બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Delhi High Court upholds acquittal of Muslim man accused of raping his 15-year-old wife

મહત્વનો ચુકાદો / 15 વર્ષની પત્ની સાથે શારીરિક સંબંધો બાંધવાને રેપ ન કહી શકાય- HCએ આરોપીને છોડી મૂક્યો

Hiralal

Last Updated: 02:46 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 વર્ષની મુસ્લિમ સગીરા પર રેપના આરોપીને છોડી મૂકવાના ટ્રાયલ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે.

  • 15 વર્ષની મુસ્લિમ સગીરા પર કથિત રેપનો કેસ
  • સગીરાની માતાએ કરી રેપની ફરીયાદ
  • હાઈકોર્ટે 15 વર્ષની સગીરા સાથેના શારીરિક સંબંધોને ન માન્યો રેપ 

15 વર્ષની મુસ્લિમ સગીરા સાથે શારીરિક સંબંધોને રેપ માનવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે અને રેપના આરોપીને છોડી મૂકવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય દિલ્હી હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું કે, લગભગ 15 વર્ષની પીડિતા, જે તેની પત્ની હતી, તેની સાથે શારીરિક સંબંધ બાંધવાને બળાત્કાર કહી શકાય નહીં.

આરોપી પર 15 વર્ષની સગીરા પર રેપનો આરોપ 
જસ્ટીસ સુરેશકુમાર કૈટ અને જસ્ટીસ નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેંચે ટ્રાયલ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો કે પોક્સો એક્ટની કલમ 5 (1) સાથે વાંચવામાં આવતી કલમ 6 હેઠળ સગીરની જુબાનીને ધ્યાનમાં રાખીને કોઈ ગુનો કરવામાં આવ્યો ન હતો. પીડિતાએ જણાવ્યું કે ડિસેમ્બર 2014માં તેની (આરોપી) સાથે લગ્ન કર્યા હતા અને તે પછી જ તેણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ખંડપીઠે કહ્યું કે પીડિતા આરોપીની પત્ની હતી, જે લગભગ પંદર વર્ષની હતી, તેથી પીડિતા સાથે પ્રતિવાદીના શારીરિક સંબંધોને બળાત્કાર ગણાવી શકાય નહીં. પ્રતિવાદીને નિર્દોષ છોડી મૂકવા યોગ્ય છે. ખંડપીઠે 15 નવેમ્બર, 2016 ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા ચુકાદા સામે અપીલ કરવાની મંજૂરી માંગતી ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે મોહમ્મદ કે (નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે)ને ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ સજાને પાત્ર બળાત્કારના ગુનામાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ઓક્ટોબર અને નવેમ્બર 2014 દરમિયાન આરોપીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો, જે તેનો બનેવી પણ છે.

હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો કેસ 
પીડિતાએ ટ્રાયલ કોર્ટને જણાવ્યું હતું કે ડિસેમ્બર 2014માં તે તેની માતા, બહેન અને આરોપી સાથે તેના કઝિનના લગ્નમાં હાજરી આપવા માટે બિહારમાં તેના વતન ગઈ હતી. લગ્નમાં હાજરી આપ્યા બાદ તેણે આરોપી સાથે લગ્ન કરી લીધા હતા. તેના માતા-પિતાને આરોપી સાથેના તેના લગ્નની જાણકારી નહોતી.
તેની પ્રેગ્નેન્સીની જાણ થતાં પીડિતાની માતાએ સગીરાને પોલીસ સ્ટેશન લઇ જઇ ફરિયાદ નોંધાવી હતી. સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા પોતાના નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે આરોપીએ લગ્ન પહેલા ક્યારેય તેની સાથે કશું ખોટું કર્યું નથી. ટ્રાયલ કોર્ટ સમક્ષ જુબાની આપતા સગીરની માતાએ જણાવ્યું હતું કે, પીડિતાએ તેને જણાવ્યું હતું કે તેણે તેની સંમતિ વિના આરોપી સાથે લગ્ન કર્યા છે. તેની સગીર પુત્રીની વાતો પર વિશ્વાસ કરતી નથી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં તેણે ફરિયાદ કરી હતી અને એફઆઈઆર નોંધાવી હતી.

હાઈકોર્ટે કેમ છોડી મૂક્યો 
ખંડપીઠે જણાવ્યું હતું કે, સગીરાએ ડિસેમ્બર, 2014માં પ્રતિવાદી સાથે લગ્ન કર્યા હતા અને તે પછી જ તેઓએ શારીરિક સંબંધો બાંધ્યા હતા, પોક્સો એક્ટની કલમ 5 (1) હેઠળ કોઈ ગુનો બનતો નથી. તેથી, પ્રતિવાદીને નિર્દોષ છોડી મૂકવાનો નિર્ણય વાજબી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ