બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન

દેવ દર્શન / જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:34 AM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, સદીઓ પહેલા આ સ્થળે એક વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું.

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પરંપરા ચાલતી રહી અને લોકોની દેરી સાથે શ્રદ્ધા જોડાતી ગઈ, એટલે નાની દેરી મોટા મંદિરના સ્વરુપમાં ફેરવાઈ. મહાદેવના આ પવિત્ર ધામમાં ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસની ઊંડી લાગણી અનુભવી શકાય છે.

d 1

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવ બિરાજમાન

અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના ઈતિહાસની વાત કરીએ તો, સદીઓ પહેલા આ સ્થળે એક વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. જેને અહિં રહેતા લોકોએ પોતાની શ્રદ્ધાના સ્થાન માટે નાની દેરી બનાવી દરરોજ આરતી, ધૂપ દીપ ચાલુ કર્યા હતા. વર્ષો સુધી નાની દેરીમાં બિરાજમાન સ્વયંભૂ શિવલિંગને 2002માં નવા રૂપે પુનઃસ્થાપિત કરી મહાદેવના સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ, ત્યારથી મંદિરમાં નવા વિકાસના અધ્યાય શરૂ થયા. થોડા સમય પહેલા 33 કોટી દેવી-દેવતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એટલે આ મંદિર માત્ર મહાદેવનું નહીં પરંતુ સર્વ દેવી દેવતાનું આશીર્વાદ સ્થાન બની ગયું છે. 33 કોટી દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આ મંદિર ભક્તોની શ્રદ્ધાનું વિશાળ કેન્દ્ર બની ગયું છે, જ્યાં દરેક દેવી દેવતાના આશીર્વાદ મળવાનો અહેસાસ થાય છે. આ મંદિર માત્ર પૂજા પાઠનું સ્થાન ના રહેતા, સેવાના કાર્ય માટે સમર્પિત સ્થાન પણ છે. દર મહિને સિનિયર સિટીઝન્સને જમાડવાનું, અગિયારસ અને પૂનમના દિવસે ભજનનો કાર્યક્રમ, અમાસે આનંદનો ગરબો, મંગળવારે હનુમાન ચાલીસા, ખોડિયાર માના પાઠ અને ગુરુવારે જલારામ બાપાના પાઠ કરવામાં આવે છે. દર વર્ષે રામનવમીની ભવ્ય શોભાયાત્રા, 151 દીવાની આરતી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે.

d 3

આ પણ વાંચો: પસવાદળમાં બિરાજમાન વિરપાનાથ દાદા, ગાયો માટે વ્હોરી શહાદત, મંદિરનો છે પૌરાણિક ઈતિહાસ

વરિષ્ઠ નાગરિકોએ કર્યુ નવા મંદિરનું નિર્માણ

ભક્તો માટે મહાદેવ માત્ર ભગવાન નહીં પણ જીવનનો આધાર છે. મહાકાલના આશીર્વાદથી તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં શક્તિ અને સહારો મળે છે. ભક્તોનું મન અહીં શાંતિ પામે છે અને તેમની ભાવનાઓ ભગવાન સુધી પહોંચે છે. આ સિવાય મંદિરમાં સિનિયર સિટીઝન ગ્રુપ બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેક-અપ કેમ્પ અને બાળકોની રસીકરણ જેવી સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરે છે. આ મંદિર માત્ર આરાધનાનું નહિં પરંતુ માનવસેવાનો જીવંત પ્રતિક બની ગયું છે. શ્રાવણ મહિનામાં હિંડોળા અને ભાગવત સપ્તાહ પણ અહીં ભક્તોની ભવ્ય હાજરીમાં હોય છે. વિશેષ વાત એ છે કે મંદિર તરફથી ક્યારેય દાન માંગવામાં આવતું નથી. મંદિરની આસપાસ રહેતા સિનિયર સિટીઝન્સ પોતાની ફરજ સમજીને મંદિરમાં દરેક કાર્યક્રમનું આયોજન કરે છે. મંદિર પરિસરમાં શનિદેવને બિરાજમાન કરવામાં આવ્યા છે. મહાદેવજીના દર્શન કરવા આવતા ભાવિક ભક્તો આ મંદિરમાં 33 દેવીદેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મહાદેવનું મંદિર. જ્યાં શ્રદ્ધા છે, આરાધના છે અને સેવા છે. જ્યાં એકલતા વિસર્જાય છે અને જીવનમાં નવી આશા ઉગે છે. ભગવાન મહાદેવના આશીર્વાદથી અહીં જીવંત છે આસ્થા અને સેવા. ભક્તો પોતાના જીવનની દરેક ખુશી-દુ:ખની ક્ષણોમાં અહીં આવે છે. દુઃખમાં આશરો અને સુખમાં કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. ભગવાન મહાદેવ પ્રત્યેની તેમની અસીમ શ્રદ્ધા અને વિશ્વાસ મંદિરમાં સદૈવ જીવંત રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Omkareshwar Mahadev Temple Dev Darshan Omkareshwar Mahadev

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ