બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Dhirendra Shastri spreads superstitions accept our challenge Vigyan Jatha

રાજકોટ / "ધીરેન્દ્ર શાસ્ત્રી અધશ્રદ્ધા ફેલાવે છે, સાચા હોય તો અમારી ચેલેન્જ સ્વીકારે", વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો ખુલ્લો પડકાર

Kishor

Last Updated: 10:59 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવી ઉલ્લુ બનાવતા હોવાનો દાવો કર્યો હતો.

  • ધીરેન્દ્ર શાસ્ત્રી પર બોલ્યા જયંત પંડ્યા
  • ધીરેન્દ્ર શાસ્ત્રી અધશ્રદ્ધા ફેલાવે છે
  • સાચા હોય તો અમારી ચેલેન્જ સ્વીકારે

ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ જયંત પંડ્યાએ ફરી એકવાર પડકાર ફેંક્યો છે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને જો એ સાચા હોય તો અમારી ચેલેન્જ સ્વીકારે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એવુ પણ જણાવ્યું હતું કે તે લોકોને પાગલ કહે છે તેમ છતાં લોકો જાય છે. જે ગંભીર બાબત કહેવાય!

કાયદો વ્યવસ્થા જોખમાવવાની ભીતિ
દિવ્ય દરબારમાં રાજકોટની વિજ્ઞાન જાથા નામની સંસ્થાએ હાજરી આપી ધીરેન્દ્ર શસ્ત્રીને સવાલો કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાતો હોવાથી જાથાના જયંત પડ્યાં સુરત જઈ રહ્યા હતા. આ વેળાએ તારાપુર ચોકડી આગળ પહોંચતા જ કાયદો વ્યવસ્થા જોખમાવવાની ભીતિ હોવાથી તમને આ પ્રસંગમાં હાજરી આપવા જવા દેવામાં આવશે નહીં તેવું કહી પોલીસે તેઓને અટકાવ્યા હતા. જ્યા વિજ્ઞાન જાથાને કાં તો પરત ફરવા અથવા તો સાંજ સુધી અટકાયતમાં રાખવાનું પોલીસે જણાવ્યું હતું આથી જયંતીભાઈ પોતાને ટીમ સાથે રાજકોટ પરત ફર્યા હતા. 

શું થયું હતું કે જ્યારે ખુદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની બાગેશ્વર ધામમાં લાગી  હતી અરજી, VIDEOમાં કર્યો ખુલાસો | Bageshwar Dham Watch What happened when  Pandit Dhirendra ...

1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં દરબાર
1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજશે. ત્યારે આ મામલે વિજ્ઞાન જાથાના જયંતભાઈએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પરચી અને પરચા થકી લોકોને ઉલ્લુ બનાવે છે જેની સામે અમારો સખ્ત વિરોધ અને વાંધો છે.આ ષડયંત્રનો ભાગ છે. માઈન્ડ રોડિંગ મારફતે અમુક વસ્તુ શક્ય છે પરંતુ આ ભ્રમિત વાત હોવાનો જાથાએ દાવો કર્યો હતો. સાથે સાથે તેઓએ કહ્યું કે રાજકોટના કાર્યક્રમમાં અમારા 50 કાર્યકર્તાઓ હશે અને રાજકોટના દરબારમાં પણ વિરોધ કરવામાં આવશે બે દિવસ પહેલાથી જ અમારા વિરોધના કાર્યક્રમો શરૂ રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ