બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / delhi minister satyendra jains health deteriorates suffers

કોરોના / દિલ્હી સરકારના આ મંત્રીની તબિતય લથડી, ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર રખાયા

Kavan

Last Updated: 04:10 PM, 19 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસથી ઝઝૂમી રહેલા દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત બગડતી જાય છે. શુક્રવારે પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે જૈનને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તો તાવ પણ સતત જોવા મળી રહ્યો છે. ડોક્ટરનું કહેવું છે કે, તેમને ન્યૂમોનિયા વધી રહ્યો છે અને તેમને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવી શકે છે. હાલ તેમને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.

  • દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી 
  • ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર રખાયા 
  • સોમવારથી કોરોનાની સારવાર લઇ રહ્યા છે 

આપને જણાવી દઇએ કે, ગત સોમવારની રાતે સત્યેન્દ્ર જૈનની અચાનક તબિયત બગડતા તેમને પૂર્વી દિલ્હી સ્થિત રાજીવ ગાંધી સુપર સ્પેશિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ મંગળવારે રાતે ફરીવાર તેમની તબિયત બગડતા બુધવારે ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. 

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સંભાળી રહ્યા છે તેમનો પદભાર 

તેમની ગેરહાજરીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમના મંત્રાલયનો પદભાર સંભાળી રહ્યા છે. તેમના તમામ પ્રકારના વિભાગનો પ્રભાવ સિસોદિયા હાલ સંભાળી રહ્યા છે. સ્વસ્થ થઇને કામ પર પરત ફરવા સુધી સત્યેન્દ્ર જૈન  'Minister without portfolio' રહેશે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 50 હજાર 

કોરોનાવાયરસના આંકડા પર નજર નાખો તો, દેશમાં મહારાષ્ટ્ર કોરોનાવાયરસના કેસ સાથે મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી દિલ્હી ત્રીજા સ્થાને છે. 19 જૂન સવાર સુધીમાં, કોરોના કેસની કુલ સંખ્યા 49,979 પર પહોંચી ગઈ છે. તેમાંથી 26,669 કેસ સક્રિય છે. તે જ સમયે, 21,341 લોકો પુન:પ્રાપ્ત થયા છે. અહીં કોરોનાથી 1969 લોકો મૃત્યુ પામ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ