બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Despite the controversies, the film LEO created a sensation at the box office, broke the record of 'Gadar 2' and grossed heavily.

Box office collection / ફિલ્મ LEO એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, 'ગદર 2' નો રેકોર્ડ તોડી કરી જોરદાર કમાણી

Pravin Joshi

Last Updated: 11:07 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજયની ફિલ્મ LEO હાલમાં ગદર 2 અને જવાન જેવી ફિલ્મોના રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે.

  • ફિલ્મ 'LEO' એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી 
  • 'LEO' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ
  • 'LEO' ચાર દિવસમાં ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ 

થલપતિ વિજયની ફિલ્મ 'LEO' એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. 'LEO' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. ચાર દિવસમાં ફિલ્મ 200 કરોડના ક્લબમાં પ્રવેશી ગઈ છે. રવિવારે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો છે. લોકેશ કનાગરાજની ફિલ્મ 'LEO' 19 ઓક્ટોબર 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શાનદાર ઓપનિંગ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક બોક્સ ઓફિસ પર રવિવાર 'LEO' માટે સારો દિવસ સાબિત થયો હતો.

 

ચોથા દિવસે બમ્પર કમાણી કરી 

વિજયની એક્શન થ્રિલર 'LEO' વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મે શરૂઆતના દિવસે 'ગદર 2' કરતાં વધુ કમાણી કરી હતી. રવિવારે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. ફિલ્મે રવિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક દિવસમાં રૂ. 40 કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે સાચા આંકડા આના કરતા વધારે હોઈ શકે છે.

ગદર 2 નો રેકોર્ડ તોડ્યો

થાલાપતિ વિજય અને સંજય દત્ત અભિનીત 'LEO'એ બોક્સ ઓફિસ પર રૂ. 65 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે તમિલમાં સૌથી વધુ અને કન્નડમાં સૌથી ઓછી કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મનું કલેક્શન 35.25 કરોડ રૂપિયા હતું. શનિવારે કમાણીમાં ઉછાળો આવ્યો અને LEO ના ખાતામાં 39.8 કરોડ આવ્યા. પહેલા વિકેન્ડમાં ફિલ્મે 179.85 રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે. આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થયેલી 'ગદર 2' એ પહેલા વીકએન્ડમાં 134.88 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મામલે વિજયની ફિલ્મ 'ગદર 2'ને પાછળ છોડી ગઈ છે.

LEOની સ્ટાર કાસ્ટ

વિજયની ફિલ્મ 'LEO' એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જેમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં છે. વિજય સાથે સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન પણ લીડ રોલમાં છે. ફિલ્મમાં અર્જુન સરજા અને સૂર્યા પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા રત્ના કુમાર અને ધીરજ વૈદ્ય સાથે લોકેશ કનાગરાજે લખી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ