બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:08 PM, 31 May 2025
હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે હજારો ભક્તો દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનો ઉપવાસ કરે છે. આ રીતે વર્ષે કુલ 24 એકાદશીઓ આવે છે. પરંતુ આ બધી એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ અને કઠિન વ્રત માનવામાં આવે છે નિર્જલા એકાદશી. આ એકાદશી દરમિયાન ન માત્ર અન્ન પરંતું પાણી પણ સેવન કરવાનું હોતું નથી, તેથી તેને "નિર્જલા" એટલે કે "બિનજળવાળી" એકાદશી કહેવામાં આવે છે.
ADVERTISEMENT

નિર્જલા એકાદશી દર વર્ષે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 6 જૂન 2025, ગુરુવારના રોજ રાખવામાં આવશે. ગ્રહસ્થો અને સામાન્ય ઉપવાસીજન 6 જૂને વ્રત રાખશે અને 7 જૂને પારણું કરશે. જયારે વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ 7 જૂને ઉપવાસ કરશે અને 8 જૂને એકાદશીનું પારણું કરશે.
ADVERTISEMENT

જ્યેષ્ઠ શુક્લ એકાદશી તિથિનું પ્રારંભ 6 જૂન બપોરે 2:15 વાગ્યે થશે અને તે 7 જૂન સવારે 4:47 વાગ્યે સમાપ્ત થશે. વ્રતનો પારણો 7 જૂન 2025ના રોજ બપોરે 1:57 વાગ્યાથી સાંજે 4:36 વાગ્યા વચ્ચે કરવો શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : તમારી સફળતાના દુશ્મન કોણ? ચાણક્ય નીતિની આ 5 રીતોથી ઓળખો ઈર્ષાળુ લોકોને
ADVERTISEMENT
નિર્જલા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે કારણ કે એવું માનવામાં આવે છે કે જે ભક્તો વર્ષભરની બધી એકાદશીઓનું વ્રત રાખી શકતા નથી તેઓ માત્ર નિર્જલા એકાદશીનું વ્રત રાખીને બધી એકાદશીનું ફળ મેળવી શકે છે. આ વ્રત ભીમસેનના પ્રસંગથી પણ જોડાયેલું છે તેથી તેને "ભીમસેની એકાદશી" પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, ભીમસેન ભગવાન વ્યાસજીના આદેશથી આ વ્રત રાખી શક્યા અને સમગ્ર એકાદશી વ્રતોનું ફળ મેળવ્યું.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.