બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સધાપુરામાં કેસુડાના ફૂલ ઉતારવા ગયેલા ખેડૂતનું કરંટ લાગતા મોત, વૃક્ષ પર ફૂલ તોડતાં આંચકો
Last Updated: 02:37 PM, 4 March 2026
ધુળેટીની પર્વની ઉજવણી વચ્ચે વડોદરાનાં સાવલીમાં એક કરુણ દુર્ઘટના બની છે. સાવલી તાલુકાનાં સધાપુરા ગામે યુવાનને કરંટ લાગતા મોત નીપજ્યું છે. હોળી-ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો છે. કેસૂડાં ફૂલ પાડવા ગયેલા 29 વર્ષીય ખેડૂતને વીજ કરંટ લાગતા ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તહેવારના દિવસે આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગરમ ગુજરાત! 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતાં સાવલી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધુળેટીના દિવસે જ્યાં એક તરફ પર્વની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આવી કરૂણ ઘટના બનતા સમગ્ર ગામમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ધુળેટીના દિવસે યુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.