બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચિકનગુનિયા-ડેન્ગ્યુથી તુરંત થઈ જશો સાજા! જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Last Updated: 03:37 PM, 6 October 2024
ડેન્ગ્યુ અને ચિકનગુનિયા મચ્છરો દ્વારા ફેલાતો રોગ છે અને જો ચિકનગુનિયાની વાત કરીએ તો તે એક વાયરસ છે જે સંક્રમિત માદા મચ્છરોના કરડવાથી થાય છે અને તે મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. સામાન્ય રીતે જે લોકોને ચિકનગુનિયા થાય એમને સ્નાયુઓ અને સાંધાઓમાં દુખાવો અને હાઇ ફીવર આવે સાથે જ માથાનો દુખાવો, ચક્કર, થાક જેવા લક્ષણો જોવા મળે છે.
ADVERTISEMENT
ચિકનગુનિયા સામાન્ય રીતે મચ્છર કરડ્યા પછી 3-7 દિવસની વચ્ચે શરૂ થાય છે અને તેના લક્ષણો 10-12 દિવસ સુધી રહે છે.આ ચિકનગુનિયા માટે કોઈ ઈલાજ કે રસી નથી પણ જ્યારે ડૉક્ટર પાસે જશો એ તમને તાવ અને દુખાવાથી રાહત મળે અને ઇમ્યુનિટી સારી બને તેના માટે દવા આપે છે. દવા લેવાની સાથે ઠીક થવા માટે ઘરે પણ થોડી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે.
ADVERTISEMENT
જેમ કે જે વ્યક્તિને ચિકનગુનિયા થયો હોય તેના શરીરમાં પાણી ઓછું થઈ જતું હોય છે તો દર્દીએ વધુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ જેથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. સાથે જ ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા માટે વિટામિન સી વાળા ફળો જેમ કે નારંગી, જામફળ અને લીંબુનું સેવન કરવું જોઈએ અને વધુને વધુ આરામ કરવો જોઈએ.
ડેન્ગ્યુની વાત કરીએ તો આ બીમારી પણ મચ્છરને કારણે થાય છે અને આ મચ્છર પણ સવાર અને સાંજે વધુ કરડે છે. આ મચ્છર વધુ ઊંચે નથી ઊડી શકતા અને તે આપણાં ઘૂટંણ સુધી પહોંચે છે જેના કારણે તેનાથી બચવા માટે એ પ્રમાણે કપડાં પહેરવા જોઈએ. ડેન્ગ્યુમાં સૌથી પહેલા તાવ આવે છે, એ બાદ શરીર અને પેટનો દુખાવો, સતત ઊલટીઓ થવી, માથાનો દુખાવો અને આંખનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. ધીરે ધીરે શરીરમાંથી પ્લેટલેટ્સ પણ ઓછા થવા લાગે છે.
ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ દવા કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. તાવને કાબૂમાં રાખવા માટે ડૉક્ટર પેરાસિટામોલ જેવી દવા આપે અને ડેન્ગ્યુથી ઠીક થવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ અને પ્લેટલેટનો કાઉન્ટ વધે એ માટે પપૈયાના પાનના રસનું સેવન કરવું જોઈએ. સાથે જ લીમડાના પાંદડા, હળદર, આમળા અને ખાસ ફળોનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.