મને ટીવી પસંદ છે. જો મને કોઈ ટીવી માટે સારો રોલ આપે અથવા મહિલાનું પાત્ર ભજવવાનું કહેશે તો હું જરૂરથી કરીશે. હું શોઝમાં અનેક વાર મહિલા બન્યો છું અને આજે પણ સાડી પહેરીને દર્શકોને એન્ટરટેઈન કરવામાં મજા આવે છે. હું સાડીથી ક્યારેય બોર થતો નથી.’

રિંકૂ દેવીનું ફેમસ પાત્ર
સુનિલ ગ્રોવર કપિલ શર્મા શોમાં રિંકૂ દેવીનું પાત્ર ભજવતા હતા. આ પાત્ર માટે સુનિલ ગ્રોવર સાડી પહેરતા હતા, પરંતુ કપિલ સાથે ઝઘડો થયા પછી સુનિલ ગ્રોવરે આ શો છોડી દીધો હતો. કપિલ માફી માંગ્યા પછી પણ સુનિલ શોમાં પાછા આવ્યા નહોતા. સુનિલ ગ્રોવરે શો છોડ્યો તેમ છતાં તેઓ એકબીજાના જન્મદિવસ પર બર્થ ડે વિશ કરે છે. કોઈને પણ તકલીફ થાય તો તેઓ એકબીજાની મદદ કરે છે. 

વાયરલ વિડીયોઝ પર નિવેદન
સુનિલ ગ્રોવર સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે ખૂબ જ ચર્ચામાં રહે છે. તેઓ ક્યારેક રસ્તા પર ચશ્મા વેચતા, વાળ કાપતા, તો કપડા ધતો જોવા મળે છે. સુનિલ ગ્રોવર જણાવે છે કે, ‘હું એક સામાન્ય માણસ છું. બાળપણમાં જ્યારે પણ ટ્રાવેલ કરતો હતો, ત્યારે આવી જ દુકાન પર જતો રહેતો હતો. મને જે કરવું પસંદ છે, તે જ શેર કરું છું. જેની મદદથી લોકોને સામાન્ય બાબત વિશે પણ જણાવું છું કે, કેવી રીતે લોકો સોશિયલ મીડિયા પર હાઈ વસ્તુ જોવે છે. આ પણ એવો જ એક માહોલ છે, જે જોવો જોઈએ.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ