બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અન્ય જિલ્લા / સંજાણમાં કષ્ટભંજન હનુમાનજી, 250 વર્ષ પહેલા બે ભાઈઓએ બનાવી હતી મૂર્તિ, ઈતિહાસ રોચક
Last Updated: 06:34 AM, 31 May 2025
ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી વિવિધ સ્વરૂપે પૂજાય છે. કળીયુગના દેવતા કહેવાતા બજરંગબલી તેમના તમામ ભક્તોના દુઃખ પળવારમાં દૂર કરે છે. વલસાડ જિલ્લાના સંજાણ ગામે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આવેલું છે. 250 વર્ષ જુનું કષ્ટભંજન હનુમાનજીનું મંદિર આ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ભગવાન શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી મહારાજનું વિશેષ મહત્વ છે. જ્યાં રાજા રામનું નામ લેવાય છે ત્યાં બજરંગબલીને અચૂકપણે યાદ કરવામાં આવે છે. હનુમાનજી મહારાજના દેશભરમાં અસંખ્ય મંદિરો આવેલા છે. આ મંદિરોમાં બજરંગ બલી વિવિધ સ્વરૂપે પૂજાય છે. બજરંગબલીનું કષ્ટભંજન સ્વરૂપ સૌથી શ્રેષ્ઠ, ફળદાઇ ગણવામાં આવે છે. વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે આવેલું કષ્ટભંજન હનુમાનજી મંદિર સમગ્ર વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર સુધીના ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સંજાણના આ વિસ્તારમાં મૂર્તિકામ સાથે જોડાયેલા સલાટ સમાજના લોકો મોટાપાયે વસવાટ કરે છે. આશરે 250 વર્ષ પહેલા આ ગામમાં રહેતા બે ભાઈઓને હનુમાનદાદા સ્વપ્નમાં આવ્યા હતા અને તેમની મૂર્તિનું નિર્માણ કરવા સૂચન કર્યુ હતું.
ADVERTISEMENT

વલસાડના સંજાણ ગામે બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી
ADVERTISEMENT
અઢીસો વર્ષ પહેલાં સલાટ સમાજના બે ભાઈઓએ બનાવેલી હનુમાનજીની આકર્ષક મૂર્તિની નાના મંદિરમાં સ્થાપના કરી હતી તે મંદિરનો સમયની સાથે અનેકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કષ્ટભંજન હનુમાનજી સ્વરૂપમાં બિરાજમાન દાદાનો ચમત્કાર ઘણા લોકોએ અનુભવ્યો છે સંજાણ અને આજૂબાજૂના ગામના તમામ સમાજના લોકો આ મંદિરે નિયમિત દાદાના દર્શન કરવા આવે છે. સંજાણ ગામ આમ તો પારસીઓના દેશમાં આગમન માટે જાણીતું છે. અને કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે પણ જાણીતુ છે. હનુમાનજીની મૂર્તિ ચમત્કારિક માનવામાં આવે છે. અહીં સમગ્ર વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર સુધીના શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે ઉમટે છે. પરિણામે આખા વર્ષ દરમિયાન આ મંદિરે શ્રદ્ધાળુઓની દર્શન માટે ભીડ જામે છે. શનિવાર, મંગળવાર અને અન્ય વારે તહેવારે દાદાના મંદિરે મેળાનો માહોલ સર્જાય છે. સંજાણમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં બિરાજમાન દાદાના ભક્તો દૂરદૂરથી અહીં આવી હનુમાનજીના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં રામ નવમી, હનુમાન જયંતિ, હનુમંત યજ્ઞ, સત્યનારાયણની પૂજા અને વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારોની ભારે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. મંદિરમાં રામ લક્ષમણ જાનકી, શંકર ભગવાન, ગણેશજી, અંબે માતા, રામદેવપીર, કૃષ્ણ ભગવાન પણ બિરાજમાન કરવામાં આવ્યા છે મંદિર પરિસરમાં અઢાર દેવી-દેવતાઓ બિરાજમાન છે. સવારે અને સાંજે સાત વાગે દાદાનું મંદિર આરતીમાં થતા ઢોલ, નગારા અને ઘંટારવના રણકારથી ભક્તિમય વાતાવરણમાં ગુજી ઉઠે છે.

ADVERTISEMENT
250 વર્ષ પહેલા બે ભાઈઓએ બનાવી હતી દાદાની મુર્તિ
અત્યંત પાવનકારી અને ચમત્કારિક કષ્ટભંજન હનુમાનજી સ્વરૂપ દાદા પર લોકોની અતૂટ શ્રદ્ધા છે. માન્યતા છે કે આ મંદિરમાં સાચા મનથી હનુમાનજીના દર્શન માત્રથી તમામ દુઃખોનો અંત આવે છે .અને મનને અપાર શાંતિ મળે છે. ભક્તો હનુમાનજી સમક્ષ જે કાોઈ મનોકામના માંગે છે તે મનોકામના પૂર્ણ થાય છે અને એટલે જ વર્ષોથી શ્રદ્ધાળુઓનો ધસારો વધતો રહે છે. ગામના લોકોની સવાર આ મંદિરની પ્રાર્થનાથી જ થાય છે. નાનકડા ગામમાં કોઈ પણ સારા પ્રસંગની પહેલી કંકોત્રી દાદાને અર્પણ કરવામાં આવે છે. બજરંગબલી, હનુમાનજી મહારાજ, રામ ભક્ત, અંજની પુત્ર, પવનપુત્ર સહિત અનેક નામોથી હનુમાનજી મહારાજનું સ્મરણ કરવામાં આવે છે. દેશભરમાં હનુમાનજી મહારાજના અસંખ્ય મંદિરો આવેલા છે. જ્યાં લાખો કરોડો ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.અને તેમના સ્મરણ માત્રથી તમામ દુઃખોનો અંત આવે છે. હનુમાનજી મહારાજ તમામ ભક્તોના કષ્ટ અને મુસીબતોનો પળવારમાં જ નાશ કરી અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરે છે. અને તેમાંય હનુમાન ચાલીસાનો પાઠ તમામ વિઘ્નોને હરનારો અને લોકોને દુખ અને મુશ્કેલીઓમાંથી ઉગારનારો હોવાનું માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં દાદાના દર્શન કરી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. ભક્તો પર દાદાની આશીર્વાદ વરસતા રહે છે. ભકતોનું માનવું છે કે આ કષ્ટભંજન હનુમાનજી સામે માથું ટેકવાથી કાંઈ કહ્યા વિના જ તેમના દુઃખોનો અંત આવે છે. અને મનને પરમ શાંતિ મળે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: બાવળા નજીક મેલડી માતાજીનું મંદિર, ભક્તોની મનોકામના પૂર્ણ થતા તાવો કરવાની પરંપરા
ADVERTISEMENT
પાવનકારી અને ચમત્કારિક છે કષ્ટભંજન સ્વરૂપ
સંજાણ ગામનું હનુમાનજી મહારાજનું મંદિર અત્યંત ચમત્કારી માનવામાં આવે છે. સલાટ સમાજે બનાવેલું આ મંદિર સાર્વજનિક મંદીર તરીકે જાણીતું છે. સર્વ સમાજના લોકો વર્ષના તમામ ધાર્મિક તહેવારો મંદિરે આવી સાથે મળીને ઉજવે છે. સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારના હનુમાન ભક્તો અહીં દાદાના દર્શને ઉમટે છે. દિવસભર અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. અને દાદાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહી અને દાદાની અસીમ કૃપાના આશીર્વાદ મેળવે છે. હનુમાન ચાલીસાનું પઠન તમામ દુઃખો, સમસ્યાઓ અને મનની અશાંતિને હણનારું માનવામાં આવે છે. યુવા પેઢી હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવી હનુમાન ચાલીસાનું પઠન કરી ધન્ય થાય છે. અને દાદાના દર્શન કરી મંદિરમાં અઢાર દેવીદેવતાના દર્શન કરી નવી શક્તિનો સંચાર કર્યાનો અહેસાસ કરે છે. આ વિસ્તારના અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે દાદા તમામ દુઃખો હરનારા અને તેમનું રક્ષણ કરી રહ્યા હોવાની માન્યતા છે. આદિવાસી વસ્તી ધરાવતા નાનકડા સંજાણ ગામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજ બિરાજતા હોવાથી ગામની કીર્તિ ચોમેર પ્રસરી રહી છે. ગામ પર હંમેશા દાદાના આશીર્વાદ વરસતા રહે છે. ગામના લોકો કોઈપણ શુભ કાર્યની શરુઆત કરતા પહેલા દાદાના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી. ગામમાં કોઈ સામૂહિક સમસ્યા હોય ત્યારે લોકો દાદાના શરણે એક સાથે જઈ તેનું સમાધાન મેળવે છે. ગામના લોકો માટે હનુમાનજી મહારાજ હંમેશા હાજરાહજૂર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.