બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Delhi Metro Video viral: 'Why will we be ashamed...,' Argument between Aunty and Couple

Delhi Metro / 'હમ ક્યો શરમ કરે...', દિલ્હી મેટ્રોનો વધુ એક VIDEO વાયરલ, એવું શું થયું કે કપલ સામે બાખડી પડી બે આંટી

Megha

Last Updated: 10:52 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થયેલ વીડિયો દિલ્હી મેટ્રોનો છે જેમાં એક કપલ અને બે આંટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી. વિડીયોમાં આંટી કહે છે કે ' થોડી શરમ રાખો' તો કપલે કહ્યું 'તમે તમારા કામથી કામ રાખોને'

  • સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોના વીડિયો વાયરલ થતા રહે છે
  • એક કપલ અને બે આંટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ 
  • આંટી કહે છે કે 'તમે થોડી શરમ રાખો' તેના પર કપલે કહ્યું 'તમે તમારા કામથી કામ રાખોને'

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર દિલ્હી મેટ્રોના વીડિયો વાયરલ થતા રહે છે. આ વાયરલ થયેલ વિડીયોમાં ક્યારેક કપલ કિસ કરતો વીડિયો તો ક્યારેક કોઈ રિલ્સ બનાવતો વીડિયો વાયરલ થઈ જાય છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ દિલ્હી મેટ્રો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી આમ છતાં પણ મેટ્રો તરફથી નવી-નવી ઘટનાઓ સામે આવતી રહે છે. હવે આ લિસ્ટમાં એક નવો વીડિયો સામેલ થયો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલ વાયરલ થયેલ આ વીડિયો પણ દિલ્હી મેટ્રોનો છે અને તેમાં એક કપલ અને બે આંટીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે.  વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેટ્રોની સીટ પર બેઠેલા બે આંટી અને કપલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. આંટી કહે છે કે તમે લોકો થોડી શરમ રાખો, તમારે આવું ના કરવું જોઈએ. આના પર છોકરો કહે છે કે અમે શું કામે શરમ રાખી, અમે એવું કઈં નથી કરી રહ્યા.. તમે તમારા કામથી કામ રાખોને...' જો કે થોડા સમય બાદ આ બોલાચાલી બધુ ઉગ્ર બની હતી. વાયરલ વિડીયો અને વાતચીત ઉપરથી લાગી રહ્યું છે કે એ બે આંટીઓને કપલ જે રીતે ઊભું હતું એ પસંદ આવ્યું નહતું જેની દલીલમાં છોકરો કહે છે કે અમે કોઈ એવું કામ નહતા કરી રહ્યા..' જુઓ વિડીયો 

જણાવી દઈએ કે આ વીડિયો 26 જૂને ટ્વિટર પર @gharkekalesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે- દિલ્હી મેટ્રોની અંદર બે આન્ટી અને કપલ વચ્ચે ઝઘડો થયો હતો, કપલ મેટ્રોની અંદર જે રીતે ઊભું હતું તે આન્ટીને પસંદ નહોતું. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં કેટલાકે કહ્યું કે જ્યારે અમે મેટ્રોમાં મુસાફરી કરીએ છીએ ત્યારે આવું કેમ નથી થતું, જ્યારે કેટલાક લોકોએ કપલને સમર્થન આપતાં કહ્યું હતું કે, જબ પ્યાર કિયા તો ડરના ક્યા? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ