બ્રેકિંગ ન્યુઝ
જીવનમાં ક્યારેક ક્યારેક એવું થાય છે કે ખૂબ જ મહેનત કર્યા બાદ પણ હંમેશા તેનું ઈચ્છા અનુસાર ફળ નથી મળી શકતું. ખાસકરીને આપણી આર્થિક પ્રગતિ નથી થઈ શકતી. આપણે પૈસાને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ પરંતુ છતાં આપણા ખર્ચા વધતા જાય છે.
ADVERTISEMENT
.jpg)
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જીવનમાં એવી સ્થિતિ ત્યારે આવે છે જ્યારે તમારા જીવનમાં નકારાત્મકતા વધી જાય છે. એવામાં તમે વાસ્તુના અમુક ઉપાય કરીને પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકો છો. આવો જાણીએ કયા ઉપાયોને કરવાથી તમારી સ્થિતિ મજબૂત થઈ શકે છે.
ADVERTISEMENT
.jpg)
આ દિશાઓમાં રાખો તુલસીનો છોડ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશામાં તમારે તુલસીનો છોડ જરૂર રાખવો જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને જો તમારા પર દેવું ચાલી રહ્યું છે તો તેમાં પણ કમી આવશે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે.
ADVERTISEMENT

પાણીને વેડફો નહીં
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમને પાણીને આમ જ વેડફવું ન જોઈએ. ખાસ કરીને નળ કે ટાંકીમાંથી ટપકતુ પાણી ઘરમાં આર્થિક તંગી લઈને આવે છે. પાણીને ક્યારેય પણ વ્યર્થમાં ન વહેવા દો. તેનાથી બિનજરૂરી ખર્ચા વધે છે.
ADVERTISEMENT
.jpg)
ઘરના મુખ્ય દ્વારને સાફ રાખો અને દીવો કરો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન કરવા માંગો છો તો તમને ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા તમાપા પર હંમેશા બની રહેશે. તેની સાથે જ તમને સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો જરૂર કરવો જોઈએ. તેનાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિનો વાસ પણ થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શેર માટીની છે ખોટ? તો આજે પાંચમા દિવસે આ રીતે કરો સ્કંદમાતાની પૂજા, થશે લાભ

ADVERTISEMENT
દક્ષિણ દિશામાં ન બનાવો ઘરનું મંદિર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન હોવું જોઈએ. દક્ષિણ દિશામાં મંદિર હોવું શુભ નથી માનવામાં આવતું. તમારા ઘરમાં જો દક્ષિણ દિશામાં મંદિર હોય તો તમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરનું મંદિર હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ હોવું જોઈએ.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.