બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શું તમે જાણો છો કે હોલિકા દહનની રાખ માથે કેમ લગાવાય છે? સમજો તેની પાછળનું ધાર્મિક મહત્વ
Last Updated: 12:36 PM, 26 February 2026
Holi Dahan Tips: રંગોના તહેવાર હોળી ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો જ બચ્યા છે. પંચાંગ અનુસાર વર્ષ 2026 માં હોલિકા દહન 2 માર્ચના રોજ કરવામાં આવશે. સનાતન ધર્મમાં હોલિકાની અગ્નિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પંરતુ શું તમે જાણો છો કે આ હોલિકા દહનની રાખ એટલે કે ભસ્મ પણ એટલી જ ચમત્કારી હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીની રાખને માથે લગાવવાથી અને ઘરમાં યોગ્ય જગ્યાએ રાખવાથી જીવનના કષ્ટ દૂર થાય છે. ચાલો જાણીએ આ આ વર્ષના હોલિકા દહનના સાચા મુહૂર્ત અને રાખના ઉપાય.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર હોલિકા દહનની ભસ્મમાં નકારાત્મક શક્તિ અને નેગેટિવ એનર્જી બળીને રાખ થઈ જાય છે. એવામાં એની રાખને શુભ અને શુદ્ધ માનવામાં આવે છે. તેને માથે લગાવવા પાછળ અમુક માન્યતાઓ પણ છે.
ADVERTISEMENT
જો તમે હોલિકાની રાખ ઘરમાં લાવો છો તો તેને સાચી જગ્યાએ મૂકવી ખૂબ જરૂરી છે. માન્યતા અનુસાર રાખને કોઈ ખાલી ડબ્બા કે લાલ કપડામાં બાંધીને પૂજાના સ્થળે રાખવી જોઈએ. આને તિજોરી કે પૈસા મુક્ત હોય એ જગ્યાએ પણ રાખી શકો છો. જેનાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. થોડી રાખ દરવાજા પર છાંટવાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. હોળી દહન પછી અગ્નિ ઠંડી થયા બાદ થોડી રાખ રાખી લો. બીજા દિવસે સ્નાન કરીને જમણા હાથે અનામિકા આંગળીથી માથે તિલક કરો. આ તિલક કરતી વખતે ભગવાન વિષ્ણુ કે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો.
ADVERTISEMENT

ADVERTISEMENT
હોલિકા દહનની કથા ભક્ત પ્રહલાદ અને તેના પિતા હિરણ્યકશ્યપ સાથે જોડાયેલી છે. જ્યારે હિરણ્યકશ્યપએ પોતાના પુત્ર પ્રહલાદને ભગવાનની પૂજા કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની બહેન હોલિકાને અગ્નિમાં બેસાડી. જોકે ભગવાનની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. આ ઘટનાને દુષ્ટતા પર સારા અને અહંકાર પર શ્રદ્ધાના વિજય તરીકે જોવામાં આવે છે. તેથી હોલિકા દહનની અગ્નિને પવિત્ર અને શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.