ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઘરમાં વધી રહ્યા છે ઝધડા, તો નકારાત્મક ઉર્જાને દૂર કરવા અપનાવો કપૂરનો આ ઉપાય

ધર્મ / ઘરમાં વધી રહ્યા છે ઝધડા, તો નકારાત્મક ઉર્જાને દૂર કરવા અપનાવો કપૂરનો આ ઉપાય

Last Updated: 11:44 AM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્યારેક ઘરમાં એવું બને છે કે કોઈ કારણ વગર મન ભારી લાગે છે અને વાતાવરણ પણ ઉદાસીન જણાય છે. આવી સ્થિતિ નકારાત્મક ઉર્જાનો સંકેત હોઈ શકે છે, જેને દૂર કરવા કપૂર બળાવવો લાભદાયી છે.

ADVERTISEMENT

ક્યારેક ઘરનું વાતાવરણ એવું બને છે કે કોઈ ખાસ કારણ વગર મન ભારે લાગે છે, કામમાં મન ના લાગે, અને સતત થાક લાગે છે. ઘણીવાર ઘરના સભ્યોને ગુસ્સો આવે છે અથવા ચીડિયાપણું વધી જાય છે. તો આ એક સંકેત હોય છે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે, જે આંખે જોવા મળતી નથી પણ જીવનને અસર કરે છે. હિન્દુ ધર્મમાં આવું દૂર કરવા ઘણા ઉપાય છે, જેમાં કપૂર બળાવવાનો ઉપાય ઘણો પ્રચલિત છે.

camphor-benefits1.jpg

કપૂરનો ઉપયોગ

કપૂર એક સફેદ રંગનો પદાર્થ છે, જેને ઝાડની છાલમાંથી બનાવવામાં આવે છે. તેમાં તીવ્ર અને સુગંધિત ગંધ હોય છે. ખાસ વાત એ છે કે કપૂર બળે ત્યારે તેમાં રાખ જ નથી રહેતી, તે સંપૂર્ણ રીતે વરાળમાં પરિણમી જાય છે. હિન્દુ ધાર્મિક કૃત્યોમાં કપૂરને પવિત્રતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં ભગવાન સામે કપૂર પ્રગટાવવાની આ પરંપરા સદીઓથી ચાલી આવે છે.

camphor.jpg

વિજ્ઞાન દ્વષ્ટીએ શું કહેવામાં આવે ?

જ્યાં એક બાજુ ધર્મ અને પરંપરા કપૂરને મહત્વ આપે છે, ત્યાં વિજ્ઞાન પણ કપૂરના ગુણોને માન્યતા આપે છે. વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો કપૂર બળવાથી હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયા, ફૂગ અને વાયરસનો નાશ થાય છે. તેની ખુશ્બૂ મનને શાંત કરે છે, તણાવ દૂર કરે છે અને ઊંઘ સુધારે છે. નકારાત્મક ઉર્જા હોવાના કેટલાક મુખ્ય સંકેતો હોય છે જેમ કે કોઈ કારણ વગર થાક લાગવો, ગુસ્સો આવવો, ઘરમાં ખટપટ વધવી અથવા વારંવાર બીમારીઓ થતા રહેવું. આવી સ્થિતિમાં કપૂર બળાવવાનો ઉપાય અજમાવવો જોઈએ જેથી આ ઉર્જાને દૂર કરી શકાય.

app promo5

આ પણ વાંચો : બુધના પુનર્વાસુ પ્રવેશથી આ 3 રાશિઓ માટે ખાસ લાભકારક સમય , નવી નોકરી અને અપાર સંપત્તિ મળવાની શક્યતા

જાણો કપૂર બળાવવાની ચાચી રીત

કપૂર બળાવવાની સાચી રીત એ છે કે રોજ સવારે અથવા સાંજે એક સ્ટીલની વાટકીમાં બે-ત્રણ ટુકડા કપૂર મુકીને તેને પ્રગટાવવું. પછી તેને ઘરના ખૂણે ખૂણે લઈ જઈ શકાય. આ સમયે તમે મનમાં શાંતિ, સકારાત્મકતા જેવા મંત્રો બોલી શકો છો. ખાસ કરીને બેડરૂમમાં અને જ્યાં તમે વધુ સમય વિતાવતા હો તે સ્થળે ખાસ ધ્યાન આપવું. આ ઉપાયથી ઘરનું વાતાવરણ હળવું થાય છે, ડર અને ચિંતા ઓછી થાય છે, ઊંઘ સારી થાય છે, પરિવારમાં પ્રેમ અને શાંતિ વધે છે અને કામમાં એકાગ્રતા વધે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

camphor benefits camphor in Hindu remove negative energy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ