ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / deepika padukone reveals beauty and skin care secret

ટિપ્સ / દીપિકા જેવી સ્કીન જોઇએ તો તમે પણ એના છેલ્લા 9 વર્ષના રૂટિનને કરો ફૉલો

Published By: Krupa

Last Updated: 11:49 AM, 19 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણની ચમકદાક સ્કીનની પાછળ પ્રતિબદ્ધતા અને રોજના નિયમ એનું પરિણામ છે. તે છેલ્લા 9 વર્ષથી એક જ મેકઅપનો ઉપયોગ કરી રહી છે. દીપિકા પોતાના ડાયટની સાથે કોઇ પણ પ્રકારની બેદરકારી કરતી નથી.

ADVERTISEMENT

  • દીપિકા ફેશનેબલ અને બ્યૂટી ક્વીન છે, જણાવ્યો પોતાની સુંદરતાનો મંત્ર
  • દીપિકા પાદુકોણ એકદમ સ્ટ્રીકલી ડાઇટ ફૉલો કરનારી એક્ટ્રેસ માનવામાં આવે છે
  • છેલ્લા 9 વર્ષથી એક જ મેકઅપનો ઉપયોગ કરી રહી છે

ફેશન અથવા સ્ટાઇલનું કોઇ એમ જ દિવા નથી બનતા. બોલીવુડ દિવા દીપિકા પાદુકોણ પણ ખૂબ મહનેત બાદ આ પુરસ્કાર પ્રાપ્ત કરી શકી છે. દીપિકા ફેશનેબલ અને બ્યૂટી ક્વીન હોવાની સાથે રેડ કાર્પેટથી લઇને માનસિક સ્વાસ્થ્ય જાગરૂકતાનો શ્રેય પણ એને જાય છે. આ બધા પાછળ દીપિકાનું 'મલ્ટી ફંક્શન ડે રૂટીન છે, જે એને દીવા બનાવે છે'

દીપિકાની સ્કિન કેર સલાહ
દીપિકા પાદુકોણની ચમકદાક સ્કીનની પાછળ પ્રતિબદ્ધતા અને રોજના નિયમ એનું પરિણામ છે. દીપિકા જણાવે છે કે 'હું બેડ પર જતા પહેલા તમામ મેકઅપ હટાવીને મારી સ્કીનને સાફ કરું છું. કોઇ ફરક નથી પડતો કે હું કેટલી થાકેલી છું અથવા મારો દિવસ કેટલો વ્યસ્ત રહ્યો છે, હું હંમેશા આ કામ કરું છું.'

દીપિકાએ એક મીડિયાને આપેલા ઇન્ટવ્યૂમાં જણાવ્યું હતું કે
'દીપિકા સનસ્ક્રિન પર નિર્ભર રહે છે, જેને એ દિવસમાં બે વખત લગાવે છે અને સ્કીનને હાઇડ્રેટ કરવા માટે નાઇટ ક્રીમ લગાવે છે. દીપિકા સ્કીનને ડિટોક્સ કરવા માટે ક્લે માસ્ક પસંદ કરે છે. આ માસ્ક જોરદાર કામ કરે છે અને માત્ર 10 મીનિટમાં મારી સ્કીનને ફ્રેશ, સ્વસ્થ અને હાઇડ્રેટેડ મહેસૂસ કરાવે છે.' 

દીપિકાની આઇબ્રોનું રહસ્ય
આઇબ્રો જેલ, ફિલર અને પેન્સિલ સારી રીતે આઇબ્રોને નિખારી શકે છે પરંતુ દીપિકા પાદુકોણનું કહેવું છે કે એ આઇબ્રો પર કંઇ પણ પ્રકારની કોઇ ચીજ લગાવતી નથી. તેનું માનવું છે કે નેચરલ આઇબ્રો જ સારું સૌંદર્ય છે. ગણા બધા લોકો સલૂનમાં જઇને આઇબ્રો બનાવે છે. યોગ્ય જાડાઇ અને આકાર આપીને એમના ચહેરાને પરિભાષિત કરે છે. દીપિકાનું માનવું છે કે જેટલી જાડી આઇબ્રો હશે, એટલા જવાન લાગશો તમે.

'ફિટનેસ ફ્રિક' દીપિકા
દીપિકા પાદુકોણ એકદમ સ્ટ્રીકલી ડાઇટ ફૉલો કરનારી એક્ટ્રેસ માનવામાં આવે છે. દીપિકા પોતાના ડાયટની સાથે કોઇ પણ પ્રકારની બેદરકારી કરતી નથી. એની એક્સરસાઇઝમાં કાર્ડિયો એક્સરસાઇઝ, વેટ ટ્રેનિંગ, ડાન્સ અને યોગ અને પિલાટે સામેલ છે. 

9 વર્ષથી એક જ મેકઅપનો ઉપયોગ કરી રહી છે દીપિકા
પાદુકોણે જણાવ્યું કે એને એના મેકઅપ માટે ક્લાસિક્સની સાથે રહેવાનું પસંદ કરે છે. તે કહે છે કે 'હું મારા મેકઅપને સાફ અને સિમ્પલ રાખું છું. હું ડાર્ક ભૂરા, રેડ અથવા મરૂન લિપસ્ટિક, એક બ્લશ અને કાજલ લગાવું છું. મારા માટે મેટ ફિનિશિંગ સૌથી સારું કામ કરે છે. 9 વર્ષ બાદ પણ દીપિકાની મેકઅપ યાદીમાં કંઇ ખાસ ફેરફાર થયો નથી. '

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Deepika Padukone lifestyle skin care દીપિકા પાદુકોણ સ્કીન કેર beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ