ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતનું એક માત્ર રણછોડજીનું મંદિર, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સાથે બિરાજમાન

દેવ દર્શન / ગુજરાતનું એક માત્ર રણછોડજીનું મંદિર, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પત્ની સાથે બિરાજમાન

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:30 AM, 11 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સારંગપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલાના પ્રભુ ગાદીએ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતમાં આ એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન તેમની પત્ની સાથે બિરાજમાન છે.

ADVERTISEMENT

અમદાવાદના સારંગપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલાથી પ્રભુ ગાદીએ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતમાં આ એક માત્ર મંદિર છે, જ્યાં ભગવાન તેમની પત્ની સાથે બિરાજમાન છે. મંદિરમાં દરેક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદના સારંગપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અમદાવાદ શહેરની સ્થાપના થઈ તે પહેલાના પ્રભુ ગાદીએ બિરાજમાન છે. સમગ્ર ગુજરાતમાં આ એક માત્ર મંદિર છે જ્યાં ભગવાન તેમની પત્ની સાથે બિરાજમાન છે. દર પુનમે ભાવિકો પગપાળા ડાકોર જાય છે અને જે અમદાવાદવાસી લોકો પગાપાળા ડાકોર જઈ શકતા નથી તેઓ દર પૂનમના દિવસે સારંગપુરમાં આવેલા રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા આવે છે અને ડાકોરના રણછોડરાયજીના દર્શન કર્યાની લાગણી અનુભવે છે.

D 1

અમદાવાદના સારંગપુરમાં રણછોડજીનું પૌરાણિક મંદિર

રણછોડજી મંદિરમાં છેલ્લા 70 વર્ષથી સદાવ્રત ચલાવવામાં આવે છે. ઉતરાયણના દિવસે મંદિર તરફથી ભંડારો કરવામાં આવે છે. રણછોડ ભગવાનનો અતિ પ્રિય પ્રસાદ શિરો છે. જે ભાવિકો રણછોડજી મંદિરે માનતા રાખે છે. તે લોકો માનતા પૂર્ણ થયા બાદ ભગવાનને શિરાનો પ્રસાદ ધરાવે છે. ભગવાનને શીરો એટલે કે જેને માનભોગ કહેવામાં આવે તેનો પ્રસાદ ધરાવી ભાવિકોને વહેંચવામાં છે. હિન્દુઓનું નવું વર્ષ કારતક મહિનામાં એકમના દિવસથી ચાલુ થાય.છે તે દિવસે મંદિરે ભવ્ય અન્નકુટ કરવામાં આવે છે. મંદિરમાં અનેક પ્રકારની મીઠાઈઓ, વિવિધ સામગ્રીઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લે છે. સવારની મંગળા આરતીમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે. ધનુર માસમાં ભગવાનને ઘઉં અને તુવેરની દાળનો મિક્સ ખીચડાનો પ્રસાદ ધરાવામાં આવે છે.. ઉતરાયણના દિવસે મંદિરને પતંગોથી સુશોભિત કરવામાં આવે છે. દેશ વિદેશથી લોકો પોતાની આતૂટ આસ્થા સાથે રણછાડજીના દર્શન કરવા મંદિરે આવે છે. મંદિરના પ્રાંગણમાં આશરે ચારથી પાંચ હજાર સાધુ સંતો આવે છે. મંદિર તરફથી ઊંધિયું પૂરી અને જલેબી જમાડવામાં આવે છે.

D 2

રણછોડરાયજીને કેસર કેરીનો પણ શણગાર કરવામાં આવે છે

હોળીનો ઉત્સવ ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય ઉત્સવ છે. વસંતપંચમીથી ધુળેટી સુધીના દિવસોમાં ડાકોર ચાલતા જતા સંઘો અચૂક રણછોડરાયના ચરણોમાં પોતાની ધજા મૂકી એમના આશીર્વાદ લઇ દર્શન કરી અહીંથી પગપાળા ડાકોર જાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા દિવસથી અતિશય ગરમી ચાલુ થાય ત્યારે પ્રભુને ચંદનનો લેપ લગાડવામાં આવે છે અને તે આખો દિવસ એટલે વહેલી સવારથી સાંજ સુધી રાખવામાં આવે છે અને સાંજે ઉતારી લેવામાં આવે છે. ભગવાન પરથી ઉતારેલુ ચંદન પ્રસાદ રૂપે ભકતોને આપવામાં આવે છે. ભાવિકો પણ એને પ્રસાદી રૂપે રોજ સવારના પોતે બહાર જતા હોય ત્યારે કપાળમાં તેનો ચાંદલો કરે છે અને પ્રસાદી રૂપે પણ તેને ગ્રહણ કરે છે. ભગવાન શ્રી રણછોડરાયજીને કેસર કેરીનો પણ શણગાર કરવામાં આવે છે. અને સાંજના કેરીનો મનોરથ કરી ભાવિકોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

app promo2

આ પણ વાંચો: કોળિયાક પાસે બિરાજે નિષ્કલંક મહાદેવ, સમુદ્ર કરે છે જળાભિષેક, કથા રોચક

ભાવિકો ચંદનનો ચાંદલો ગ્રહણ કરે છે પ્રસાદી રૂપે

અષાઢી સુદ બીજ રથયાત્રાનો દિવસ છે. ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન, બલભદ્ર અને બેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થઈ નગરની પરિક્રમા કરવા નીકળે છે. તેવી જ રીતે રણછોડરાયજીની પણ એ જ રીતે પરિક્રમા કરાવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાનના વિવિધ પ્રકારના હિંડોળાઓ થાય છે.. જેમાં બાલ્ય અવસ્થામાં પ્રભુએ જેટલી લીલાઓ વ્રજમાં કરી એ લીલાઓને અનુસરીને ભગવાનના વિવિધ હિંડોળાઓનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં છેલ્લા 70 વર્ષોથી અન્નક્ષેત્ર ચાલુ છે. જેમાં સવારે 11:30 વાગે રાજભોગના દર્શન ખુલે એટલે 70 થી 80 સાધુ સંતોને મંદિર તરફથી ભોજન કરાવવામાં આવે છે.. દિવાળી, ધનતેરસ અને કાળીચૌદસ આ ત્રણે દિવસ મંદિરમાં ચારે બાજુ સુદર રોશની કરવામાં આવે છે. મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવે છે. મંદિરે દર્શનાર્થીઓં, વેપારીઓ અને આજુબાજુના લોકો અચૂક દર્શન કરવા આવે છે. મંદિરમાં આવતા લોકોની મનોકામના પૂર્ણ થતા તેઓ પરિવાર સાથે દર્શને આવીને ધન્યતા અનુભવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Ranchodji Temple Sarangpur Ranchodji Temple

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ