બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / કોળિયાક પાસે બિરાજે નિષ્કલંક મહાદેવ, સમુદ્ર કરે છે જળાભિષેક, કથા રોચક

દેવ દર્શન / કોળિયાક પાસે બિરાજે નિષ્કલંક મહાદેવ, સમુદ્ર કરે છે જળાભિષેક, કથા રોચક

Dinesh Chaudhary

Last Updated: 06:30 AM, 9 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાને 125 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે, આ દરિયાકાંઠા પર અનેક શિવમંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે. જેમાં સૌથી પ્રાચીન મંદિર કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરને માનવામાં આવે છે

ભાવનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા કોળિયાક ગામ પાસે સમુદ્રમાં બિરાજમાન છે નિષ્કલંક મહાદેવ, અહિં શિવલિંગનાં દર્શન કરવા એક લ્હાવો છે, આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્ર જળાભિષેક કરે છે અહિં કોઈ મોટુ મંદિર નથી પણ લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અને ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાન માટે લાખો શ્રદ્ધાળુઓ અહિં ઉમટે છે. ભાવનગર ખંભાતના અખાતની સામેના છેડે વસેલું છે, ભાવનગર જિલ્લાને 125 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે, આ દરિયાકાંઠા પર અનેક શિવમંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે. જેમાં સૌથી પ્રાચીન મંદિર કોળીયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરને માનવામાં આવે છે, મહાદેવજીના આ મંદિરે ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે. જેમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સમુદ્ર સ્નાન કરવા માટે આવે છે. અહીં દિવસમાં બે વખત ઓટના સમયે દરિયામાં એક કિલોમીટર ચાલીને લોકો શિવલિંગના દર્શન કરી શકે છે. અને સમુદ્રમાં સ્નાન કરી લોકો નિષ્કલંક બને છે.

D 5

કોળિયાક ગામ પાસે બિરાજમાન નિષ્કલંક મહાદેવ

પાંડવો અને કૌરવોના યુદ્ધમાં જાણે અજાણે થયેલા પાપ અને કલંકમાંથી મુક્તિ મેળવવા પાંડવો પરિભ્રમણ કરતા હતા ત્યારે ફરતા ફરતા હાલમાં ઓળખાતા કોળિયાકના સમુદ્ર તટે ગોહિલવાડ પંથકમાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણના કહેવાથી તેમણે કાળી ધજા સાથે રાખી હતી. અને ધજા સફેદ થઇ જાય ત્યારે તેઓ પાપ અને કલંકમાંથી મુક્ત થઇ જશે તેમ કહેવામાં આવ્યું હતું. વર્તમાનના કોળિયાક પાસેના સમુદ્ર કિનારે પાંડવો પહોંચ્યા ત્યારે ધજા સફેદ થઇ ગઈ હતી. એટલે પાંડવોએ આ દરિયાકાંઠે પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી, જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. નિષ્કલંક મહાદેવના શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્ર પોતે અભિષેક કરે છે.

D 1

આ પણ વાંચો: સરહદી પંથકમાં આવેલુ છે ઐતિહાસિક માતાનું મંદિર, તેજા પુંજા પર પ્રસન્ન થયા માતાજી, જાણો રોચક કથા

પાંડવોએ અહિં પાંચ શિવલિંગની કરી હતી સ્થાપના

અહીં ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું અનેરું મહત્વ છે. આમ તો શ્રાવણ માસ ઉપરાંત પાંચમ તેમજ અન્ય દિવસોમાં પણ સમુદ્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. કોળીયાકના દરિયામાં આવેલા આ શિવલિંગ આશરે ૫૦૦૦ વર્ષ જૂના હોવાની માન્યતા છે. અહિં શ્રાવણ માસના અંતિમ દિવસ, ભાદરવી અમાસે મેળો યોજાય છે. ત્યારે સમુદ્ર સ્નાન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડતી જનમેદનીનો આકાશી નજારો જોઈએ તો જાણે માનવ સમુદ્ર રચાયો હોય તેવુ દ્રશ્ય સર્જાય છે. અહીં પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિ કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે. કોળિયાકના દરિયામાં ઓટના સમયે દિવસમાં બે વખત શિવલિંગનાં દર્શન થઇ શકે છે, લોકો શ્રાવણ માસ ઉપરાંત રવિવાર તેમજ રજાના દિવસોમાં પણ અહીં હરવા ફરવા આવે છે, પાંડવોએ પૂજા કરી અને શિવલિંગની સ્થાપના કરી તે દિવસથી અહીં આવતા દર્શનાર્થીઓ સમુદ્ર સ્નાન કરી પોતાનાથી જાણતા અજાણાતા થયેલા પાપોમાંથી મુક્તિ મેળવતા હોવાની અનુભૂતિ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nishkalanka Mahadev Dev Darshan Nishkalanka Mahadev Temple
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ