બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / deepika padukone shah rukh khan new song besharam rang controversy prakash raj

બોલીવુડ / દિપીકાના સપોર્ટમાં ઉતર્યો 'સિંઘમ'નો વિલન, બેશરમ રંગમાં બિકિની વિવાદ પર 'આતા માજી સટકલી', જુઓ શું કહ્યું

Premal

Last Updated: 05:56 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણનુ નવુ ગીત બેશરમ રંગ ચાહકોને ખાસ પસંદ આવ્યું નથી. અભિનેત્રીના બોલ્ડ કૉસ્ચ્યુમને લઇને લોકોએ વાંધો દર્શાવ્યો છે. અભિનેતા પ્રકાશ રાજે અભિનેત્રીનો સપોર્ટ કર્યો છે.

  • પઠાણનુ નવુ ગીત બેશરમ રંગ ચાહકોને આવ્યું નાપસંદ
  • અભિનેત્રીના બોલ્ડ કૉસ્ચ્યુમને લઇને લોકોએ વાંધો દર્શાવ્યો
  • અભિનેતા પ્રકાશ રાજે અભિનેત્રીનો સપોર્ટ કર્યો

ગીત 'બેશરમ રંગે' લોકોને ખૂબ નિરાશ કર્યા

ફિલ્મ પઠાણના હાલમાં આઉટ થયેલા ગીત બેશરમ રંગે લોકોને ખૂબ નિરાશ કર્યા છે. ગીતને લઇને પહેલા દિવસથી હોબાળો થયો છે. ગીતમાં અભિનેત્રીના બોલ્ડ કૉસ્ચ્યુમને લઇને લોકોએ વાંધો દર્શાવ્યો છે. એવામાં અભિનેતા પ્રકાશ રાજે અભિનેત્રીનો સપોર્ટ કર્યો છે.

અભિનેત્રીની ભગવા રંગની બિકિનીને લઇને વાંધો દર્શાવ્યો 

ખરેખર, પઠાણનુ નવુ ગીત બેશરમ રંગ લોકોને કોઈ ખાસ પસંદ આવ્યું નથી. ગીતના અમુક સીનમાં અભિનેત્રીએ ભગવા રંગની બિકિની પહેરી છે, જે તેના માટે મુશ્કેલી બની રહી છે. કેટલાંક લોકોએ આ બોલ્ડ ગીતમાં અભિનેત્રીની ભગવા રંગની બિકિનીને લઇને વાંધો દર્શાવી ગીતના આ સીનને હટાવવાની માંગ કરી છે. એવામાં અભિનેતા પ્રકાશ રાજે દીપિકા પાદુકોણનો સપોર્ટ કરીને ટીકાકારોનો ખૂબ ઉધડો લીધો છે. 

મધ્ય પ્રદેશમાં પઠાણ પર પ્રતિબંધની માંગ

આ ગીતને લઇને એટલો મોટો વિવાદ ઉભો થયો છે કે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં શાહરૂખ ખાનના પુતળા સળગાવીને પઠાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરાઈ રહી છે. પ્રકાશ રાજે તેના ટ્વિટર પર લખ્યું કે, 'ધૃણિત... ક્યા સુધી આને બર્દાશ્ત કરવુ જોઈએ..કલર બ્લાઈન્ડ.' સોશિયલ મીડિયામાં પ્રકાશ રાજનુ આ ટ્વિટ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ ટ્વવિટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પ્રકાશ રાજ પહેલા અભિનેત્રી પાયલ રોહતગીએ આ મુદ્દે દીપિકા પાદુકોણનો સપોર્ટ કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ