બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમે નથી લેતા ને કામનો વધારે બોજ, ઓવર વર્કલોડ બની શકે ઘાતક, બચાવશે આ ટિપ્સ

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / તમે નથી લેતા ને કામનો વધારે બોજ, ઓવર વર્કલોડ બની શકે ઘાતક, બચાવશે આ ટિપ્સ

Last Updated: 02:51 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અત્યારે ભાગદોડભર્યા જીવનમાં લગભગ દર બીજી વ્યક્તિને સ્ટ્રેસ કે એન્ઝાઈટી થતી હોય છે અને આમાંથી મોટાભાગના લોકોને ઓફિસનો સ્ટ્રેસ રહે છે. જો તમારા પર પણ ઓફિસનું વર્કલોડ છે તો આ ટિપ્સથી તમે વર્ક સ્ટ્રેસ દૂર કરી શકો છો.

1/6

photoStories-logo

1. એક લિમિટ કરતાં વધુ કામ પણ કરવું જોઈએ

જો તમે કોઈ પણ વસ્તુ એક લિમિટ કરતાં વધુ કરો છો તો તે વસ્તુ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભલે તે કઈં ખાવાનું હોય, કોઈ વસ્તુનું સેવન હોય, ફોનનો ઉપયોગ હોય કે સતત કામ જ કેમ ન હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વર્કલોડને મેનેજ કરો

જો તમે પણ ઓફિસના વધુ કામને કારણે પરેશાન રહો છો તો તમારે પહેલા તો તમારા વર્કલોડને મેનેજ કરવું જોઈએ, નહીં તો તે ઘણી પરેશાનીનું કારણ બની શકે છે. આ માટે તમે થોડી ટિપ્સ ફોલો કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કલાકો સુધી ખુરશી પર બેઠા ન રહો

ઓફિસ જવાનો એ અર્થ નથી કે, તમે હંમેશા ખુરશી પર બેસીને લેપટોપમાં જ રહો. તણાવ દૂર કરવા માટે થોડી થોડી વાર ટહેલો. ખુરશી પર બેઠા બેઠા જ કસરત કરો. બ્રીધિંગ એક્સરસાઈઝ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વચ્ચે વચ્ચે 10 મિનિટનો બ્રેક લો

લંચ બ્રેકમાં જ કામમાંથી બ્રેક લેવી તેવું જરૂરી નથી. વચ્ચે વચ્ચે 10 મિનિટની બ્રેક લઈ શકો છો, જેથી તમારો સ્ટ્રેસ ઓછો થશે. તમે ટી બ્રેકમાં જઈને તમારા સહકર્મી સાથે ચાનો આનંદ માણી શકો છો, જેથી સ્ટ્રેસ દૂર થશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આસપાસના લોકો સાથે વાતો કરો

આસપાસના સહકર્મીઓ સાથે વાત કરતા રહો. શેરિંગ કરવાથી ટેન્શન ઓછું થાય છે. ઓફિસમાં કોઈ સિનિયર વ્યક્તિનો સ્વભાવ સારો હોય તો તેને તમારી સમસ્યા જણાવો, જેથી તમે યોગ્ય પ્રકારે સમજી શકશો અને સ્ટ્રેસ દૂર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. વધુ પડતાં કામને ના પાડતા શીખો

ઘણી વખત વધુ પડતાં કામના કારણે તમારા કામનો બોજ વધી જાય છે. એટલા માટે જો તમારી પાસે પહેલેથી જ ઘણું કામ છે અને તમને કોઈ નવું કામ સોંપવામાં આવી રહ્યું છે તો ના પાડતા શીખો. સાથે જ જો તમને લાગે છે કે વધુ કામ આપવામાં આવ્યું છે, તો તમારા બોસ સાથે આ વિશે વાત કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Workload Reducing Tips Office Work Stress Office Workload

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ