ધનશ્રીએ શેર કરેલ એ પોતાની તસવીર સાથે એવું કેપ્શન લખ્યું છે જેને જોઈને લોકો તેને ઉર્વશી રૌતેલા સાથે જોડીને જોઈ રહ્યા છે
ધનશ્રી તેની આ પોસ્ટમાં ઉર્વશીનો મજાક ઉડાવી
ઉર્વશીની સ્ટાઈલમાં પોઝ અને એવું જ કેપ્શન
ઉર્વશી થઈ હતી ટ્રોલ
યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને એક રીતે તેને સોશ્યલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. ધનશ્રી તેના ડાન્સ વીડિયો અને રીલ્સથી લોકોનું મનોરંજન કરતી રહે છે. એવામાં તેની તાજેતરની એક ઇન્સ્ટા પોસ્ટ ખાસ કારણોસર ચર્ચામાં આવી છે. વાત એમ છે કે ધનશ્રીએ શેર કરેલ એ પોતાની તસવીર સાથે એવું કેપ્શન લખ્યું છે જેને જોઈને લોકો તેને ઉર્વશી રૌતેલા સાથે જોડીને જોઈ રહ્યા છે. અને આ કારણે એમને એ પોસ્ટ પર ઘણા લોકોએ કમેન્ટ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ધનશ્રી તેની આ પોસ્ટમાં ઉર્વશીનો મજાક ઉડાવી રહી છે.
ઉર્વશીની સ્ટાઈલમાં પોઝ અને એવું જ કેપ્શન
તમને જણાવી દઈએ કે ધનશ્રીએ ફ્લાઈટમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો છે અને સાથે જ તેના કેપ્શનમાં લખ્યું છે કે, મારુ હાર્ટ મને ઓસ્ટ્રેલિયા લઈ ગયું. ધનશ્રી ઘૂંટણની સર્જરી કરાવી છે અને તેના હાથમાં મહેંદી પણ બતાવી રહી છે. જો કે તેનો આ પોઝ ઉર્વશી જેવો જ છે અને લોકો તેમની આ પોસ્ટને ઉર્વશી રૌતેલા જેવી ગણાવીને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ઉર્વશીએ ભૂતકાળમાં એક પોસ્ટ શેર કરી હતી અને તેના કેપ્શનમાં કઇંક આવું જ લખ્યું હતું. ધનશ્રીની પોસ્ટ પર એક યુઝરે લખ્યું હતું કે તમે ઉર્વશીની મજાક ઉડાવી રહ્યા છો અને બીજા કોઈ યુઝરે લખ્યું છે કે આ કેપ્શન ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે. ધનશ્રીની આ પોસ્ટને લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્વશી થઈ હતી ટ્રોલ
ઉર્વશીએ તેની એક ફ્લાઈટની તસવીર શેર કરતાં સાથે કેપ્શનમાં લખ્યું હતું કે મારા દિલની વાત સાંભળી અને તે મને ઓસ્ટ્રેલિયા લઈ આવી. ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે અને ઉર્વશીની આ પોસ્ટ પર તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઉર્વશી રિષભ પંતને સ્ટોક કરી રહી છે.