બ્રેકિંગ ન્યુઝ
11 ફોટો ગેલેરી
Last Updated: 09:15 AM, 22 September 2025
1/11
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે આવતી ચાર નવરાત્રિઓમાં શારદીય નવરાત્રિને સૌથી શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રિ થશે. આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
2/11
નવરાત્રિના પહેલા દિવસે, દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સમૃદ્ધિ અને ખુશી મળે છે. આ દિવસે ભક્તો ખાસ કરીને પોતાના ઘરોમાં સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. માતા શૈલપુત્રી હિમાલય રાજાના પુત્રી છે. માના સ્વરૂપની સવારી નંદી છે. તેમનાં જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. બીજ મંત્ર - ઓમ શૈલપુત્રી દેવ્યૈ નમઃ
3/11
નવરાત્રિના બીજા દિવસે, દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેમનું ધ્યાન કરવાથી ત્યાગ, સદાચાર અને ધીરજની પ્રેરણા મળે છે. આ દિવસ ધીરજ અને આધ્યાત્મિક અભ્યાસ માટે સમર્પિત છે. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. માનવામાં આવે છે કે દુર્ગા માતા કુંવારા હતાં ત્યારે તેઓ બ્રહ્મચારિણીનાં સ્વરૂપથી ઓળખાતાં હતાં. બીજ મંત્ર - હ્રીં શ્રી અંબિકાયે નમઃ
4/11
નવરાત્રિના ત્રીજા દિવસે, દેવી દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળે છે. ભક્તો આ દિવસે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ખાસ ધ્યાન કરે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. બીજ મંત્ર - ઐં શ્રીં શક્તયૈ નમઃ
5/11
નવરાત્રિના ચોથા દિવસે, કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ખ્યાતિ, સંપત્તિ અને લાંબા આયુષ્યના આશીર્વાદ મળે છે. આ દિવસ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મહત્ત્વપૂર્ણ છે. માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. તેમનું સ્વરૂપ આઠ ભુજાઓ ધરાવે છે. જેઓ સાચા મનથી માતા કુષ્માંડાની પૂજા કરે છે તેની દરેક મનોકામના માતા પૂરી કરે છે. બીજ મંત્ર - એં હ્રીં દેવ્યૈ નમઃ
6/11
નવરાત્રિના પાંચમા દિવસે, માતાના દેવી સ્કંદમાતાના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનમાં મુશ્કેલીઓ અને દુ:ખમાંથી મુક્તિ મળે છે. માતાનાં આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. અને માતા-પુત્ર સિંહની સવારી કરે છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે અને આ કારણે તેમને સ્કંદમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજ મંત્ર - હ્રીં ક્લીં સ્વમિન્યૈ નમઃ
7/11
નવરાત્રિના છઠ્ઠા દિવસે, દેવી દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે, શત્રુઓનો નાશ થાય છે અને મનમાં શાંતિ આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે અને એ સાહસનું પ્રતીક છે. આ માતાની સવારી સિંહ છે અને તેમની ચાર ભુજાઓ છે. બીજ મંત્ર - ક્લીં શ્રી ત્રિનેત્રાયૈ નમઃ
8/11
નવરાત્રિના સાતમા દિવસે, દેવી દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળે છે. આ માતાનું રોદ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભરાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમણે આ રૂપ ધારણ કર્યું હતું.માતા કાલરાત્રિની પૂજાથી જીવન મંગળમય બનશે. ભક્તિ કરવાથી દુષ્ટોનો નાશ થશે અને ગ્રહબાધા દૂર થાય છે. બીજ મંત્ર - ક્લીં ઐં શ્રી કાલિકાયૈ નમઃ
9/11
નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. માતાનું આ રૂપ શાંતિ-જ્ઞાનનું પ્રતીક છે. મહાગૌરીની પૂજા કરીને તણાવમાંથી મુક્તિ અને ધન-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, અસંભવ કાર્યો પણ પૂરા થાય છે. તમામ પ્રકારના પાપો દૂર થાય છે. બીજ મંત્ર - શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમઃ
10/11
નવરાત્રિના નવમા દિવસે, સિદ્ધિદાત્રીના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેનાથી માતા દેવીની પૂજાના નવ દિવસની સમાપન થાય છે. આ દિવસે, ભક્તો માતા દેવીની કૃપાથી તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળનાં ફૂલ પર બિરાજમાન છે. બીજ મંત્ર - હ્રીં ક્લીં ઐં સિદ્ધયે નમઃ
11/11
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ