બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Devotees going to Pavagadh will benefit from the change in GST, decision taken
ADVERTISEMENT
GST સ્લેબમાં ફેરફાર થતા રોપ-વેના ભાડામાં ઘટાડો
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર કર્યો છે.આ નવા ફેરફાર 18મી જુલાઈથી અમલમાં આવ્યા છે.જેમાં રોપવેની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો 12 ટકાન ફાયદો થશે.જેને લઈને પાવગઢ દર્શને જતાં ભક્તોને મોટી રાહત મળી છે
ADVERTISEMENT
પાવાગઢ રોપ-વેના ભાડામાં 20 રુપિયાનો ઘટાડો
ઉલ્લેખનીય છે કે,પાવાગઢમાં પહેલા રોપ-વેમાં અવર-જવર માટેની ટિકિટનો દર રૂપિયા 170 હતો. જો કે, સરકાર દ્વાર GST સ્લેબમાં ફેરફાર કરતાં રોપ-વેની ટિકિટોના દર રૂપિયા 20નો ઘટડો કરવામાં આવ્યો છે. જેને લઈને હવે પાવગઢમાં રોપ-વેમાં અવરજવરની ટિકિટનો નવો દર રૂપિયા 150 કરાયો છે.રોપ-વે કંપની દ્વારા આ અંગેના નવા ભાવના બોર્ડ મૂકાયા છે
ADVERTISEMENT

હાલમાં જ પાવાગઢ મંદિરનો કરાયો હતો જીર્ણોદ્ધાર
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. PM મોદીના હસ્તે હાલમાં જ 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી.પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.આ સાથે નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે.
લિફ્ટની સાથે-સાથે હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે
ADVERTISEMENT
શક્તિપીઠ પાવાગઢ જતા ભક્તો માટે લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.હવે ભક્તો માત્ર 40 સેકન્ડમાં જ મહાકાળી માના દર્શન કરી શકશે. સરકારની મંજૂરી બાદ 'યાત્રાધામ વિકાસ બોર્ડ' દ્વારા આ લિફ્ટ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. જેની માટે ડુંગર પણ ખોદવામાં આવશે.જણાવી દઇએ કે, લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ કરાશે. એ માટે 130 કરોડનો પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. લિફ્ટ બનાવવાની અને હેલિપેડ, વૉક-વે બનાવવાની કામગીરીના 2 ફેઝ પૂર્ણ થઇ ચૂક્યાં છે અને અત્યારે ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે. પાવાગઢ ડેવલોપમેન્ટ ફેઝ ૩ અંતર્ગત 130 કરોડ રકમની ફાળવણી પણ કરાઈ છે. પાવાગઢ ગબ્બરની બાજુના પર્વતને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવાશે.
40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે
ADVERTISEMENT
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવી રહી છે. જો કે તમને જણાવી દઇએ કે, લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.