બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Department of Mines and Police raid in Kankerage, Banaskantha

મેગા ઓપરેશન / કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસનો સપાટો, 15 ડમ્પર, 1 હિટાચી મશીન સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

Malay

Last Updated: 01:09 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: બનાસકાંઠાના કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસનો સપાટો, મોટાજામપુરની બનાસ નદીમાંથી 15 જેટલા ડમ્પર, 1 હિટાચી મશીન સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત.

  • કાંકરેજના મોટા જામપુરની બનાસ નદીમાં દરોડા 
  • ખાણ ખનીજ વિભાગ અને શિહોરી પોલીસનું સંયુક્ત ઓપરેશન
  • હીટાચી મશીન સહિત આશરે 3 કરોડોનો મુદ્દામાલ જપ્ત

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ખાસ કરીને બનાસ નદીમાં રેતીની ચોરીનું દૂષણ વધ્યું છે. તો અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ માટી અને રેતીના ખનનની ફરિયાદ ઉઠી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગે આળસ ખંખેરીને ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવવાનું શરૂ કરી દીધું છે. બનાસકાંઠાના કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસે સપાટો બોલાવ્યો છે. જેમાં 15 જેટલા ડમ્પર, 1 હિટાચી મશીન સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 

ગેરકાયદે રેતી ખનન મામલે પાડ્યા દરોડા 
ખાણ ખનીજ વિભાગને માહિતી મળી હતી કે બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા રાત્રિ દરમિયાન રેત ખનન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે ખાણ ખનીજ વિભાગે શિહોરી પોલીસને સાથે રાખી મોટા જામપુરની બનાસ નદીમાં દરોડા પાડ્યા હતા. બનાસ નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વો પર તવાઈ બોલાવી હતી. 

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર તવાઈ
આ દરમિયાન સ્થળ પરથી 15 જેટલા ડમ્ફર અને એક ઇટાચી મશીનને ઝડપી પાડવામાં આવ્યું હતું. ખાણ ખનીજ અને પોલીસની ઓચિંતી તપાસથી ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે.  તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ થયો છે. ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂ.270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણીયા રાજાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આશરે 270 કરોડ રૂપિયાનો દંડ 
ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે હાથ ધરેલા ઓપરેશન દરમિયાન કુલ 14 સર્વે નંબરમાં ખોદકામ માપણી કરતા 5.44. 540. 95 મેટ્રિક ટન કાળા પથ્થરનું ગેરકાયદે ખોદકામ થયાનો ખુલાસો થયો હતો. આથી આ ખનીજની ચોરી કરનારને ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી મોટો આશરે 270 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. 

ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો
પર્યાવરણને નુકસાન કરવા બદલ પણ ભૂમાફિયાઓને રૂ.2.28 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બે દિવસથી ચાલી રહેલ તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદે ખનન વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ