બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / સરહદી પંથકમાં આવેલુ છે ઐતિહાસિક માતાનું મંદિર, તેજા પુંજા પર પ્રસન્ન થયા માતાજી, જાણો રોચક કથા

દેવ દર્શન / સરહદી પંથકમાં આવેલુ છે ઐતિહાસિક માતાનું મંદિર, તેજા પુંજા પર પ્રસન્ન થયા માતાજી, જાણો રોચક કથા

Dinesh Chaudhary

Last Updated: 06:30 AM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ ગામે વસવાટ કરતા ભાંગરા પરિવારના તેજો અને પૂંજો બે વડીલો વર્ષો પહેલા દુષ્કાળ પડતા પોતાના માલ ઢોર ચરાવવા માટે પાટણ પંથકમાં આવેલા ચંદ્રુમણા ગામે ગયા હતા જ્યાં તેજા પુંજા ભાંગરાને સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા.

ભારત અને પાકિસ્તાન બોર્ડર પર અનેક દેવીદેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે. અનેક લોકોની આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં તેજાપૂંજા ભાંગરાની સિકોતર માતાજીનુ મંદિર આવેલુ છે. સિકોતર માતાજીના પૌરાણિક મંદિરે વર્ષોથી ભાવિકો નિયમિત દર્શને આવે છે. અને મા સિકોતરના મંદિરે આવતા તમામ ભાવિક ભક્તોને સદાય આશીર્વાદ આપી તેમની રક્ષા કરે છે. હિન્દુ ધર્મની આસ્થા અને શ્રદ્ધા દેવી-દેવતાઓ સાથે અતૂટ રીતે જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. જિલ્લાના સરહદી પંથકમાં આવેલુ ઐતિહાસિક ધામ એટલે વાવ તેજા પુંજા ભાંગરાની સિકોતર માતાનું પૌરાણિક ધામ.

d 3 1

બનાસકાંઠાના વાવમાં મા સિકોતર બિરાજમાન

વાવ ગામે વસવાટ કરતા ભાંગરા પરિવારના તેજો અને પૂંજો બે વડીલો વર્ષો પહેલા દુષ્કાળ પડતા પોતાના માલ ઢોર ચરાવવા માટે પાટણ પંથકમાં આવેલા ચંદ્રુમણા ગામે ગયા હતા જ્યાં તેજા પુંજા ભાંગરાને સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા. દિવસો વિતતા વાવ પંથકના વળતા પાણી થયા અને ભાંગરા પરિવાર પોતાના દેશ તરફ એટલે કે સરહદી પંથકના વાવ ગામે પરત આવ્યા હતા જ્યાં સિકોતર માતાજીના સાક્ષાત દર્શન થવા લાગ્યા છે. માતાજીના પરચા મળતા સરહદી પંથક વાવ ગામે આવેલ રબારીવાસમાં સિકોતર માતાજીનું નાનું મંદિર બનાવવામાં આવ્યું. અને લોકો તેજા પૂંજાની ભાંગરાની માતા સિકોતરને પૂજવા લાગ્યા. અને હાલ બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી ભક્તોની મા સિકોતર માતા પ્રત્યેની આસ્થા વધતા સરહદી વાવ વિસ્તારમાં સિકોતર માતાનું મોટું મંદિર નિર્માણ પામ્યુ છે. ભાવિકો નિયમિત માતાજીના દર્શને આવે છે. મંદિરે દર્શને આવતા યાત્રાળુઓ માટે જમવા અને રહેવા માટે નિશુલ્ક ઉત્તમ સુવિધા કરવામાં આવી છે. વર્ષ દરમ્યાન મંદિરે ભરાતા મેળામાં હજ્જારોની સંખ્યામાં ભાવિકો આવે છે.

d 1app promo3

આ પણ વાંચો: કુછડી ગામે બિરાજમાન ખીમેશ્વર મહાદેવ, પાંડવો સાથે જોડાયેલો છે રોચક ઈતિહાસ

d 2

વાવ પંથક એટલે તેજા પૂંજા ભાંગરાની સિકોતરનું ધામ

સરહદી વાવ વિસ્તારમાં સિકોતર માતાજીના મંદિરે દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે. વાવ પંથક તેજા પૂંજા ભાંગરાની સિકોતરનું ધામ મોટું આસ્થા નું કેન્દ્ર બન્યુ છે. ભાંગરા પરિવારને દુષ્કાળમાં ચંદ્રુમણાથી પરચા પુરી પ્રસન્ન થયેલ મા સિકોતરને રબારી સમાજના ભાંગરા પરિવાર વર્ષોથી પૂજા અર્ચના કરે છે. બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાંથી બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા મંદિરે ઉમટી પડે છે. ભાવિકો સંતાન, ધંધા રોજગાર માટે બાધા રાખે છે અને માતાજી દરેક ભક્તોની માનતા પૂર્ણ પણ કરે છે. મહિલાઓ દર બીજના દિવસે મંદિરે દર્શન કરવા માટે આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સધી સિકોતર માતાના મંદિરની લોકોમાં અતૂટ આસ્થા છે. એટલે જ ભાવિકો મંદિરે મોટી સંખ્યામાં માતાજીના શરણે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Tejapunja Bhangra Sikotar Mataji Sikotar Mataji
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ