બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / બાવળા નજીક મેલડી માતાજીનું મંદિર, ભક્તોની મનોકામના પૂર્ણ થતા તાવો કરવાની પરંપરા
Last Updated: 06:34 AM, 30 May 2025
રાજકોટ અમદાવાદ ધોરીમાર્ગ પર બાવળા નજીક ઉગતા પોરના મેલડી માતાજીનું મંદિર આવેલું છે. માતાજીના આ મંદિર સાથે ભક્તિ અને શ્રદ્ધાના અનેક પુરાવા જોડાયેલા છે. છ માર્ગીય ધોરીમાર્ગની વચ્ચે ડીવાઈડર પર એક સમયનું નાનકડું મંદિર આજે વિશાળ સ્વરુપે દર્શનીય છે. આશરે સિત્તેર વર્ષ જૂનું મેલડી માતાજીનું આ મંદિર એક સમયે રસ્તા વચ્ચે એક ઝાડ નીચે ફક્ત પાંચ ઇંટોનું બનેલું હતું. વર્તમાનમાં આ મંદિર ઘણું વિકસિત થઈ ગયુ છે. વર્ષો જૂના માતાજીના મંદિરે ભક્તો પેઢી દર પેઢીથી દર્શન કરવા આવે છે. રવિવારે અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જામે છે. મંદિરમાં પ્રવેશ કરતા જ સકારાત્મક ઉર્જાનો અનુભવ માતાજીનો સાક્ષાત્કાર કરાવે છે. મંદિરે પોતાની મનોકામના સાથે આવતા ભાવિકોમાં કોઈ અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે પુજારી અને સંચાલકો હંમેશા સજાગ રહે છે.
ADVERTISEMENT
કહેવાય છે ને તુ આવે માના દ્વારે, તારા દુખ થશે દુર..આ ઉક્તિને સાર્થક કરતુ મંદિરે એટલે ઉગતા પોરની મેલડી માતાજીનું મંદિર. અહીં માતાજી સમક્ષ ભક્તો પોતાની જે મનોકામના વ્યક્ત કરે તે ચોક્કસ પૂર્ણ થાય છે મંદિરે આવતા ભાવિકોને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. ભાવિક ભક્તો સ્વાસ્થ્ય સંબંધિત, સંતાન પ્રાપ્તિ અને બીજી કોઈપણ મોટી સમસ્યાના સમાધાન માટે માતાજીના શરણે આવે છે. અને તેમની સમસ્યાના સમાધાન પણ થાય છે.
ભાવિક ભક્તોના દુખ સંભાળતી મા મેલડી મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે. આજુબાજુના ગામના લોકો અને અહિંથી પસાર થતા લોકો ઉગતા પોરની મેલડી માતાજીના નિયમિત દર્શન કરે છે. એક સમયે પાંચ ઇંટોનું બનેલું મેલડી માતાજીનું મંદિર આજે ઘણું વિકસિત થઇ ગયું છે ભાવિક ભક્તોના દાનમાંથી મંદિરનો સુંદર વિકાસ થયો છે. ભક્તો માતાજીને પ્રસાદમાં શ્રીફળ ધરાવે છે અને અગરબતી કરી ચુંદડી ઓઢાડે છે. તો કેટલાક લોકો માતાજી પાસે તાવો કરવાની ટેક રાખે છે અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે ભક્તો મંદિરે આવી તાવો કરે છે...
ADVERTISEMENT
વધુ વાંચો: ઘરની તિજોરીમાં રાખો એક વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપાથી થશે રૂપિયાનો વરસાદ
રાજકોટ અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલું ઉગતા પોરના મેલડી માતાજીનું મંદિર મસાણી મેલડી તરીકે પણ ઓળખાય વર્ષો પહેલા આ મંદિરની જગ્યા સુમસામ હતી એટલે મસાણી મેલડી તરીકે પણ ઓળખાય છે. રસ્તા વચ્ચે બિરાજમાન મેલડી માતાજીના મંદિર સાથે લોકોની એક શ્રદ્ધા એવી પણ છે કે આ મંદિરની આજૂબાજૂના દરેક લોકો અને રોડ પર આવતા જતા લોકોની માતાજી રક્ષા કરે છે. મંદિરની આજુબાજુમાં આવેલી હોટેલો, દુકાનો અને ઓફિસોમાં કામ કરતા અન્ય રાજ્યના લોકો પણ નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં મેલડી માતાજીના નાનામોટા અનેક મંદિરો આવેલા છે. ઉગતા પોરની મેલડી માતાજીના મંદિર પર ભક્તોને અપાર શ્રદ્ધા છે. એક માન્યતા છે કે જ્યારે અહિંનો ધોરીમાર્ગ જ્યારે સીક્સ લેનનો કરવાનો થયો ત્યારે આ મંદિર હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ આ મંદિર હટાવે તે પહેલા જ એન્જીનીયરોને કોઈ એવો સંકેત મળ્યો હતો એટલે મંદિરને રસ્તાની વચ્ચે રહેવા દઈ, મંદિરની બંને બાજુએથી રસ્તો પસાર કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.