ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મહાશિવરાત્રી પર સુખ-સમૃદ્ધિ અને ભોલેનાથની કૃપા માટે આ 5 ઉપાય કરવા શુભ

Mahashivratri 2026 / મહાશિવરાત્રી પર સુખ-સમૃદ્ધિ અને ભોલેનાથની કૃપા માટે આ 5 ઉપાય કરવા શુભ

Published By: Priyankka Triveddi

Last Updated: 07:42 AM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahashivratri 2026: મહાશિવરાત્રીનું પર્વ ભગવાન શિવની ઉપાસના માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધા રાખીને જો નાના-નાના ઉપાયો કરવામા આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવી માન્યતા છે કે સાચા મનથી ભોળાનાથને પ્રસન્ન કરવા પર તેમની વિશેષ કૃપા ભક્તો પર વરસે છે.

ADVERTISEMENT

Mahashivratri 2026: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીન પર્વનું સવિશેષ મહત્ત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર આ પર્વ દરેક વર્ષે મહા મહિનાની વદ તેરસની તિથી પર ઉજવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે મહાદેવ અને પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીણી રાતે પૂજા-પાઠ, જપ, તપ અને ધાર્મિક અનુષ્ઠાન કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં આ દિવસે પૂજા અને ઉપાય કરવા ખૂબ શુભ અને લાભકરી સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે આજે એટલે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે કયા કયા ઉપાય કરવાથી લાભ મળશે.

મહાશિવરાત્રી પર કરો આ ખાસ ઉપાય

ભોળાનાથને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. બીલીપત્ર વિના શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. એવામાં આજે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બીલીપત્ર ખાસ અર્પણ કરવા જોઈએ. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત્ર પર ખુલશે.

shiv-main

શિવલિંગ પર ચડાવો આ પાંચ ફળ

મહાશિવરાત્રી પર કરિયરમાં સફળતા અને ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર 5 પ્રકારના ફળ જરૂર અર્પણ કરવા જોઈએ. આ પાંચ ફળો છે - ધતૂરો, બિલી, બોર, કેળાં અને સફરજન. આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

panchamrut.jpg

પંચામૃત

મહાશિવરાત્રી પર શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવું એ ખૂબ શુભ અને સારું માનવામાં આવે છે. આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અનેદાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

divo

દીવો કરો

મહાશિવરાત્રી પર સવારે અને સાંજે શંકર ભગવાનના મંદિરે જઈને ભોળાનાથને કપૂર અને લવિંગ નાખીને દીવો અપરોન કરો. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે.

આ પણ વાંચો: શિવ મંદિરથી પાછા આવતાં ન કરતાં આ 5 ભૂલ, પડે છે અશુભ પ્રભાવ

Vtv App Promotion

મહામૃત્યુંજયનો જાપ

માનસિક શાંતિ અને ડરને દૂર કરવા માટે મહાશિવરાત્રીની રાતે 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ અકરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રી પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે રુદ્રાક્ષને ધારણ કરવો પન ખૂબ શુભ સાબિત થશે. આનાથી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahashivratri remedies Lord Shiva worship Mahashivratri 2026

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ