બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કુછડી ગામે બિરાજમાન ખીમેશ્વર મહાદેવ, પાંડવો સાથે જોડાયેલો છે રોચક ઈતિહાસ
Last Updated: 06:30 AM, 7 June 2025
પોરબંદરથી દસ કિલોમીટરના અંતરે આવેલુ છે કુછડી ગામ અને આ ગામમાં કુદરતી વાતાવરણમાં લીલીછમ હરીયાળી વચ્ચે ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મંદિરનો ઈતિહાસ પાંડવકાળ સાથે જોડાયેલો છે. ખીમેશ્વર મહાદેવના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો પાંડવો જયારે દ્વારકા જતા હતા ત્યારે અર્જૂને આ સ્થળ પર પોતાના નિયમ પ્રમાણે શિવલિંગની પૂજા કરીને ભોજન ગ્રહણ કર્યુ હતુ. ભોજન કર્યા પછી ભીમે અર્જૂનને કહ્યુ જે શિવલિંગની પૂજા કરી તે શિવલિંગ નહોતુ તે મેં મજાક કરવા રેતીનું બનાવ્યુ હતુ. ત્યારે અર્જુને ભીમને કહ્યુ કે જેનુ પણ હોય મને તો ભગવાન શિવનો આભાસ થયો છે. અને ત્યારથી ભીમને પણ શિવભકિત લાગી હતી અને ભીમે પર્ણ લીધુ કે જયાં સુધી અહિં શિવમંદિર નહી બને ત્યાં સુધી અહીંથી જઈશુ નહી. એટલે સહદેવે જોગણની મદદથી મંદિરનુ નિર્માણ કર્યુ હતુ.
ADVERTISEMENT
વર્ષો સુધી આ મંદિર ભીમેશ્વર મંદિર તરીકે જાણીતુ હતુ. પોરબંદરના રાજવી ખીમાજી જેઠવાએ 1932મા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો તે પછી આ મંદિરને ખીમેશ્વર મહાદેવ નામ આપવામા આવ્યુ હતુ. અહીં સાત દેવસ્થાન આવેલા છે. જેમા ગણેશજી, પાર્વતીજી, નવર્દુગા, ચાડેશ્વર, ધીગેશ્વર અને ચોસઠ જોગણીનુ મંદિર આવેલુ છે. આ દેવસ્થાનો પણ આસ્થાના પ્રતિક સમાન છે. સમગ્ર પોરબંદર જીલ્લા માટે આસ્થાના પ્રતિક સમાન રમણીય દરિયાકાંઠે આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ અને શિવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવે છે.
ખીમેશ્વર મહાદેવના મંદિરમાં ભીમનો ખાંડણીયો આજે પણ દર્શનીય છે. પાંડવો અહિં રોકાયા હતા ત્યારે ભીમે ખાંડણીયો બનાવ્યો હતો, તે ખાડણીયો આજે પણ મંદિર પરિસરમાં મોજૂદ છે. અને મંદિર સમક્ષ પાંડવોની દેરી પણ દર્શનીય છે. ગ્રામવાસીઓના દિવસની શરુઆત મહાદેવજીના દર્શન કરીને જ થાય છે. વર્ષો જૂના મહાદેવજીના આ મંદિરે ભાવિકો નિયમિત દર્શને આવી ધન્યતાનો અહેસાસ કરે છે
ADVERTISEMENT
પૌરાણિક કથા અનુસાર, જ્યારે માતા કુંતી અને પાંચ પાંડવો યાત્રાએ નીકળ્યા અને ગુજરાતના આ પશ્ચિમ કિનારે પહોંચ્યા, ત્યારે અર્જુનને શિવપૂજન કર્યા વગર અન્નપ્રાશન ન કરવાનો વ્રત હતો. ત્યારે અર્જુન અને ભીમ શિવમંદિરની શોધમાં નીકળ્યા હતા અને મંદિર ના મળતા ભીમે મજાક રેતીમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું અને ભીમને પણ શિવભક્તિ લાગી એટલે પાંડવોએ અહીં શિવમંદિર બનાવ્યુ હતુ.
વધુ વાંચો: પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ, આ જન્મતારીખ વાળા લોકોની પરેશાની વધશે
ADVERTISEMENT
ખીમેશ્વર ઈ. સ. ૧૮૨૩માં પોરબંદરના મહારાજા રાણા ખીમાજી જેઠવાના સમયમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને અહીં એક મઠનું પણ નિર્માણ થયું. રાણા ખીમાજીના નામ પરથી જ આ મંદિરનું નામ ખીમેશ્વર મહાદેવ પડ્યું હોવાનું મનાય છે. લોકો ખીમેશ્વર મહાદેવ મંદિરે આવી પિતૃક્રિયા કરે છે. લોકો અહીંયા અનેક માનતા રાખે છે અને તે માનતા પૂર્ણ થતાં મહાદેવજીના દર્શને આવી તેમનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે.
ખીમેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં ગણેશજીનું નાનુ મંદિર આવેલું છે. આ મંદિર સંકુલમાંની સૌથી નાની ગણેશ ડેરીનો ઉલ્લેખ મળે છે, જે હાથીના મસ્તક આકારની સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ડેરી છે. આ ગણેશ મંદિરનો ઇતિહાસ ખીમેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ સાથે સંકળાયેલો છે, કારણ કે તે આ જ પ્રાચીન સંકુલનો એક ભાગ છે. દૂરદૂરથી મહાદેવજીના દર્શને આવતા ભાવિક ભક્તો મંદિરે આવી મહાદેવજીના દર્શન કરી શાંતિનો અહેસાસ કરે છે.
ADVERTISEMENT
પોરબંદર નજીકના કુછડી ગામે આવેલા ખીમેશ્વર મહાદેવના મંદિરે વરસાદનો વરતારો જોવામા આવે છે. અષાઢી બીજના દિવસે શીવજી પર ફુલ ચડાવવામાં આવે છે અને પુજા બાદ ફુલ જે દિશામા પડે છે. તે મુજબ વરસાદ કેવો થશે અને વર્ષ કેવુ જશે તે નકકી થાય છે આ દિવસે મંદિરે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામા આવે છે. અને સમગ્ર ગામના લોકો પ્રસાદીનું પણ આયોજન કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા વર્તમાનમાં પણ યથાવત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.