બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:18 AM, 31 May 2025
તુલસીનો છોડ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તે માત્ર એક સાધારણ છોડ નથી પણ તેને દેવી રૂપ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે અને માન્યતા છે કે જ્યાં તુલસી હોય ત્યાં દેવી-દેવતાઓનો વાસ રહે છે. આ કારણે લગભગ દેરક ઘરમાં મહિલાઓ દરરોજ સવારે તુલસીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસી રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. ખાસ કરીને તેને આંગણામાં અથવા ઘરના પૂર્વ દિશામાં વાવવા ખૂબ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તુલસીનો છોડ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો નથી, પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. તુલસી ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને ઘરની હવાને શુદ્ધ બનાવે છે. તે હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને પ્રદૂષણને પણ ઓછું કરે છે. તુલસીના પાનોમાં એવી ઔષધિય ગુણવત્તા હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક બને છે. શરદી, ખાંસી, તણાવ, પાચનતંત્રની તકલીફ જેવી ઘણી સામાન્ય તકલીફો માટે તુલસી એક અસરકારક આયુર્વેદિક દવા તરીકે કાર્ય કરે છે.

ADVERTISEMENT
તુલસીની સુગંધ માનસિક શાંતિ આપે છે અને તણાવ દૂર કરે છે. તુલસીની ચા પીવાથી શરીર શાંત બને છે અને મન પ્રસન્ન રહે છે. તુલસીનો નિયમિત ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા સાથે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનો માર્ગ પણ ખુલ્લો કરે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : સંજાણમાં કષ્ટભંજન હનુમાનજી, 250 વર્ષ પહેલા બે ભાઈઓએ બનાવી હતી મૂર્તિ, ઈતિહાસ રોચક
તુલસીનો છોડ ધાર્મિક શ્રદ્ધા અને વૈજ્ઞાનિક આધાર બંનેથી ભરપૂર છે. તેને ઘરમાં લગાવવાથી માત્ર આસ્થા જ નહીં, પરંતુ આરોગ્ય અને શાંતિ બંને પ્રાપ્ત થાય છે. જો તમે હજુ સુધી તુલસીનો છોડ ઘરમાં નથી વાવ્યો, તો આજે જ તેનો એક છોડ લાવો અને તમારા જીવનમાં પવિત્રતા, આરોગ્ય અને સકારાત્મકતા ઉમેરો.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.