બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devayat Khawad has become a major literary artist today

સ્પેશિયલ સ્ટોરી / મજૂરી કરતાં પિતાનો દીકરો કઈ રીતે ગુજરાતભરમાં થઈ ગયો ફેમસ, ઓળખી લ્યો દેવાયત ખવડને, ભણવામાં જરાય નહોતો રસ

Malay

Last Updated: 01:12 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરીબ પરિવારમાં જન્મેલા દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમનાં ચાહકો પણ બની ગયા છે. અનેક વખત વિવાદમાં રહેલા દેવાયત ખવડ છેલ્લા 72 દિવસથી જેલમાં હતા. તેમના શરતી જામીન મંજૂર કરાયા છે.

 

  • મૂળ દુધઈ ગામના રહેવાસી છે દેવાયત ખવડ
  • પિતા મજૂરી કરીને કાઢતા હતા  ઘરનો ખર્ચ 
  • દેવાયત ખવડને ભણવામાં બિલકુલ નહોતો રસ 
  • મયૂરસિંહ પર હુમલા બાદ હતા જેલમાં

દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેઓએ 1થી 7 ધોરણ સુધી દુધઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી 4 કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા પણ તેમણે ભણવામાં બિલકુલ રસ નહોતો. ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું. તેઓ ઇશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનામાંથી જ ગાવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓએ ડાયરામાં ડગ માંડ્યા હતા. દેવાયત ખવડે તેમના જીવનમાં ઘણી વધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓએ આજે આવું નામ બનાવી લીધું છે.

પિતા કરતા હતા મજૂરી
દેવાયત ખવડના પિતા પહેલા મજૂરી કરતા હતા અને જ્યારે દેવાયત ખવડનો જન્મ થયો હતો ત્યારે તેમની પાસે એક પણ વિઘા જમીન નહોતી. તેમના પિતા મજૂરી કરીને ઘરનો ખર્ચ કાઢતા હતા અને તેમની પાસે રહેવા માટે મકાન પણ નહોતું. ત્યારે જ દેવાયત ખવડના પરિવારે ખૂબ જ મહેનત કરી હતી અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા હતા. દેવાયત ખવડ પહેલેથી એવું જ માને છે કે આજે આગળ આવ્યો હોય તો એ માત્ર મારા માતા-પિતાના આશીર્વાદથી આગળ આવ્યો છું.

દેવાયત ખવડને આજે ન મળી રાહત: મારામારીના કેસમાં આગોતરા જામીન પર જુઓ શું થયું  | Biggest news in devayat khavad case

1થી 7 ધોરણ દૂધઈમાં ભણતા હતા
દેવાયતના પિતાનું નામ હતું દાનભાઈ ખવડ હતું અને તેમના દાદાજીનું નામ સાદુલભાઈ ખવડ હતું. દેવાયત ખવડ જ્યારે 1થી 7 ધોરણ દૂધઈમાં ભણતા હતા ત્યારે કોઈ ફંક્શન હોય તો તેમાં પણ તેઓ હાજરી આપતા નહોતા. કારણ કે ત્યારે તેમણે એવું થતું હતું કે આટલા બધા વિદ્યાર્થીઓ વચ્ચે તેઓ કેવી રીતે બોલી શકશે અને જેના કારણે તેઓ આવા ફંક્શનમાં હાજર રહેતા નહોતા, પણ ત્યારબાદ તેઓ સડલા ગામે સાઇકલ લઈને માધ્યમિક શાળામાં જતા અને ઘરે પરત આવતા હતા. જ્યારે દેવાયત ખવડનો સુવિચાર બોલવાનો વારો આવતો ત્યારે તેઓ શાળાએ જ જતા નહોતા.

દેવાયત ખવડને ભણવાનો પણ બિલકુલ રસ નહોતો અને તેમણે એવું થયું કે આ બધા લોકો કેવી રીતે બોલતા હશે અને ત્યારે જ દેવાયત ખવડે ગાવાનું નક્કી કરી લીધું હતું. તેમણે સૌપ્રથમવાર ભજન ગાવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ તેઓ એકલા એકલા ગાવા લાગ્યા હતા અને બધા કલાકારોને જોઈને તેમના જેવું શીખવા લાગ્યા હતા. દેવાયત ખવડ હંમેશા વીરરસની જ વાતો કરતા જોવા મળ્યા છે અને હંમેશાં યુવાનોને સાચા માર્ગે ચાલતા શીખવાડે છે અને યુવાનોને તેઓ ખૂબ જ પ્રેમ કરે છે.

સોનગઢ ગામે ગાયું હતં સરસ ગીત
દેવાયત ખવડ સોનબાઈ માતાજીને ખૂબ જ માને છે અને તેઓ તેમના દરેક પ્રોગ્રામમાં સોનબાઈની વાતો કરતા જોવા મળે છે. તેમજ તેમને આટલા આગળ લાવવામાં સોનબાઈનો જ હાથ રહેલો છે તેવું પણ તેઓ કહેતા હોય છે. દેવાયત ખવડે સૌપ્રથમ હનુમાન જયંતિનો પ્રોગ્રામ કર્યો હતો. તેમાં જ તેમના ઘણા ચાહકો બની ગયા હતા અને તેમની એન્ટ્રી ત્યારથી જ પડવા લાગી હતી. ત્યારબાદ દેવાયત ખવડને પ્રોગ્રામો કરવાની લગની લાગી હતી અને જ્યારે તેઓ એક પ્રોગ્રામમાં થાનગઢની પાસે સોનગઢ ગયા હતા. ત્યારે તેમણે સરસ ગાયું હતું અને પ્રોગ્રામ પૂરો થયો ત્યારે જ તેમણે એક ચારણ ભરતદાન ગઢવીની મુલાકાત થઈ હતી. તેમણે દેવાયત ખવડના વખાણ કર્યા હતા અને તેમણે દેવાયત ખવડને પ્રોગ્રામ આપવાની પણ ઓફર કરી હતી.

ખૂબ જ મોટું બની ગયું છે દેવાયત ખવડનું નામ 
આજે પણ દેવાયત ખવડ ભરતદાન ગઢનીનો આભાર માને છે. કારણ કે દેવાયત ખવડ સૌપ્રથમ સોનલમાની તેમજ રાજપૂત સમાજની અને ચારણ સમાજની દાતારીની એવી વાતો કરતા હતા. ત્યારબાદ તેઓ દુહા, છંદ એવું બોલતા શીખ્યા હતા. હાલમાં દેવાયત ખવડનું નામ ખૂબ જ મોટું બની ગયું છે અને દેવાયત ખવડને ખમીરવંતી વાતો કરવાનું વધારે પસંદ છે અને તેઓ એવું પણ કહે છે કે ખમીરવંતી વાતો કરવાથી યુવાનોમાં જોશ આવી જાય. એ માટે દેવાયત ખવડે ખુમારી, શૌર્ય, વટ અને ખમીરવંતીની વાતો કરવાનું વધારે પસંદ છે.દેવાયત ખવડ ઝવેરચંદ મેઘાણીની રચનાઓ અને મહારાણા પ્રતાપનો ઇતિહાસ ખૂબ સુંદર શૈલીમાં રજૂ કરે છે.

લાખોની સંખ્યામાં છે તેમનાં ચાહકો 
દેવાયત ખવડ પ્રોગ્રામમાં એવું પણ કહે છે કે સ્ટેજ પર કોઈક વાર ભૂલ થતી હોય છે. ત્યારે તેમણે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર તેમને આ વિશે જ્ઞાન આપતા હોય છે. તેમજ એક વાત એ પણ છે કે માયાભાઈ આહીરના બંને દીકરા દેવાયત ખવડના ચાહક છે અને જે તેમણે ખૂબ જ પ્રેમ કરે છે. દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમનાં ચાહકો પણ બની ગયા છે. 

સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયા છે ખવડ
દેવાયત ખવડનું અત્યારનું જીવન ખૂબ જ સારું બની ગયું છે અને ત્યારબાદ તેમના પ્રોગ્રામની વાત કરવામાં આવે તો દેવાયત ખવડ હંમેશા વટ, ખુમારી અને દાતારી જેવી વગેરે વાતોના તેઓ સાહિત્યકાર છે. હંમેશા તેઓ ખુમારીની જ વાતો કરતા જોવા મળ્યા છે અને યુવાનોને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા હોય છે. તેમજ આગળ વાત કરવામાં આવે તો દેવાયત ખવડ આજે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયા છે અને તેમના પ્રોગ્રામો પણ દિવસે દિવસે વધતા જાય છે.

સરદાર પટેલ વિશે અપમાનજનક બોલી વિવાદમાં આવ્યા
દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. ભાન ભૂલેલા દેવાયત ખવડ સ્ટેજ પર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. દેવાયત ખવડ હજારો લોકોની સામે શરૂ ડાયરામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો અપમાન કર્યું હતું અને વિડીયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો.

2021માં ટીકટોક ગર્લ કિર્તી પટેલ સાથે વિવાદમાં રહ્યા 
આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં દેવાયત વિવાદમાં આવ્યા હતા ત્યારે જેતે સમયે તેમનો માફી માગતો વીડિયો પણ જાહેર થયો હતો. ઉપરાંત અગાઉ ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર જંગ જામ્યો હતો અને તે વખતે તેમનો વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા ઉપર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. આખરે બંનેએ સમાધાન કરી લીધા હતા.

સપ્ટેમ્બર 2022માં બ્રિજરાજદાન ગઢવી સાથે વિવાદ થયો
જાણીતા લોક કલાકાર બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ 'મર્દાનગી અને માયકાંગલા' મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. જે અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ વાક યુદ્ધ વિવાદ જગ જાહેર થયો હતો. ત્યારે દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે સમાધાન થયું હતું. મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું. બંને કલાકારોએ સોનલધામ ખાતેથી એક વીડિયો જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી.

બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન: VIDEO જાહેર કરી કહ્યું, 'બે  ભાયું ભેળા જ છીએ' | Compromise between Brijrajdan Garhvi and Devayat Khawad

હાલ શેના લીધે દેવાયત ખવડને જેલમાં જવું પડ્યું
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.42) 7 ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખ્સ નીચે ઊતર્યો હતો. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખ્સ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખ્સ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જો કે, ઘટનાના 10માં દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા અને બે દિવસના રિમાન્ડ બાદ તેમને જેલહેવાલે કરાયા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ