બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:28 AM, 15 October 2025
Dhanteras Gold Muhurat: અગિયારસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ જશે ત્યારે ધનતેરસ એ લક્ષ્મી અને કુબેરની પૂજા માટેનો ખાસ તહેવાર છે. ધનતેરસ આસો મહિનાની વદ તેરસની તિથીએ આવે છે. અને આ વર્ષે ધનતેરસ 18 ઓકટોબર 2025ના રોજ ઉજવાશે. આ દિવસે આયુર્વેદના દેવ ધન્વંતરિ, માં લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી કે વાસણોની ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવે છે. જો તમે પણ આ ધનતેરસ પર સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો જાણી લો ખરીદીના શુભ મુહૂર્ત વિશે.
ADVERTISEMENT

ધનતેરસનું મહત્વ
ADVERTISEMENT
ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ધનતેરસ પર સોનું ખરીદવા માટે અમૃત કાળ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. 18 ઓક્ટોબરે અમૃત કાળ સવારે 8:50 થી 10:33 સુધી રહેશે. ધાર્મિક માન્યતા છે કે આ સમય દરમિયાન સોનું અને ચાંદી ખરીદવાથી ધન વધે છે.
ADVERTISEMENT
સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત - સવારે 8:50 થી 10:33 સુધી
ADVERTISEMENT
ધનતેરસ પર ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો શુભ મુહૂર્ત પ્રદોષ કાળ છે. તે 18 ઓક્ટોબરના રોજ સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી છે. આ સમય દરમિયાન, તમે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકો છો.
પૂજાનું મુહૂર્ત : સાંજે 7:16 થી 8:20 સુધી
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર ખરીદી માટે ત્રણ શુભ સમય છે.
વધુ વાંચો: દિવાળી બાદ મંગળ ગોચર કરશે માલામાલ, ફાવી જશે આ રાશિના જાતકો

લક્ષ્મીજીની મૂર્તિ

ધનતેરસના દિવસે ચાંદી અથવા માટીના લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદો.મૂર્તિ ખરીદીને પૂજા કરો. ધ્યાન રાખો કે મૂર્તિની ઊંચાઈ અંગૂઠા જેટલી હોવી જોઈએ. પૂજા કર્યા બાદ આ મૂર્તિઓને તિજોરી અથવા કબાટમાં મૂકી દો.
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.