ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / દિવાળી પર પડતર દિવસ આવવાનું કારણ શું? સમજો હિંદુ પંચાંગ અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચે ગોઠવણનું ગણિત

Diwali 2025 / દિવાળી પર પડતર દિવસ આવવાનું કારણ શું? સમજો હિંદુ પંચાંગ અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચે ગોઠવણનું ગણિત

Published By: Priyankka Triveddi

Last Updated: 09:03 AM, 21 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી 2025માં તિથિઓના ફેરફારને કારણે “પડતર દિવસ” આવતો હોય છે. જાણો હિંદુ પંચાંગ અને ચંદ્રની ગતિ પ્રમાણે પડતર દિવસનું વૈજ્ઞાનિક કારણ, અમાસની તિથિની અનિશ્ચિતતા અને નવા વર્ષની ઉજવણીની સાચી તારીખ વિશે વિગતવાર માહિતી.

ADVERTISEMENT

Diwali Padtar Divas: દિવાળી અને નવા વર્ષની ઉજવણીને લઈને આ વર્ષે લોકોમાં થોડી અસમંજસ છે. તિથિઓના ફેરફારને કારણે ઘણા વિસ્તારોમાં દિવાળી અને નૂતન વર્ષની તારીખ અલગ અલગ દર્શાવવામાં આવી રહી છે. આ સ્થિતિ પાછળનું રહસ્ય “પડતર દિવસ” છે — જેની ગણતરી હિંદુ પંચાંગ અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચેના તફાવતને કારણે થાય છે.

diwali-3news

સૂર્ય અને ચંદ્રની ગણતરી વચ્ચેનો તફાવત

હિંદુ પંચાંગમાં વર્ષ અને તહેવારોની ગણતરી ચંદ્રની કળાઓ પર આધારિત હોય છે, જ્યારે અંગ્રેજી કેલેન્ડર સૂર્યના ગતિચક્ર પર ચાલે છે. આ બંને વચ્ચે તાલમેલ સાધવા માટે સમયાંતરે “પડતર દિવસ”નો ઉમેરો થાય છે. આ દિવસ એવો ગણાય છે જે એક પણ વર્ષમાં પૂરેપૂરો ફિટ થતો નથી — એટલે કે એક વર્ષ પૂરું થાય અને બીજું શરૂ થાય તેની વચ્ચેનો વધારાનો દિવસ.

amas amavasya new logo

અમાસની તિથિ અને દિવાળીની અનિશ્ચિતતા

દિવાળી હંમેશા આસો અમાસની તિથિ પર ઉજવાય છે. પરંતુ અમાસ ઘણી વાર રાતે મોડે શરૂ થઈને બીજા દિવસ સુધી ચાલે છે. તેથી કયા દિવસે દીપોત્સવ મનાવવો તે અંગે ભ્રમ ઊભો થાય છે. ભારતીય પંચાંગ અનુસાર ચંદ્રની કળાઓ 30 ભાગમાં વહેંચાયેલી છે. પરંતુ ચંદ્ર તે ચક્રને 30 દિવસ કરતાં થોડા વહેલા સમયમાં પૂરો કરે છે જેના કારણે દર મહિને તિથિમાં થોડો ફેરફાર થાય છે.

Earth Moon Distance

આ વર્ષે બે દિવસ અમાસ

આ વર્ષે અમાસની તિથિ બે દિવસ સુધી ચાલુ રહેવાની પરિસ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં લોકો પહેલી અમાસના દિવસે દિવાળી ઉજવે છે, જ્યારે કેટલાક બીજા દિવસે દીપોત્સવ મનાવે છે. આથી જ અનેક પંચાંગો અલગ અલગ તારીખો બતાવે છે અને જ્યોતિષીઓ વચ્ચે મતભેદ જોવા મળે છે.

Diwali-celebration-in-india

પડતર દિવસ પછી નવું વર્ષ શરૂ કેમ થાય છે

જ્યારે પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ પણ અમાસ હોય છે. ત્યારે નવા વર્ષની પહેલી તિથિ શરૂ થતી નથી. માન્યતા મુજબ, નવું વર્ષ દેવદર્શનથી શરૂ થવું જોઈએ. તેથી એ પછીના દિવસે, જ્યારે નવી તિથિ (એકમ) શરૂ થાય છે, તેને નૂતન વર્ષનો પહેલો દિવસ માનવામાં આવે છે. આ રીતે વચ્ચેનો એક દિવસ “પડતર દિવસ” તરીકે ગણાય છે. જે કોઈ પણ વર્ષનો ભાગ નથી.

વધુ વાંચો: ભાવનાઓ હાવી થશે, નિર્ણય કરી પસ્તાશો, આ જન્મ તારીખવાળાનો પડતર દિવસ બગડશે

vtv app promotion

નક્ષત્ર આધારિત વૈજ્ઞાનિક કારણ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, આસો માસની અમાસ બાદ ચંદ્રે ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશવું હોય છે. જો ચંદ્ર તે નક્ષત્રમાં સમયસર ન પહોંચે, તો એકમની શરૂઆત મોડેથી થાય છે. આથી, દિવાળીનાં તહેવાર પછીનો દિવસ ખાલી (પડતર) ગણાય છે અને નવા વર્ષની શરૂઆત બીજે દિવસે થાય છે. આ આધુનિક ગણતરીઓના કારણે પડતર દિવસની પ્રથા ચાલે છે, જ્યારે પ્રાચીન ગણતરીઓમાં તેનો ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Padtar Day Gujarati New Year Diwali 2025

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ