ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Viral / આટલી તારીખોએ મુસાફરી ટાળવી? જ્યોતિષો પાસેથી જાણો વાઈરલ વીડિયોની સચ્ચાઈ

Fact Check / આટલી તારીખોએ મુસાફરી ટાળવી? જ્યોતિષો પાસેથી જાણો વાઈરલ વીડિયોની સચ્ચાઈ

Published By: Nidhi Panchal

Last Updated: 02:57 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2025 વર્ષ માનવીય દુઃખદ ઘટનાઓથી ભરેલું રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ જેવી ઘટનાઓમાં અનેક નિર્દોષ જીવ ગુમાવવા પડ્યા છે. બીજી તરફ ઈરાન-ઈઝરાયલ,રશિયા-યુક્રેન, ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધે પણ લોકોને ચિંતિત કર્યા છે. ક્યારેક પુલ પડી જાય છે, તો ક્યારેક આતંકી હુમલો થાય છે. આખરે 2025માં આટલી દુઃખદ ઘટનાઓ કેમ થઈ રહી છે તે અંગે લોકોમાં જાતભાતની ચર્ચાઓ ચાલી રહી છે.

ADVERTISEMENT

આવી દુર્ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ અને આગાહી વીડિયોને પગલે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર હાલ કેટલાક વીડિયોઝ વાઈરલ છે, જેમાં આગામી 6 મહિનાની જુદી જુદી તારીખો દર્શાવાઈ છે. જે તારીખોએ ટ્રાવેલ ન કરવા માટે આ વાઈરલ વીડિયોમાં અપીલ કરાઈ છે. પરંતુ આ આગાહીઓ પાછળ કેટલું સત્ય છે? શું ખરેખર એ તારીખો ખતરનાક છે? આવો, આ અંગે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો શું કહે છે તે અમે તમને જણાવીશું . તમે પણ લગભગ આ વાઈરલ વીડિયો જોયો જ હશે. ન જોયો હોય તો પહેલા નીચે રહેલો વીડિયો જોઈ લો

આ વાઈરલ વીડિયોમાં કહેવાયું છે કે 2025ના કેટલાક નિશ્ચિત દિવસો મુસાફરી માટે ખતરનાક છે, કારણ કે તે દિવસો 9 નંબર સાથે સંકળાયેલા છે. જ્યોતિષશાસ્ત્રી સોનલ ધામીએ જણાંવ્યું કે,"9નો અંક મંગળનો અંક છે અને મંગળ ગ્રહ યુદ્ધ, દુર્ઘટના અને આગ જેવી પરિસ્થિતિઓનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે મંગળ ગ્રહની ઊર્જા ખૂબ જ તીવ્ર છે. જેના કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ, મોટાં વાહન અકસ્માતો, ભૂકંપ, વધતો તાણ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે."

sonal-dhami
નિષ્ણાત જ્યોતિષ સોનલબેનના કહેવા પ્રમાણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કેટલીક તારીખો વધારે જોખમી ગણાવવામાં આવી છે. જેમ કે જુલાઈની 2, 11, 20, 29; ઓગસ્ટની 1, 10, 19, 28; સપ્ટેમ્બરની 9, 18, 27; ઑક્ટોબરની 8, 17, 26; નવેમ્બરની 7, 16, 25; અને ડિસેમ્બરની6, 15, 24. આ તમામ તારીખોનો મહિના સાથે સરવાળો 9 થાય છે, જેમ કે જુલાઈ 2 એટલે 2 + 7 = 9. આ અંગે સોનલ ધામીનું કહેવું છે કે આવી તારીખો સામાન્ય રીતે લોકોને ચેતવણીરૂપ છે, પરંતુ દરેક વ્યક્તિ પર તેની અલગ અસર થાય છે કારણ કે દરેક માટે 9 નંબર હંમેશા ખરાબ હોવો જરૂરી નથી. કેટલીક વ્યક્તિઓ માટે તે શુભ પણ બની શકે છે.
ankit-shah
તો અન્ય એક જ્યોતિષી અંકિત શાહનું કહેવું છે કે'ગ્રહો અને નક્ષત્રોની અસર વ્યક્તિગત રાશિ પર પડે છે, સમગ્ર દેશ કે દુનિયા પર નહીં. તેથી આવી તારીખોને લઈને ભયમાં આવવું કે મુસાફરી અટકાવવી યોગ્ય નથી' તેમણે વધુમાં જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર વિશે પણ ઘણી ગેરસમજો પ્રચલિત છે. ઘણા લોકો એવું માને છે કે જ્યોતિષશાસ્ત્ર ભવિષ્ય વિશે ચોક્કસ આગાહી કરી શકે છે પણ સત્યમાં ભવિષ્ય વિશે સંપૂર્ણ ખાતરીથી કશું કહેવું મુશ્કેલ છે.
app promo5

આ પણ વાંચો : ઘરમાં વધી રહ્યા છે ઝધડા, તો નકારાત્મક ઉર્જાને દૂર કરવા અપનાવો કપૂરનો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્ર વિવિધ ગ્રહો, નક્ષત્રો અને ભાગલિક ચાર્ટના આધારે અંદાજ લગાવે છે, પણ બધાં સંકેતો હંમેશા સ્પષ્ટ ન હોવાના કારણે ચોક્કસ અનુમાન શક્ય નથી. ઘણા સંતો-મહાત્માઓ છઠ્ઠી ઇન્દ્રિયના આધારે આગાહી કરે છે, જે જ્યોતિષની પદ્ધતિઓથી અલગ હોય છે. તેથી, આવા વાયરલ વીડિયોને લઈને લોકોમાં ભય ન ફેલાવો અને સત્ય શું છે તે સમજવું જરૂરી છે. આવું અનુમાન જનરલ હોય છે, એ સાચું પણ હોય શકે અને ખોટું પણ. આથી, કોઈ પણ તારીખ કે અફવા પર વિશ્વાસ કર્યા વગર, શાંતિથી વિચાર કરવો જોઈએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે સાવચેતી રાખવી જોઈએ. મુસાફરી કે દિવસો કે તારીખો પર નહિ, પરંતુ પોતાની સાવચેત સાથે પ્લેન કરવું જોઇએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

astrology Travel date Viral Video

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ