બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:49 AM, 18 May 2025
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ, રાહુ અને કેતુને ક્રૂર ગ્રહો તરીકે માનવામાં આવે છે. આ ગ્રહો વ્યક્તિના જીવનમાં મોટો પ્રભાવ પાડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ ગ્રહો જીવનમાં અનેક સમસ્યા સર્જી શકે છે, ખાસ કરીને જ્યારે તે દુશ્પ્રભાવ આપતા હોય ત્યારે. આવા સમયમાં લોકો અનેક ઉપાયો કરતા હોય છે, જેમાંથી એક સરળ અને અસરકારક ઉપાય છે – ઘરની બહાર લીમડાનું ઝાડ વાવવું.
ADVERTISEMENT
લીમડાનું ઝાડ ઘણા ધાર્મિક અને આધ્યાત્મિક લાભો આપે છે. જ્યોતિષીઓ અનુસાર, લીમડાનું ઝાડ શનિ, રાહુ અને કેતુની ખરાબ નજરથી બચાવતું શુભ વૃક્ષ માનવામાં આવે છે. આ ઝાડ ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાને અટકાવે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. લીમડાનું વૃક્ષ માત્ર ગ્રહદોષથી જ નહીં, પણ વાસ્તુ અને પિતૃ દોષ દૂર કરવામાં પણ સહાયરૂપ છે.
ADVERTISEMENT
ધાર્મિક માન્યતાઓ મુજબ, લીમડાનું વૃક્ષ મંગળ ગ્રહ સાથે પણ જોડાયેલું છે. જો લીમડાના વૃક્ષને દરરોજ પાણી ચઢાવવામાં આવે, તો ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે અને મંગળ દોષ દૂર થાય છે. બજરંગબલીના આશીર્વાદથી શનિના દોષો પણ દૂર થવા લાગે છે. બીજી બાજુ, જો પાણીમાં લીમડાના પાન નાખી સ્નાન કરવામાં આવે, તો કુંડળીમાં કેતુના દુશ્પ્રભાવથી રાહત મળે છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, લીમડાનું ઝાડ દક્ષિણ દિશામાં વાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ઝાડ લગાવવાથી વૃક્ષના તમામ ચમત્કારિક લાભો મળી શકે છે. લીમડાના પાંદડા ઘરમાં સળગાવવાથી ખરાબ શક્તિઓ દૂર થાય છે અને હવન માટે તેનો લાકડો ઉપયોગમાં લેવાથી વાસ્તુ અને પિતૃ દોષમાં રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT