બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / dharmendra gave a very clever reply to a troller that became viral

બોલીવુડ / નેતાજીનો ફોટો શેર કરતાં ટ્રોલર્સે કહ્યું પાગલ થઈ ગયા છો? ધર્મેન્દ્રએ આપ્યો એવો જવાબ કે થઈ ગયો વાયરલ

ParthB

Last Updated: 11:20 AM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધર્મેન્દ્રને ટ્રોલર દ્વારા તમે પાગલ તો નથી થઈ ગયાને, એમ પૂછવા પર તેમણે ટ્રોલરને આપ્યો એવો જવાબ કે જેણે તેમના ફેન્સને ખૂશ કરી દીધા

  • ધર્મેન્દ્ર રહે છે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ
  • ધર્મેન્દ્રનો જવાબ વાયરલ થઈ રહ્યો છે
  • ધર્મેન્દ્ર હવે કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે


બોલીવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેમની સૌથી ખાસ બાબત એ છે કે તેઓ પોતાનાં અકાઉન્ટથી પોતાના ફેન્સ અથવા ટ્રોલર્સને પણ ખૂબ જ બેબાકીથી જવાબ આપે છે. થોડા દિવસો પહેલા તેમને સલમાન ખાન વિષે પૂછવામાં આવ્યું તો ઘણી ચતુરાઈથી તેમણે જવાબ આપ્યો હતો. હાલમાં જ સોશ્યલ મીડિયા પર પર તેમને એક ટ્રોલરે ટ્રોલ કરવાની કોશિશ કરી જેના પર ધર્મેન્દ્રએ તેને ખૂબ જ મજેદાર જવાબ આપ્યો છે. એ ટ્રોલરે ધર્મેન્દ્રને પૂછ્યું કે શું તેઓ પાગલ છે, તેના પર ધર્મેન્દ્રએ તેને જવાબ આપ્યો કે કોઈ વાંધો નહીં અંશુમન, પગલપંનથી જ જીવનમાં ઇંકલાબ આવે છે. ધર્મેન્દ્રને ચાહવવાળાઓ આ જવાબના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.



ધર્મેન્દ્રનો ટ્વીટ થઈ રહ્યો છે ખૂબ વાયરલ
ધર્મેન્દ્રએ ટ્વિટટર પર એક પોસ્ટ કરી હતી જે સુભાષ ચંદ્ર બોસ સાથે સંબંધિત હતી. એમના ટ્વિટટર પર એમના ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી હતી તથા સૌથી ખાસ વાત એ છે કે ધર્મેન્દ્ર તેમાંથી ઘણા ફેન્સને જવાબ પણ આપી રહ્યા હતા. જેના પર એક અક્ષય નામના યુઝરે કમેન્ટ કરી કે આટલી મોડી રાત સુધી જાગવું સ્વાસ્થ્ય માટે ઠીક નથી સર. ધર્મેન્દ્રએ તેને જવાબ આપ્યો કે ઊંઘનાં પણ પોતાના નખરાં હોય છે અક્ષય, ક્યારેક ક્યારેક ઉપાડવા પડે છે. હવે સૂઈ જઈશ. ત્યાર બાદ તેમણે એ ટ્રોલનો જવાબ આપ્યો જેણે તેને પાગલ કહ્યા હતા. તેને પણ ધર્મેન્દ્રએ ખૂબ જ આરામથી જવાબ આપ્યો.

ધર્મેન્દ્રએ ટ્રોલરને આપ્યો પ્રેમથી જવાબ
ધર્મેન્દ્રને આમ જ થોડા દિવસો પહેલા સલમાન ખાનનાં જન્મદિવસ પર એક યુઝરે પૂછ્યું હતું કે તેમણે સલમાન ખાનને બર્થ ડેની શુભકામનાઓ કેમ ન આપી ત્યારે ધર્મેન્દ્રએ તે જ સમયે સલમાન ખાનને સાપ કરડવાની ઘટનાની વાત કરતાં કહ્યું હતું કે તેઓ સલમાન સાથે વાત કરીને તેના હાલચાલ પૂછતાં રહે છે. સલમાન અને ધર્મેન્દ્ર એક બીજાની ખૂબ જ નજીક છે તથા આ વાત પૂરી ઇન્ડસ્ટ્રી જાણે છે.

કરણ જોહરની ફિલ્મમાં જોવા મળશે
ધર્મેન્દ્ર હાલમાં કરણ જોહરના નિર્દેશન હેઠળ બની રહેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ઘણા દિવસો સુધી દિલ્હીમાં ચાલ્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે રણવીર સિંહ તથા આલિયા ભટ્ટ. આ ફિલ્મથી ઘણા વર્ષો બાદ ફરી ડાયરેક્શન ક્ષેત્રમાં કરણ જોહર વાપસી કરવાના છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendra TROLL Twitter ટ્રોલ ટ્વિટટર ધર્મેન્દ્ર Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ