બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / department of telecommunication has called a meeting for the delay in 5g from companies

તાબડતોબ બેઠક / PM મોદી લેશે મોટો નિર્ણય? 5G માં આ સમસ્યા આવતા સરકાર નારાજ, મોબાઈલ કંપનીઓની લેવાશે ક્લાસ!

Khevna

Last Updated: 10:46 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપનીઓ દ્વારા 5G સોફ્ટવેર અપડેટ સમયસર ન આવવાને કારણે ટેલિકોમ વિભાગે તાબડતોબ બેઠક બોલાવી છે. જાણો વિગતવાર

  • 5G સોફ્ટવેર અપડેટમાં લાગી રહ્યો છે સમય 
  • ઘણી કંપનીઓએ નથી જાહેર કર્યું અપડેટ 
  • ટેલિકોમ વિભાગે બોલાવી બેઠક 

5G સોફ્ટવેર અપડેટમાં લાગી રહ્યો છે સમય 

પીએમ મોદી સરકાર તરફથી દેશમા 5G નેટવર્ક રોલઆઉટ કરવામાં આવ્યું છે. જિયો અને રિલાયન્સ જેવી ટેલિકોમ કંપનીઓએ મેટ્રો સિટીમા 5G નેટવર્ક ઉપલબ્ધ કરાવ્યું છે. આ છતાં પણ 5G સ્માર્ટફોન્સ હોવા છતાં લોકો ફોનમાં 5G નેટવર્કનો ઉપયોગ નથી કરી શકતા. આ બાબતને લઈને પીએમ મોદી સરકાર નારાજ છે. આવામા ટેલોકોમ વિભાગ તરફથી એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 5G સોફ્ટવેર અપડેટ અને 5G નેટવર્કનાં વિસ્તાર સહિત ઘણા મુદ્દાઓ પર મોટો નિર્ણય લેવામાં આવશે. 

ટેલિકોમ વિભાગે બોલાવી બેઠક 

ટેલિકોમ વિભાગ આજે બેઠકમાં Samsung, Xiaomi જેવા સ્માર્ટફોન્સ બનાવનાર કંપનીઓ અને ટેલિકોમ કંપનીઓને બોલાવશે. આ બેઠકમાં 5Gમાં સમય લાગવાને લઈને ચર્ચા કરવામાં આવશે કે આખરે શા માટે સ્માર્ટફોન કંપનીઓ તરફથી સમયસર 5G નેટવર્ક સપોર્ટને લઈને સોફ્ટવેર જાહેર નથી થઈ રહ્યો? જણાવવામાં આવે છે કે Samsung, OnePlus અને Appleને  5G સપોર્ટ સોફ્ટવેર ન જાહેર કરવા પર નારાજગી જતાવવામાં આવી છે. 

ટેલિકોમ વિભાગ તરફથી સ્માર્ટફોન બ્રાંડ, ચિપ મેકર કંપનીઓ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સેક્ટરનાં 30 ભાગીદારોને બોલાવવામાં આવ્યા છે. 

આ સ્માર્ટ ફોનને જાહેર કરવામાં આવ્યા 5G સોફ્ટવેર 
એરટેલની વેબસાઇટ અનુસાર, સેમસંગનાં માત્ર 9 ડિવાઇઝ 5G નેટવર્કને સપોર્ટ કરે છે. જ્યારે એપલ તરફથી iPhone 12 માટે 5G સોફ્ટવેર જાહેર કરવામાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો apple 5G નેટવર્ક પર અમુક ટેસ્ટિંગ કરી રહ્યું છે, જ્યાર બાદ 5G સપોર્ટ સોફ્ટવેર જાહેર કરી શકે છે. જ્યારે અન્ય કંપનીઓ જેવી કે Samsung, Xiaomi, Oppo અને Vivo પણ પોતાના સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર અપડેટને લઈને કામ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ