બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / depression how wrong diet can cause depression what to eat to cure the disease

સાવધાન / અયોગ્ય ખાનપાનને કારણે તમે ડિપ્રેશનનો શિકાર બની શકો છો, હેલ્ધી બ્રેઈન માટે કરો આ વસ્તુઓનું સેવન

Manisha Jogi

Last Updated: 07:59 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલગ અલગ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આહારના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. અયોગ્ય ખાનપાનને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.

  • ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ સરળતાથી મળી રહે છે
  • આહારની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે
  • અયોગ્ય ખાનપાનને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે

આજના સમયમાં ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ સરળતાથી મળી રહે છે. અલગ અલગ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આહારના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. અયોગ્ય ખાનપાનને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. 

રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, શુગર ડ્રિંક, પ્રોસેસ્ડ મીટ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટયુક્ત આહારનનું સેવન કરવાથી શરીરમાં સોજો આવે છે. આ પ્રકારના આહારનું સેવન કરવાથી લીવર ડેમેજ થઈ શકે  છે. આ સોજાના કારણે ડિપ્રેશન સહિત અનેક સમસ્યા થઈ શકે છે. લીવરમાં ફેટ જમા થવા લાગે તો લિવર સેલ્સ ડેડ થઈ જાય છે, જે આંતરડામાં ફેલાઈ જતા સોજો આવે છે. જે બ્રેઈન સુધી ફેલાઈ શકે છે જેના કારણે ડિપ્રેશન થઈ શકે છે. 

પોષકતત્ત્વોની ઊણપ
ઓમેગા-3 ફેટી એસિડ, વિટામીન બી અને એન્ટીઓક્સિડેન્ટ જેવા જરૂરી પોષકતત્ત્વોની ઊણપને કારણે બ્રેઈનની કાર્યપ્રણાલી પર અસર થઈ શકે છે. આ પોષકતત્ત્વ ન્યૂરોટ્રાંસમીટરના ઉત્પાદન અને મૂડના નિયમન માટે મહત્ત્વપૂર્ણ છે. આ પોષકતત્ત્વોની ઊણપને કારણે મૂડ ડિસઓર્ડર થઈ શકે છે.

ડિપ્રેશનમાં ફાયદાકારક ફૂડ-
ફળ અને શાકભાજી- ફળ અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામીન, ખનિજ અને એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે. આ પોષકતત્ત્વથી મૂડ સારો રહે છે.

આખુ અનાજ- આખા અનાજ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે અને મૂડને સંતુલિત રાખવામાં મદદ કરે છે. 

હેલ્ધી ફેટ- ઓમેગા-3 ફેટી એસિડ જેવી હેલ્ધી ફેટથી મૂડ સારો રહે છે. માછલી, નટ્સ અને બીજમાં ભરપૂર માત્રામાં હેલ્ધી ફેટ હોય છે. 

પ્રોટીન- હેલ્ધી બ્રેઈન માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પર્યાપ્ત માત્રામાં પ્રોટીનનું સેવન કરવાથી મૂડ સારો રહે છે. 

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ