બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / તમારી સફળતાના દુશ્મન કોણ? ચાણક્ય નીતિની આ 5 રીતોથી ઓળખો ઈર્ષાળુ લોકોને

ચાણક્ય નીતિ / તમારી સફળતાના દુશ્મન કોણ? ચાણક્ય નીતિની આ 5 રીતોથી ઓળખો ઈર્ષાળુ લોકોને

Last Updated: 11:20 AM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં ઘણા એવા લોકો મળ્યા કરે છે જે તમારી સફળતા, ખુશી કે પ્રગતિ જોઈ શકતા નથી. ચાણક્ય નીતિ મુજબ, આવા ઈર્ષાળુ અને બેમુકામ લોકોથી સાવધાન રહેવું અત્યંત જરૂરી છે.

દરેક વ્યક્તિના જીવનમાં કેટલાક લોકો એવા હોય છે, જે પોતાની ખુશી કરતા બીજાની દુખી સ્થિતિથી વધુ સંતોષ પામે છે. આવા લોકો તમારા વિકાસ, સફળતા કે ખુશીથી આંતરિક રીતે અસહજ અનુભવે છે. સામેથી મીઠી વાત કરે છે પણ પાછળથી તમારી નિંદા કરે છે. ચાણક્ય નીતિ અનુસાર આવા લોકોથી સાવચેત રહેવું જરૂરી છે, કારણ કે તે તમારું બહુ મોટું નુકસાન કરી શકે છે.

chankya-2

પાછળ વાત કરનાર માણસોથી સાવચેત

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ઈર્ષાળુ લોકો ન તો પોતે આગળ વધી શકે છે અને ન બીજાને આગળ વધવા દે છે. એવા લોકોને ઓળખવું ખૂબ જરૂરી છે. પ્રથમ, જે લોકો તમારી પીઠ પાછળ ખરાબ વાત કરે છે અને સામે મીઠી ભાષા બોલે છે, તેઓથી સાવચેત રહો. આવા લોકો ઈર્ષાથી ભરેલા હોય છે અને તમારી છબી ખરાબ કરવાનો સતત પ્રયાસ કરે છે.

chankya-3

આ વ્યક્તિઓ તમારી પ્રગતિ નથી જોઇ શક્તા

બીજું, જ્યારે તમે સફળતા મેળવો ત્યારે જે લોકો ખુશ રહેવાને બદલે ચૂપ રહે છે અથવા નકારાત્મક ટિપ્પણી કરે છે, એ પણ ઈર્ષાળુ સ્વભાવ ધરાવે છે. ત્રીજું, જેમને હંમેશા તમારી સાથે પોતાની સરખામણી કરવાની ટેવ હોય છે અને સતત ટિપ્પણીઓ કરે છે કે "એ તો એમ જ કરે છે", "મારે પણ એ જ લેવું છે" – એ વ્યક્તિઓ પણ તમારી પ્રગતિ જોઈ શકતી નથી.

app promo2

ચોથું અને મહત્વની વાત

ચોથું, જે લોકો તમારા દરેક સારા કામમાં પણ ખામી શોધે છે, મજાક ઉડાવે છે, અથવા તમારી મહેનતની કદર ન કરે – તેઓ પણ ઈર્ષાળુ હોય છે. છેલ્લું, ખોટી પ્રશંસા કરનારા લોકો પણ ખતરનાક હોય છે. તેમના શબ્દો મીઠા લાગે છે પણ અંદરથી તીવ્ર ઈર્ષા છુપાયેલી હોય છે.

આ પણ વાંચો : ઘરમાં તુલસીનો છોડ કેમ ઉગાડવો જોઇએ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ થશે ચમત્કાર

અપનાવો ચાણક્ય નીતી

આવા લોકોથી બચવા માટે ચાણક્ય જણાવે છે કે વ્યક્તિએ પોતાની અંગત વાતો બધાને કરવી જોઈએ નહીં. ખાસ કરીને એવી વ્યક્તિઓને, જે તમારા વિશે ગુપ્ત રીતે ગપસપ કરે છે. આવા લોકો સાથે દલીલ કરવા કરતા ચૂપ રહેવું વધુ સારું છે. પોતાની ઉર્જા સકારાત્મક લોકો તરફ વાળો, જે તમને સમજે, પ્રોત્સાહન આપે. પોતાનું ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત રાખો, પછાડનારા લોકો પર નહિ. કેમ કે, જે લોકો તમારાથી ઈર્ષા કરે છે, તેઓ તમારું ધ્યાન ભટકાવવા માંગે છે. તમારું ધ્યાન તમારા કામ પર રહેશે, તો તમારી સફળતા સુધી પહોંચવું નિશ્ચિત છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chanakya Neeti Toxic people Jealous people
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ